લખાણ પર જાઓ

ટ્વિંકલ કાલિયા

વિકિપીડિયામાંથી
ટ્વિંકલ કાલિયા
જન્મની વિગત૧૯૮૨
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયવીમા એજન્ટ
પ્રખ્યાત કાર્યમફત એમ્બ્યુલન્સ સેવા માટે
જીવનસાથીહિમાંશુ કાલિયા

ટ્વિંકલ કાલિયા (જન્મ ૧૯૮૨) એક દિલ્હીમાં રહેતી એક ભારતીય મહિલા છે. તેઓ દાન આપે છે અને રુગ્ણવાહિકા (એમ્બ્યુલન્સ) ચલાવે છે. તેમને ૨૦૧૭ માં મહિલાઓ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર, નારી શક્તિ પુરસ્કાર, આપવામાં આવ્યો હતો.

કાલિયાનો જન્મ ૧૯૮૦ માં થયો હતો. ૨૦૦૨માં જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમના પતિએ કહ્યું કે તેમને દહેજ નથી જોઇતું પરંતુ તેઓ જે ભાડાની એમ્બ્યુલન્સ ચલાવે છે, તેવી પોતાની જોઇએ છે. તેમને ૧૪ વર્ષની ઉંમરે કામ પર જવું પડ્યું, કારણ કે તેમના પિતા છ વર્ષ સુધી બેશુદ્ધિ (કોમા)માં ગયા હતા. જો તેમનો પરિવાર એમ્બ્યુલન્સ શોધવાના પ્રયાસ કરવામાં કલાકો ન વેડફત તો કદાચ તેઓ કોમામાં ન ગયા હોત.[]

જ્યારે ટ્વિંકલને લીવરનું કેન્સર હતું ત્યારે તેમને એમ્બ્યુલન્સ અને સંભાળનું મૂલ્ય સમજાયું. તેઓ અને તેમના પતિ બંને જીવનનિર્વાહ માટે વીમો વેચે છે પરંતુ તેઓ તેમની તમામ વધારાની રોકડ એમ્બ્યુલન્સ ખરીદવા અને ચલાવવા પાછળ વાપરે છે.[]

ટ્વિંકલ કમળાથી પણ પીડિત હતી, તે માને છે કે ખુલ્લી ગટરના કારણે એ રોગ તેમને લાગુ પડ્યો હતો. તેમણેએ ફરિયાદ કરી પરંતુ કંઇ થયું નહીં અને તેમને સમજાયું કે આ કાર્ય કરવા માટે રાજકારણી બનવું એ એકમાત્ર રસ્તો છે. તેઓ ૨૦૧૭માં સ્થાનિક પરિષદ માટે ચૂંટણીમાં ઉભા રહ્યા હતા.[]

તેમને ૨૦૧૯માં નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ઉપસ્થિત રહ્યા હતા.[]

૨૦૧૯ માં તેમનું અન્ય શહેરોમાં પણ કાર્ય વધ્યું. તેઓ અને હિમાંશુ કાલિયા કોલકાતામાં તેમના એમ્બ્યુલન્સના અન્ય જૂથની સ્થાપના કરવા માટેની ચર્ચા કરવા માટે મમતા બેનર્જી અને મેયર ફિરહાદ હકીમને મળ્યા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Yadav, Pankhuri. "How a personal loss 25 years ago inspired a mission to save lives | Delhi News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-25.
  2. Banka, Richa (2017-03-21). "City's 'first woman ambulance driver' joins civic poll fray". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-25.
  3. "Nari Shakti Puraskar - Gallery". narishaktipuraskar.wcd.gov.in. મેળવેલ 2020-04-11.
  4. "Free ambulance service provider to come to Kolkata". The Statesman (અંગ્રેજીમાં). 2019-11-13. મેળવેલ 2020-04-25.