ડેરી

વિકિપીડિયામાંથી
આણંદ ખાતે અમુલ ડેરી

ગાય તથા ભેંસના દૂધનું વેચાણ કરવાના ઉદ્યોગને ડેરી કહેવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી અમુલ ડેરી ગુજરાતની જાણીતી ડેરી છે. આ ઉપરાંત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં દુધની ડેરીઓ સહકારી ધોરણે કાર્ય કરી રહી છે. કૃષિ સાથે સંકળાયેલા પશુપાલનના ઉદ્યોગમાં દૂધ એકઠું કરવું, તેની જાળવણી માટેની પ્રક્રિયાઓ કરવી, ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવું, યોગ્ય પેકીંગ કરવું, વેચાણની વ્યવસ્થા કરવી, વધારાના દૂધનો શીત સંગ્રહ તેમ જ તેમાંથી અન્ય બનાવટો બનાવી વેચાણ કરવું વગેરે કાર્યોનું સંચાલન ડેરી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દુધાળા પશુઓના સ્વાસ્થ્ય અને માટે સમયાંતરે દાક્તરી તપાસ અને સારવાર, પૂરક પોષણયુક્ત આહારની વ્યવસ્થા વગેરે કાર્યો પણ ડેરી દ્વારા કરવામાં આવે છે.