લખાણ પર જાઓ

તડકેશ્વર મહાદેવ

વિકિપીડિયામાંથી
તડકેશ્વર મહાદેવ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોવલસાડ જિલ્લો
દેવી-દેવતાશિવ
તહેવારોમહા શિવરાત્રી
સ્થાન
સ્થાનઅબ્રામા
રાજ્યગુજરાત
દેશભારત
તડકેશ્વર મહાદેવ is located in ગુજરાત
તડકેશ્વર મહાદેવ
ભારતમાં
અક્ષાંશ-રેખાંશ20°35′24″N 72°56′12″E / 20.59000°N 72.93667°E / 20.59000; 72.93667
સ્થાપત્ય
પૂર્ણ તારીખ૮૦૦ કરતાં વધારે વર્ષો પૂર્વે

તડકેશ્વર મહાદેવ મંદિર એક હિંદુ મંદિર છે. તે ભારત દેશના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં અબ્રામા ગામની નજીક આવેલું છે. આ મંદિર વાંકી નદીના કાંઠે આવેલું છે.[૧]

આ મંદિર ૮૦૦થી વધુ વર્ષ જૂનું છે, જે વલસાડ જિલ્લાનું સૌથી પ્રાચીન મંદિર છે. છત વિનાના આ મંદિરની અંદર શિવલિંગ પર સૂર્યના સીધા કિરણો પડે એવી રીતે બાંધવામાં આવ્યું. આથી, તે "તડકેશ્વર" તરીકે ઓળખાય છે. શિવલિંગની લંબાઈ આશરે ૬ થી ૮ ફૂટ જેટલી છે.[૨][૩][૪]

મહા શિવરાત્રીના ઉત્સવ અને શ્રાવણ માસના પ્રસંગોએ અહી નજીકમાં મેળો ભરાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

તડકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ, વલસાડ

૬ ફૂટ અને ૧૦ ઇંચ (૨.૦૮ મી) અર્ધવર્તુળાકાર શિવલિંગ આકારનો પથ્થર મે ૧૨૧૫માં વાંકી નદીના ઉત્તર કાંઠે ઝાડીઓમાં જોવા મળ્યો હતો.[૫] તે સમય દરમિયાન, આ પથ્થર સ્થાનિક લોકો દ્વારા લેવામાં આવ્યો હતો, જેમણે તેને આંશિક રીતે તોડી નાખ્યો હતો. ઝેરી ભમરીઓ આ પથ્થરમાંથી નીકળી અને ૧૫૦૦ ફૂટ ત્રિજ્યાની અંદર ૬૦ જેટલા લોકોને વળગી અને તેઓ બધા મૃત્યુ પામ્યા અને તેઓને મંદિરના સ્થળે દફનાવવામાં આવ્યા હતા. પછી આ સ્થળ પર દરગાહ બનાવવામાં આવી હતી.

દંતકથા અનુસાર, એક દિવસ શિવ અબ્રામા ગામના ભક્તના સપનામાં દેખાયા અને આદેશ આપ્યો કે: “વાંકી નદીના કાંઠેથી લિંગને લઇ લો. ભગવાન શિવના કોઈ બે ભક્તો તેને સરળતાથી ઉપાડી શકશે અને જ્યારે લિંગ ખૂબ ભારે થઈ જાય, ત્યારે તેને નીચે મૂકી અને તે સ્થાન પર લિંગની સ્થાપના કરો."

મંદિરની છત બે વાર બનાવવામાં આવી હતી. પ્રથમ વખત આગમાં છત નાશ પામી હતી. બીજી વખત, છત તૂટી ગઈ. એવું મનાય છે કે, ભગવાન શિવ એક ભક્તના સપનામાં દેખાયા અને કહ્યું: “હું તડકેશ્વર મહાદેવ છું. મને સૂર્યની કિરણોની જરૂર છે. તેથી, મંદિરની છત ન બંધાવો." તે દિવસથી તડકેશ્વર મહાદેવના શિવલિંગને મંદિરમાં સલામત રીતે રાખવામાં આવ્યું.

મંદિરનું શિખર આકાશમાં ખુલ્લું રહે છે, જેમાં લગભગ ૨૨ ફુટ (૬.૭ મી)નો ખંડ દેખાય છે. બપોરના સમયે સૂર્યના કિરણો સીધાં શિવલિંગ પર પડે છે.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વલસાડ અબ્રામાના તડકેશ્વર મહાદેવની અનોખી ગાથા, શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ". Divyabhaskar.
  2. "About - Tadkeshwar Mahadev Temple, Valsad". મૂળ માંથી 2019-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-24.
  3. History of Tadkeshwar Mahadev Temple, Valsad
  4. "Tadkeshwar Mahadev Mandir, Valsad, Gujarat:KM News". Youtube.
  5. Samarpan magazine: "Tadkeshwar"
  6. History of Tadkeshwar Mahadev Temple: Image