લખાણ પર જાઓ

તલવાર (સામયિક)

વિકિપીડિયામાંથી
ધ તલવાર, માર્ચ ૧૯૧૦.

તલવાર એ ૨૦મી સદીની શરૂઆતમાં બર્લિનથી પ્રકાશિત થયેલું ભારતીય રાષ્ટ્રવાદી સામયિક હતું.[૧] મૂળ મદનની તલવાર તરીકે છપાતું આ સામયિક પાછળથી ધ તલવાર તરીકે જાણીતું બન્યું હતું.

વિલિયમ હટ્ટ કર્ઝન વાયલીની રાજકીય હત્યા માટે મૃત્યુદંડની સજા પામેલા ભારતીય સ્વતંત્રતા ચળવળના નાયકોમાંના એક મદનલાલ ધિંગરાના નામ પરથી તેનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકાશનની સ્થાપના ૧૯૦૯માં પેરિસમાં ભિકાજી કામાએ કરી હતી. આ સમાચારપત્રનો હેતુ ભારતમાં રાષ્ટ્રવાદી અશાંતિ ભડકાવવાનો અને બ્રિટિશ ભારતીય સૈન્યના સિપાહીઓની વફાદારી પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરવાનો હતો. સંપાદકીય જવાબદારીઓ બર્લિનમાં વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પાસે હતી.[૨] પેરિસ ઇન્ડિયન સોસાયટી દ્વારા પેરિસમાંથી પ્રકાશિત કરવામાં આવેલા વંદે માતરમ્ ની જેમ જ, આ સાપ્તાહિકે પણ અગાઉ લંડનથી પ્રકાશિત થતા ધ ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટનો સંદેશ ચાલુ રાખ્યો હતો.[૩]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Yadav 1992, p. 23
  2. Yadav 1992, p. 26
  3. Chirol 2000, p. 149

સંદર્ભ સૂચિ

[ફેરફાર કરો]
  • Chirol, Valentine (2000), Indian Unrest, Boston: Adamant Media, ISBN 0-543-94122-1 
  • Radhan, O.P, ed. (2002), Encyclopaedia of Political Parties, New Delhi: Anmol, ISBN 81-7488-865-9 
  • Sareen, Tilak R (1979), Indian Revolutionary Movement Abroad, 1905-1921, New Delhi: Sterling 
  • Yadav, Bishamber Dayal (1992), P.T. Acharya, Reminiscences of an Indian Revolutionary, Anmol, p. 44, ISBN 81-7041-470-9