તાવી રજવાડું

વિકિપીડિયામાંથી

તાવી રજવાડું (અંગ્રેજી: Tavi State) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કાઠીયાવાડના દ્વિપકલ્પ ખાતે આવેલ ભૂતપૂર્વ રજવાડું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ એક નાનું રજવાડું હતું, જેનો સમાવેશ કાઠિયાવાડના પૂર્વીય ભાગમાં આવેલ ઝાલાવાડ પ્રાંતમાં થતો હતો અને તેમાં માત્ર એક જ ગામ હતું. આ રજવાડાનું શાસન ઝાલા રાજપૂત સરદાર હસ્તક હતું.

આ રજવાડાની વસ્તી વર્ષ ૧૯૦૧માં ૫૦૯ જેટલી હતી, આ રાજ્યની મહેસુલી આવક ૨૦૦૦ રૂપિયા (૧૯૦૩-૦૪, બધું જમીનમહેસુલ) અને તેને બ્રિટિશરો અને જૂનાગઢ રાજ્યને ૩૩૫ રૂપિયા ભરવા પડતા હતા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]