તુલસી માનસ મંદિર, વારાણસી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તુલસી માનસ મંદિર કાશી ખાતેનાં આધુનિક મંદિરો પૈકી એક ખૂબ જ મનોરમ મંદિર છે. આ મંદિર વારાણસી કેન્ટથી લગભગ પાંચ કિલોમીટર અંતરે દુર્ગા મંદિરની નજીક છે. આ મંદિર શેઠ રતનલાલ સુરેકા દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સંપૂર્ણપણે આરસપહાણથી નિર્મિત આ મંદિરનું ઉદ્‌ઘાટન ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા ૧૯૬૪ના વર્ષમાં કરવામાં આવ્યું હતું.[૧][૨] આ મંદિરની મધ્યમાં શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણજી અને હનુમાનજી બિરાજમાન છે. તેની એક બાજુ માતા અન્નપૂર્ણા અને ભગવાન શિવજી અને બીજી બાજુ પર સત્યનારાયણજીનું મંદિર છે. આ મંદિરની સમગ્ર દિવાલ પર રામ ચરિત માનસ લખવામાં આવેલ છે. તેના બીજા માળ પર સંત તુલસી દાસજી બિરાજમાન છે, સાથે જ એ જ માળ પર શ્રી રામ લીલા અને કૃષ્ણ લીલા થાય છે. આ મંદિરની આસપાસ ખૂબ જ આહલાદક ઘાસની જાજમ (લોન) અને રંગબેરંગી ફુવારા છે, જે ખૂબ જ મનમોહક લાગે છે. અહીં અન્નકૂટ મહોત્સવ વખતે છપ્પન-ભોગની ઝાંખી ખૂબ જ મનમોહક લાગે છે. આ મંદિરના પ્રથમ માળ પર રામ ચરિત માનસની વિવિધ ભાષાઓમાં દુર્લભ પ્રતોનું પુસ્તકાલય આવેલ છે .

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "તુલસી માનસ મંદિર". Varanasi.org. Retrieved માર્ચ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  2. કે.બી. જિન્દાલ (૧૯૫૫), હિંદુ સાહિત્યનો ઇતિહાસ, કિતાબ મહલ, http://books.google.com/books?id=IkA9AAAAIAAJ, "... The book is popularly known as the Ramayana, but the poet himself called it the Ramcharitmanas i.e. the 'Lake of the Deeds of Rama'"