તેજારા
Appearance
તેજારા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે.
ખંડેરો
[ફેરફાર કરો]આ ખંડેરો અમરાપરથી ત્રણ માઇલ દક્ષિણે આવેલા છે. તેમાં એક તળાવ, પાંસઠ સ્મારક પત્થરો અને ૧૦૦ x ૮૨ ફુટ વિસ્તારના પ્રાંગણમાં ૧૫ x ૩૬ ફુટના પાયા પરના ખંડીત શિવ મંદિરનો સમાવેશ થાય છે. અહીં છ ચોરસ થાંભલાઓ, જે આઠ ફુટ લાંબા છે અને અને પાછલા ભાગ દિવાલ અને એક ખંડિત પોઠિયો - આટલું જ બાકી રહ્યું છે. આ પત્થરો પીળા રંગના છે અને સિમેન્ટ ધરાવતા નથી તેમજ કોતરણી વગરના છે. આ ખંડેર વાઘમ-ચાવડાગઢ (૧૨૦૦ - ૧૨૫૦) સમયના ગણાય છે. સ્થાનિક લોકો મુજબ કોરીથી ભરેલા ૬૩ ઘડાઓ અયાર, મયાર અને તેરાજામાં દટાયેલા છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૦–૨૫૧.
- આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૦–૨૫૧. માંથી લખાણ ધરાવે છે.