લખાણ પર જાઓ

તેલંગાણા દિવસ

વિકિપીડિયામાંથી
તેલંગાણા દિવસ
తెలంగాణ అవతరణ దినోత్సవం
અધિકૃત નામતેલંગાણા સ્થાપના દિવસ
બીજું નામતેલંગાણા દિવસ
ઉજવવામાં આવે છેતેલંગાણા
પ્રકારરાજ્ય રજા
મહત્વવર્ષ ૨૦૧૪માં તેલંગાણાની રચના
શરૂઆત૨ જૂન
અંત૩ જૂન
તારીખ૨ જૂન
આવૃત્તિવાર્ષિક

તેલંગાણા દિવસ, જે સામાન્ય રીતે તેલંગાણા સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે, તે ભારતના તેલંગાણા રાજ્યમાં રાજ્યની જાહેર રજા છે, જે તેલંગાણા રાજ્યની રચનાની યાદગીરી રૂપે ઉજવવામાં આવે છે. તે ૨૦૧૪ થી દર વર્ષે ૨ જૂને મનાવવામાં આવે છે.[૧] તેલંગાણા દિવસ સામાન્ય રીતે પરેડ અને રાજકીય ભાષણો અને સમારંભો સાથે સંકળાયેલો છે, આ ઉપરાંત તેલંગાણાના ઇતિહાસ અને પરંપરાઓની ઉજવણી કરતા અન્ય વિવિધ જાહેર અને ખાનગી કાર્યક્રમો પણ સામેલ છે. રાજ્ય સમગ્ર જિલ્લાઓમાં ઔપચારિક કાર્યક્રમો સાથે આ પ્રસંગની ઉજવણી કરે છે.[૨] [૩] તેલંગણાના મુખ્યમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાનો ઔપચારિક કાર્યક્રમ અને સામૂહિક કવાયત પરેડ મેદાનમાં યોજાય છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં આ ઉજવણી કરવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

તેલંગાણા રાજ્યની સત્તાવાર રચના ૨ જૂન ૨૦૧૪ ના રોજ કરવામાં આવી હતી. કલવાકુંટલા ચંદ્રશેકર રાવ તેલંગાણાના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીએ બહુમતી મેળવી હતી.[૪]

૧ જુલાઈ, ૨૦૧૩ના રોજ, કોંગ્રેસ કાર્યકારી સમિતિએ સર્વાનુમતે અલગ તેલંગાણા રાજ્યની રચનાની ભલામણ કરવાનો ઠરાવ પસાર કર્યો. વિવિધ તબક્કાઓ પછી ફેબ્રુઆરી ૨૦૧૪ માં આ ખરડો ભારતની સંસદમાં મૂકવામાં આવ્યો હતો.[૫] ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓનો સમાવેશ કરતા તેલંગાણા રાજ્યની રચના માટે ભારતની સંસદ દ્વારા આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૪ ખરડો પસાર કરવામાં આવ્યો હતો.[૬] આ ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને ૧ માર્ચ ૨૦૧૪ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો.[૭][૮]

મહત્વ[ફેરફાર કરો]

વર્ષોથી ચાલી રહેલી તેલંગાણા ચળવળ માટે રાજ્યના ઇતિહાસમાં આ દિવસનું મહત્વ છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો[ફેરફાર કરો]

રાજ્ય ચાર દિવસ સુધી ચાલનારા કાર્યક્રમો અને ઉજવણીને પ્રાયોજિત કરે છે. વિવિધ ક્ષેત્રોમાં અનુકરણીય યોગદાન માટે તેલંગાણા રાજ્ય પુરસ્કારો વિવિધ કાર્યક્રમોમાં એનાયત કરવામાં આવે છે. રવિન્દ્ર ભારતી ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા હોટલોમાં તેલંગાણા ફૂડ ફેસ્ટિવલ યોજાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Telangana to celebrate state formation day tomorrow". Deccan Herald. 1 June 2018. મેળવેલ 20 December 2018.
  2. "Telangana Formation Day Award for TITA". Thehindu.com. 4 June 2018. મેળવેલ 20 December 2018.
  3. "Government departments, institutions observe Telangana Formation Day". Thehindu.com. 3 June 2018. મેળવેલ 20 December 2018.
  4. Amarnath K Menon (1 June 2014). "Telangana is born, KCR to take oath as its first CM". The India Today Group. Hyderabad. મૂળ માંથી 11 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 14 July 2014. CS1 maint: discouraged parameter (link)
  5. "Telangana bill passed in Lok Sabha; Congress, BJP come together in favour of new state". Hindustan Times. મૂળ માંથી 18 February 2014 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2014. CS1 maint: discouraged parameter (link)
  6. "Telangana bill passed by upper house". The Times of India. મેળવેલ 20 February 2014. CS1 maint: discouraged parameter (link)
  7. "The Andhra Pradesh reorganisation act, 2014" (PDF). Ministry of law and justice, government of India. મૂળ (PDF) માંથી 8 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 3 March 2014. CS1 maint: discouraged parameter (link)
  8. "Telangana Formation Day". The Hans India.