ત્રિયુગી નારાયણ (ઉત્તરાખંડ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ત્રિયુગી નારાયણ મંદિર

ત્રિયુગી નારાયણ એ વિષ્ણુ ભગવાનનું એક પ્રાચીન વિશાળ મંદિર છે, જે ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે. ત્રિયુગી નારાયણ સોનપ્રયાગથી આશરે ૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે, તેમજ ત્યાંથી કેદારનાથ ૨૮ કિ.મી. ના અંતરે આવેલું છે.એવી એક પૌરાણિક માન્યતા છેકે અહિં વિષ્ણુ ભગવાનની સાક્ષીએ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતાં[૧][૨]. અહિં મંદિરની સામે એક ધૂણી આવેલી છે જે વિવાહકાળથી સતત પ્રજ્વલીત છે એવી વાયકા છે, ભકતો અહીં હવન કરી શકે છે[૩]. અહિં નારાયણની નાભિમાંથી જળ નીકળીને આસપાસ આવેલા ચાર કુંડમાં જાયછે. આ કુંડ બ્રહ્મકુંડ, રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને સરસ્વતીકુંડના નામથી ઓળખાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Places of worship: Vishnu Temple". Retrieved 2009-07-25. Check date values in: |accessdate= (મદદ)
  2. "Triyuginarayan". National Informatic Centre. Retrieved 2009-07-25. Check date values in: |accessdate= (મદદ)
  3. "Temples Attached to Shri Kedarnath Temple". Shri Badrinath Shri Kedarnth Temple Committee. 2006. Retrieved 2009-08-12. Check date values in: |accessdate=, |year= (મદદ)