લખાણ પર જાઓ

ત્રિવેણી ઘાટ, ઋષિકેશ

વિકિપીડિયામાંથી
મોટા કદમાં શિવજીની પ્રતિમા, ત્રિવેણી ઘાટ, ઋષિકેશ

ત્રિવેણી ઘાટભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ઋષિકેશ ખાતે ગંગા નદી પર આવેલ એક ઘાટ છે. હિમાલયના ગઢવાલ ક્ષેત્રમાં વસેલા આ નગરમાં મુખ્ય પર્યટન સ્થળો પૈકીનું એક છે. અહીં શ્રદ્ધાળુઓ સ્નાન માટે પગથિયાંવાળો વિશાળ ઘાટ બનાવવામાં આવેલ છે. આ ઘાટ પર હિંદુ ધર્મમાં મહત્વની એવી ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પરથી ત્રિવેણી ઘાટ નામ આપવામાં આવેલ છે. આ ઘાટ પર મોટા કદની શિવજીની જટામાંથી ગંગા નીકળતી હોય એ દૃશ્યની તેમ જ અર્જુનને ગીતાબોધ આપતા શ્રીકૃષ્ણ ભગવાનના દૃશ્યની પ્રતિમાઓ છે. સાંયકાળે આ ઘાટ પર પાણીમાં દિવાઓ તરતા મૂકવામાં આવે છે. આ સમયે ગંગાજીની ભવ્ય આરતી પણ કરવામાં આવે છે[].

સંદર્ભો

[ફેરફાર કરો]