લખાણ પર જાઓ

સુનામી

વિકિપીડિયામાંથી
(ત્સુનામી થી અહીં વાળેલું)

ઢાંચો:Citations missing

26 ડિસેમ્બર, 2004ના રોજસુનામી (tsunami)એ થાઈલેન્ડ (Thailand)ને રગદોળ્યું.

Tsunami (津波?)ઢાંચો:PronEngમહાસાગર (ocean)માં જ્યારે પાણીના મુળમાં પરિવર્તન આવે છે જેથી મોટા મોટા મોજા (waves)ઉછળે છે. પાણીની અંદર કે બહાર જંગી હલચલ (mass movement), ભૂકંપ (Earthquake), જ્વાલામુખી સક્રિય થવો (volcanic eruption), તેમજ પાણીની અંદર વિસ્ફોટ થવો (underwater explosion), જમીન ઘસી પડવી (landslides), પાણીની અંદર ભૂકંપ (earthquake) થવો કે પછી મોટી ઉલ્કા ત્રાટકવી (asteroid impacts)કે પછી પરમાણુ શસ્ત્રો (nuclear weapon)નો ઉપયોગને કારણે સુનામી ઉદભવે છે. પાણીની શક્તિ અને તેના જથ્થાને કારણે સુનામીની અસરો ભયંકર બની જાય છે.

ગ્રીક (Greek)ના ઇતિહાસકાર થુસાડિડેસે (Thucydides)સૌપ્રથમ વખત સુનામીને દરિયામાં થતા ભૂંકપ સાથે સાંકળી હતી. [][]પરંતુ ખરેખર સુનામીના પ્રકાર વિશે 20મી સુધી બહુ આછો પાતળો ખ્યાલ હતો. હાલમાં પણ સુનામી અંગે સંશોધનકાર્ય ચાલી રહ્યું છે.

પહેલાના ઘણા ભૂસ્તરશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્રીઓ અને સમુદ્રવિજ્ઞાનીઓ, " ધરતીકંપ સંબંધિત દરિયાઈ મોજા"- હવે આને આપણે સુનામી તરીકે ઓળખીયે છે.

ઘણા હવામાની (meteorological) વંટોળ (storm)ની સ્થિતિ ડીપ ડિપ્રેશન (depressions)ને કારણે ચક્રાવાત (cyclones) કે વાવાઝોડા (hurricanes)માં પલટાઈ જાય છે જેથી તોફાનો ઉઠે (storm surge)છે જે દરિયાના ભરતીઓટની સ્થિતિ કરતા ઘણા ઉંચા હોય છે. આનું કારણ ડિપ્રેશનના કેન્દ્રમાં હવાનું ઓછું દબાણ (atmospheric pressure) જવાબદાર હોય છે આ તોફાનો ઉઠે (storm surges) છે જે દરિયાકિનારે પહોંચે છે જેને સુનામી સાથે સરખાવાય છે, આ વંટોળ જમીનના મોટા વિસ્તારોમાં પહોંચીને વિસ્તારને જળબંબાકાર કરી દે છે. આ સુનામી નથી. આ પ્રકારના સ્ટોર્મ બર્મા (Burma)(મ્યાનમાર) (Myanmar)માં મે 2008માં ઉછળ્યા હતા.

પરિભાષા

[ફેરફાર કરો]

સુનામીનો શબ્દ જાપાનીઝ અર્થમાંથી ઉદભવ્યો છે. બંદર (harbor) ("ત્યસુ", ) and મોજા (wave) ("નામી", ). [a.જાપ.સુનામી, સુનામી, બંદર+ નામી મોજા- ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનેરીબહુવચન માટે કોઈ પણ તેને અંગ્રેજીની સામાન્ય પ્રકેટીશ મુજબ વાપરી શકે છે અથવા એસપ્રત્યેય લગાડી દે, અથવા જાપાનીઝ શબ્દપ્રયોગ મુજબ ઉચ્ચાર કરી શકે. જાપાનના ઇતિહાસ (Japanese history)માં સુનામી બહુ સામાન્ય છે. જાપાનમાં અત્યાર સુધીમાં 195 ઘટનાઓ નોંધાઈ છે.

સુનામીને ઘણી વખત ભરતીના મોજા (tidal waves) તરીકે ઓળખવામાં આવે છે. આ વાત હવે વિજ્ઞાનની દ્રષ્ટીએ ખોટી પડી છે. નવા સંશોધન મુજબ ભરતીઓટ સાથે સુનામીને કશું જ લાગતું વળગતું નથી. આનું કારણ એ છે કે સુનામી દરમિયાન દરિયાઈ મોજાની ઉંચા ઉછળે છે જેથી લોકો તેને સુનામી જ ગણી લે છે. સુનામી અને ભરતી બન્ને પાણીના મોજા ઉત્પન કરે છે, પરંતુ સુનામીના કેસમાં પાણીની અંદરની હલચલ ઘણી જ મોટી માત્રામાં હોય છે અને તે લાંબા સમય સુધી ચાલે છે જેના કારણે તે ભરતી જેવું લાગે છે. જો કે, ભરતીઓટના અર્થમાં "મળતાપણું "[]અથવા ભરતીઓટના લક્ષ્ણો []અને સુનામીની પરિભાષા હજૂ એટલી ચોક્કસ નથી.કારણ કે સુનામી માત્ર બંદરો સુધી સિમિત નથી. ભરતી ઓટના મોજાની પરિભાષા ભૂસ્તરશાસ્ત્રી (geologist)ઓ અને સમુદ્રવિજ્ઞાની (oceanographer)ઓએ પરાવૃત કરી છે.

જાપાનીઝ સિવાય દુનિયાની એક માત્ર તામિલ ભાષા (Tamil language)[શંકાસ્પદ ]માં જ આ ભયાનક મોજાઓ માટે શબ્દ છે અને શબ્દ છે "અઝાહી પેરાલાઈ"ભારતનો દક્ષિણ અને પુર્વનો દરિયાકાંઠો છેલ્લા 700 વર્ષોથી આ પ્રકારનો મોજાનો અનુભવ કરતો રહ્યો છે. પથ્થરો પર કરાયેલા કોતરકામ મુજબ તે સમયે તેઓ આને નિયમિત ઘટના ગણાતા હતા.

અશેચનિશ ભાષા (Acehnese language)માં સુનામી માટે ië beuna અથવા alôn buluëk []શબ્દ છે. (ઉચ્ચાર પર આધાર રાખે છે.)જ્યારે ઈન્ડોનેશિયાની સિમેયુલુઈ (Simeulue)ની ડિફાયન ભાષા (Defayan language) મુજબ સુનામીને સિમોંગ કહેવાય છે. સિમેયુલુઈની સિંગુલાઈ ભાષા (Sigulai language)માં પણ સુનામી માટે ઈમોંગ શબ્દ છે. []

દરિયાની અંદરની પ્લેટોની સરહદો (plate boundaries)ખસતી રહે છે તે દરમિયાન આ પ્લેટો પાણીને ખસેડી કાઢે છે જેથી સુનામી ઉદભવે છે. આને કારણે અસંભવિતપણે પ્લેટોની સરહદો એકબીજાથી દુર જાય છે અથવા એકબીજા પર ચડી જાય છે. સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી. સબડક્શન (Subduction)ઝોનમાં ઉદભવતા ભૂકંપને કારણે મોટાભાગના બધા જ સુનામી ઉદભવ્યા છે.

દરિયાકિનારાથી દુર સુનામીના મોજા ઓછા વિશાળ (amplitude)(મોજાની ઉંચાઈ) હોય છે. આ મોજાં લાંબા અંતર (wavelength)કાપી શકે છે. (ઘણી વખત હજારો કિલોમિટર સુધી) જેને કારણે દરિયામાં તેની ખબર પડતી નથી. આને કારણે આ મોજાની ઉંચાઈ સામાન્ય જેટલી હોય છે. દરિયાની સપાટી કરતા માત્ર 300 એનબીએસપી જેટલી. પરંતુ તેની ઉંચાઈ છીછરા પાણીમાં પહોંચ્યા બાદ વધી જાય છે. આ પ્રક્રિયાને નીચે વર્ણવામાં આવી છે.સુનામી દરિયાની ભરતી કે ઓટના કોઈ પણ રૃપમાં આવી શકે છે. ઓટ ચાલી રહી હોય ત્યારે પણ જો મોજાની ઉંચાઈ વધવા લાગે તો પણ સુનામી આવે છે.

1 એપ્રિલ, 1946ના રોજ રિક્ટર સ્કેલ (Richter Scale) પર 7.8ની તીવ્રતા ધરાવતો ભૂકંપ (earthquake)અલાસ્કા (Alaska)ના અલેઉથિયન ટાપુ (Aleutian Islands)નજીક નોંધાયો. આને કારણે ઉદભવેલા સુનામીના મોજા 14 મીટર ઉંચા ઉછળ્યા હતા અને હવાઈ ટાપુના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. જ્યાં આ ભૂકંપ (earthquake)નોંધાયો તે પેસિફિક મહાસાગર (Pacific Ocean)માં આવેલી પ્લેટ, સબડક્ટીંગ (subducting)(પાછલી બાજુ દબાવવું) અલાસ્કા (Alaska)ની પ્લેટની અંદર ખસેડતી હતી.

પ્લેટોના દબાણ સિવાય પણ સુનામી ઉદભવી હોય તેવા દાખલા નોંધાય છે જે મુજબ પાષાયયુગ (Neolithic) દરમિયાન સ્ટોરેગ્ગા (Storegga)માં, 1929માં ગ્રાન્ડ બેંકસ (Grand Banks) ખાતે અને 1998માં પાપુઆ ન્યુ ગુએના (Papua New Guinea) ખાતે નોંધાયા છે. (તાપીન, 2001) ગ્રાન્ડ બેંકસ અને પાપુઆ ન્યુ ગુએનાના સુનામીમાં ભૂકંપ જવાબદાર હતો જે સેડિમન્ટ(દરિયાઈ ખડક) અસ્થિર થઈ ગયો હતો અને અંતે પડી ગયો હતો. આ પડી ગયો હતો અને જેથી સુનામી ઉદભવી હતી. આ સુનામી એક મહાસાગરમાંથી બીજા મહાસાગરમાં પ્રવેશી ન હતી.

જ્યારે સ્ટોરેગ્ગા સેડિમન્ટ પડવાનું કારણ જાણી શકાયું નથી.માનવામાં આવે છે કે ખડક પર વધુ પડતા ભારને કારણ તે અસ્થિર બન્યો હોય અને વધુ ભારને કારણે ઘસી પડ્યો હોય.આ ઉપરાંત બીજી શક્યતા એ પણ છે કે ભૂકંપને કારણે પણ આવા પર્વતો અસ્થિર બન્યા હોય અને ત્યાર બાદ ઢળી પડ્યા હોય.તેમજ અન્ય એક થિયરી પણ છે જે ગેસ હાઈડ્રેટ્સ(મિથેન વગેરે.)ને કારણે દરિયાઈ પર્વતો ઢળે છે.

ધ "ગ્રેટ ચિલીયન ભૂકંપ (Great Chilean earthquake)" (19:11 વાગ્યે ) મે 22, 1960 (9.5 એમw (Mw)), માર્ચ 27, 1964 "ગુડ ફ્રાઈડે ભૂકંપ (Good Friday earthquake)" અલાસ્કા 1964 (9.2 એમડબલ્યુ), and the " ગ્રેટ સુમાત્રા-અંદમાન ભૂકંપ (Great Sumatra-Andaman earthquake)" (00:58:53 યુટીસી) ડિસેમ્બર 26, 2004 (9.2 એમડબલ્યુ), આ બધા એવા શક્તિશાળી મેગાથ્રસ્ટ (megathrust) ભૂકંપના ઉદાહરણ છે જે દ્વારા ઉદભવેલ સુનામી અન્ય મહાસાગારો સુધી પહોંચી શકવા શક્તિમાન હતા. જાપાનમાં આવેલો નાનો (4.2 એમડબલ્યુ) ભૂકંપ સુનામીને નોતરી લાવી શકે છે જે માત્ર પંદર મિનીટમાં જ આજુબાજુના દરિયાકાંઠા પર ફરી વળીને તબાહી ફેલાવી શકે છે.

1950ના દાયકામાં માની લેવામાં આવ્યું હતું કે સુનામી જમીન ઘસી પડવા (landslides)ને કારણ, જ્વાળામુખી ફાટવાને કારણ આવે છે.દા.ત. સાન્તોરાની (Santorini), ક્રકાટાઉ (Krakatau), અને જ્યારે તેનો પાણી સાથે સંપર્ક થાય છે ત્યારે અસરને કારણે (impact event) સુનામી આવે છે. આને કારણે પડી રહેલા કાટમાળ કે વિસ્ફોટને કારણે મોટા પ્રમાણમાં ઉર્જા પાણીમાં ભળે છે જેથી મોટી માત્રામાં પાણી તેનું સ્થાન ગુમાવી દે છે. પર્વતનો કાટમાળ પડવાનો ક્રમ પાણી સહન કરી શકે તેનાથી કેટલાય ઘણો વધુ ઝડપી હોય છે. મીડિયા દ્વારા આ ઘટનાને "મેગા-સુનામી" (mega-tsunami) નામ આપવામાં આવ્યું છે.

આ થિયરી દ્વારા ઉદભવતા સુનામી જલ્દીથી ગાયબ થાય છે અથવા તે દરિયાના નાના વિસ્તારમાં બનતા હોવાથી તેમજ દરિયાકાંઠાથી અંતરને કારણે તે વધુ નુકશાન પહોંચાડતા નથી. પરંતુ જે કેટલાક ભૂકંપને કારણે ટ્રાન્સ-ઓશેનિક સુનામી ઉદભવે તેની અસર ગંભીર હોય છે.આને કારણે ઘણા મોટા સ્થાનિક આધાતના મોજા (shock wave)(સોલિટન્સ (solitons)) પ્રસરાવે છે. જેમ કે 1958માં લિટુઆ બે (Lituya Bay)નજીક જમીન ઘસી પડવાને કારણે જે મોજા ઉછળ્યા તે પ્રાથમિક અંદાજ મુજ 534 મીટર ઉંચાઈ ધરાવતા હતા.જો કે, વધારા પડતા મોટા પ્રમાણમાં થતી જમીન ઘસી પડવાને કારણ કહેવાતા "મેગા-સુનામી (mega-tsunami)" આવે છે. જેની તાકાત એક મહાસાગરથી બીજા મહાસાગર સુધી સફર ખેડવાની શક્તિ હોય છે. આ વાતને હાલમાં ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. આ થિયરીને સમર્થન કરી શકે તેવા ભૂસ્તરીય પ્રમાણો મળ્યા નથી.

વિશિષ્ટ લાક્ષણિક્તાઓ

[ફેરફાર કરો]
હિંદ મહાસાગરના સુનામી બાદ ખેદાનમેદાન થયેલો ચેન્નાઈનો મરિના બીચ

દરરોજના પવનને કારણે મોજાની લંબાઈ(ટોચથી ટોચ સુધી)100 metres (330 ft) અને ઉંચાઈ લગભગ2 metres (6.6 ft), જ્યારે ઉંડા મહાસાગરમાં સુનામીના મોજા પણ એટલી જ ઉંચાઈ ધરાવતા હોય છે. 200 kilometres (120 mi)જે મોજા લાંબી સફ ખેડે છે.800 kilometres per hour (500 mph) પરંતુ વેવલેંથ પ્રચંડ તાકાતને કારણે એક સાયકલ પુરી કરતા 20 થી 30 મીનીટ લે છે 1 metre (3.3 ft)જેથી ઉંડા પાણીમાં સુનામીનો તાગ કાઢવો અઘરો છે. તેની સફર પણ જહાજોના ધ્યાનમાં આવતી નથી.

જ્યારે સુનામી દરિયાકાંઠે ત્રાટકે છે ત્યારે પાણી છીછરૂં બની જાય છે, અને મોજા વેવ શોલિંગ (wave shoaling)ને કારણે દબાય છે અને આગલી સફર ધીમે રીતે ચાલુ રાખે છે. 80 kilometres per hour (50 mph)મોજાને સમી ઓછા જાય છે 20 kilometres (12 mi)અને જવાની અને વિશાળતા વધતી જાય છે જેથી મોજા દેખી શકાય છે.આ મોજામાં હજૂ પણ કેટલાય કિલોમીટર(કેટલાક માઈલ) ખેડી નાખવાની તાકાત હોય છે, સુનામીના મોજા પુર્ણ ઉંચાઈએ પહોંચતા માત્ર થોડી મીનીટો લાગી છે જેથી પીડિતને તેને પાણીની ઉથલપાથલની જગ્યાએ પાણીનું વધતું સ્તર જ દેખાય છે ખુલ્લા સમુદ્રકાંઠા અને ઉંડા સમુદ્રની જોડે આવેલા વિસ્તારો સુનામીના મોજાને પગથિયા જેવો આકાર આપી દે છે. (એક બાદ એક ઉપર ચડવું)

સુનામી આવી રહ્યાના ચિન્હો

[ફેરફાર કરો]
હવાઈ (Hawaii)ના લાઉપાહોએહોએ ખાતે આવેલું સુનામીગ્રસ્તોનું સ્મારક.

આવી રહેલા સુનામી અંગે કોઈ ચેવતણી આપી શકાતી નથી. જો કે, ભૂકંપને કારણે સુનામી આવતા હોય છે, જેથી પાણીની નજીક અને છીછરાં પાણીમાં થતા ભૂકંપને કારણે સુનામી ઉદભવી શકે છે, જે મધ્યમકદથી લઈને હાઈ મૅગ્નિટયૂડ સુધીના હોય છે. પાણીનું પ્રમાણ અને ઉંડાઈ સારી માત્રામાં હોય છે.

જો પહેલા તબક્કામાં સુનામી ટ્રૉફ કહેવાતી જગ્યાએ પહોંચવાને બદલે મોજાની ટોચ પર પહોંચે તો, દરિયાકિનારાના પાણીમાં નોંધપાત્ર ઘટાડો આવે છે. જેને કારણે હંમેશા પાણીમાં રહેતો પ્રદેશ ખુલ્લો થાય છે. આને સુનામી આવી રહ્યાની પહેલા તબક્કાની ચેતવણી ગણી શકાય. કારણ કે આ બાદ સુનામી જલ્દીથી ત્રાટકી શકે છે.જો વ્યકિત દરિયાકિનારે ઉભી છે અને દરિયામાં પાણી ખેંચાઈ રહ્યું હોય( હોનારતમાં બચી ગયેલા ઘણા લોકએ અવાજ સાથે આ વાત નોંધી છે), તો બચવા માટે તેણે ઉંચી જગ્યાઓએ કે પછી ઉંચી ઈમારતમાં આશરો લઈ લેવો જોઈએ. આવું થાઈલેન્ડના ફુંકેટના માઈખાઓ બીચ પર બન્યું હતું. ઈગ્લેન્ડના સરે પરગંણાની રહેવાસી 10 વર્ષિય ટીલી સ્મિથ તેના માતાપિતા અને બહેનો સાથે બીચ પર હતી. તેણે તાજેતરમાં જ સુનામી અંગે શાળામાં ભણી હતી. જેથી તેણે પોતાના પરિવારને આ બાબતે ચેતવણી આપી કે હવે સુનામી નજીકમાં છે. તેના માતાપિતાએ બીજા લોકો અને હોટલ સ્ટાફને આ બાબતે ચેતવ્યા. આના થોડા સમયમાં સુનામી ત્રાટક્યું હતું. તાજેતરમાં જ ભૂગોળ અંગેના પાઠને કારણે સ્મિથે કેટલાય લોકોના જીવ બચાવ્યા. જેને જશ તેને મળે છે.તે આ અંગે પોતાના ભૂગોળના શિક્ષક એન્ડ્રુ કેરનેયને જશ આપે છે.

હિંદ મહાસાગરમાં 2004 સુનામી (2004 tsunami)માં ઉદભવ્યું હતું. જે આફ્રિકાના કિનારે કે અન્ય પુર્વિય કિનારે નોંધાયું ન હતું. આ સુનામી પુર્વ તરફથી આવ્યું હતું. આનું કારણ મોજાનો પ્રકાર છે-જે પુર્વીય બાજુની ફોલ્ટ લાઈનની નીચી બાજુ તરફ પ્રસરતા હતા, અને પશ્ચિમી બાજુની ઉપરલી તરફ આવતા હતા. પશ્ચિમી સ્પંદનને કારણે આફ્રિકા અને અન્ય પશ્ચિમી કિનારાઓમાં પાણી ભરાયું હતું.

બધા જ સુનામીના 80 ટકા સુનામી પેસિફિક મહાસાગરમાં ઉદભવે છે, પરંતુ જ્યા મોટી માત્રમાં પાણી કે (જેમાં ટાપુની અંદર આવેલા તળાવનો પણ સમાવેશ થાય છે) હોય છે ત્યારે આ શક્ય બને છે. જેનું કારણ જમીન ઘસી પડવું, જ્વાળામુખીનો વિસ્ફોટ, કે ભૂસ્તરીય ગતિવિધીઓ હોઈ શકે છે.

"જિઓગ્રાફિકલ" મેગેઝીન(એપ્રિલ 2008)માં આવેલા લેખ હિંદ મહાસાગરનું સુનામી મુજબ 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલું સુનામી પ્રદેશની તુલનામાં એટલું ભયાનક સુનામી ન હતું જેટલી પ્રદેશમાં શક્યતા છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના સુનામી રીસર્ચ સેન્ટરના પ્રોફેસર કોસ્ટાસ સાયનોલાકિસ દ્વારા "જિઓગ્રાફિકલ જર્નલ ઈન્ટરનેશનલ"માં સયુંકત રીતે લખાયેલા અભ્યાસ પેપરમાં શક્યતા દર્શાવવામાં આવી છે કે હિંદ મહાસાગરમાં ભવિષ્યમાં ઉદભવતા સુનામી, મડાગાસ્કર, સિંગાપોર, સોમાલિયા, પશ્ચિમી ઓસ્ટ્રેલિયા, અને અન્ય ઘણા પ્રદેશોમાં અસર કરશે. બોક્સિંગ ડેના દિવસે આવેલા સુનામીએ 300,000 લોકોનો ભોગ લીધો હતો. જેમાં ઘણાના મૃતદેહો દરિયામાં લાપતા બન્યા હતા જ્યારે ઘણાના મૃતદેહો ઓળખી શકાયા ન હતા.કેટલાક બિન સત્તાવાર રીપોર્ટ મુજબ આ સુનામીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 1 મિલિયન(10 લાખ) લોકો માર્યા ગયા હોઈ શકે છે.

ચેવતણી અને સાવચેતી

[ફેરફાર કરો]
ચિત્ર:Bamfield (171).jpg
બ્રિટીશ કોલંબિયા (British Columbia)ના બામફિલ્ડ (Bamfield)માં સુનામીનીચેતવણી દર્શાવતા ચિન્હો.

[[ચિત્ર:Tsunami wall.jpgજાપાનના સ્યુ (Tsu) ખાતે |right|thumb|સુનામી દિવાલ.]]

ચોક્કસ જગ્યાએ ચોક્ક્સ મેગ્નિટીટ્યુડનો ભૂંકપ થાય તો પણ-સુનામીથી બચી શકાય કે તેની ચોક્કસ આગાહી કરી શકાય નહીં. ભૂસ્તરશાસ્ત્રી, સમુદ્રવિજ્ઞાનીઓ અને ભૂકંપ શાસ્ત્રીઓ, દરેક ભૂકંપનું વિશ્લેષ્ણ કરે છે અને ઘણા બધા ઘટકોને લઈને સુનામીની ચેતવણી જાહેર કરવી કે નહીં તેનો નિર્ણય લે છે. જો કે, કેટલીક જગ્યાઓએ સુનામીને લગતી ચેતવણી લગાવવામાં આવી છે. આ ઉપરાંત ઘણી સિસ્ટમ વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ કરાઈ રહ્યો ચે જે દ્વારા સુનામીથી થતા નુકશાનને ઓછું કરી શકાય."બોટમ પ્રેશર સેન્સર્સ" નામની એક સિસ્ટમને વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેના પર સતત નજર રાખવામાં પણ આવી રહી છે. લંગર હોય છે જે બોયાની જોડે જોડાયેલા હોય છે. મહાસાગરના તળિયે વહી રહેલા પાણીના પ્રેશરને સેન્સર્સ સતત મોનિટર કરતા રહે છે, જે માટે સામાન્ય ગણતરીનો ઉપયોગ કરવામાં આવે છે.

<ગણિત>\,\! P = \rho gh</ગણિત> ()

જ્યાં
પી= ન્યુટન પર ચોરસ મીટરે ઓવરલેઈંગ દબાણ. (pressure)
= ઘનતા (density) ની દરિયાઈ પાણીની (seawater)= 1.1 x 103 કિ.ગ્રા/મી3,
જી= ગૂરૂત્વાકર્ષણને લીધે વેગ (acceleration due to gravity)= 9.8 એમ/એસ 2 અને
એચ=વોટર કોલમમાં પાણીની ઉંચાઈ મીટરમાં

5,000 મીટર ઉંડાઈનું વોટર કોલમ હોવાના કારણે ઓવરલાઈંગ પ્રેસ બરાબર

અથવા લગભગ 5.7 મિલિયન ટન પર ચોરસ મીટર

દાખલા તરીકે, જ્યાં સુનામીના અગ્રણી મોજા ટ્રૉફ હોય, ત્યારે સુનામી મોજા આવે તેના પહેલા દરિયાકિનારે પાણી ઘટવા લાગે છે. જો દરિયાઈ સીબેડનો ઢાળ છીછરો હોય તો આ ઘટાડો ઘણા મીટર્સ સુધીનો હોઈ શકે છે. જોખમ હોવા છંતા આ વાતથી અજાણ લોકો ઉત્સુક્તાને કારણે તેમજ દરિયાકિનારે જ રહે છે અને ખુલ્લી પડેલી જગ્યામાંથી માછલીઓ વિણવા લાગે છે. 26 ડિસેમ્બર 2004ના હિંદ મહાસાગરના સુનામી દરમિયાન પાણી ખેંચાયું હતું અને લોકો આનું કારણ તપાસવા માટે ખુલ્લા વિસ્તારમાં ઘસી ગયા હતા.લેવાયેલા ફોટોગ્રાફ મુજબ સામાન્ય રીતે પાણીમાં રહેતા વિસ્તારમાં લોકો ઉભા દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં દરિયાના મોજા આવી રહેલા જોઈ શકાય છે.બીચ પરના મોટાભાગના લોકો ભાગી શકવામાં નિષ્ફળ રહ્યા હતા અને મોતને ભેટ્યા હતા.

જાપાનમાં 2004માં કામાકુરા (Kamakura)માં દરિયાઈ દિવાલ (seawall) પર લગાવવામાં આવેલું સુનામીની ચેતવણી દર્શાવતું ચિન્હ.મુરામાચી સમયગાળા (Muromachi period) દરમિયાન, સુનામી કામાકુરામા ત્રાટક્યું હતું, જેણે અમિદા (Amida) બુદ્ધ (Buddha)ની કોટોકુઈન (Kotokuin)માં રાખવામાં આવેલી મુર્તિના લાકડાના બિલ્ડીંગને તોડી પાડ્યું હતું. ત્યાર બાદથી આ મુર્તિઓ બહાર રાખવામાં આવી છે.

જે પ્રાંતોને સુનામીનો વધુ ખતરો છે તેઓએ સુનામી ચેતવણી સિસ્ટમ (tsunami warning system)નો ઉપયોગ કરી શકે જે દ્વારા સુનામી ત્રાટકે તે પહેલા સામાન્ય લોકોને ચેતવણી આપીને સલામત સ્થળે ખસેડી શકાય.અમેરિકાના પશ્ચિમ કિનારે, જે પેસિફિક મહાસાગરમાંથી ઉભા થતા સુનામી જોખમ તરફ ઢળેલો છે ત્યાં લોકોને સુનામી વખતે કયા રસ્તાનો ઉપયોગ કરવો તેના ચિન્હો મુકવામાં આવ્યા છે.

હોનોલુલુમાં સુનામી ચેતવણી સિસ્ટમ લગાવવામાં આવી છે.પેસિફિક મહાસાગરમાં ભુસ્તરને લઈને થતી બધી જ પ્રવૃતિ પર આ સિસ્ટમ નજર રાખે છે. મૅગ્નિટયૂડ અને અન્ય માહિતી દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાય છે. અંહી એ વાત નોંધવી જોઈએ કે, પેસિફિક મહાસાગરમાં સક્રિયપણે ભૂસ્તર પ્રવૃતિઓ થઈ રહી છે, પરંતુ બધા જ ભૂકંપ સુનામી ઉત્પન્ન કરતા નથી. અને આ માટે કમ્પ્યુટરની મદદ લેવાયછે. જે દ્વારા પેસિફિક મહાસાગર કે આજુબાજુની જગ્યાઓ પર થતા ભૂકંપનું યોગ્ય વિશ્લેષ્ણ કરવામાં આવે છે જે દ્વારા સુનામીની શક્યતાઓ તપાસવામાં આવે છે. ત્યાર બાદ જ સુનામીની જાહેરાત કરાય છે.

હિંદ મહાસાગરમાં આવેલા સુનામીની સીધી અસર હેઠળ દરેક દેશોની કેન્દ્ર સરકાર સુનામી અંગે ગંભીર બની છે. જેથી સુનામીની ચેતવણી જાહેર કરતા પહેલા કેન્દ્ર સરકારો અને યુનાઈટેડ નેશન્સની ડીઝાસ્ટર મિટિગેશન કમિટી દ્વારા વસ્તુ સ્થિતિને ચકાસવામાં આવે છે. હાલમાં હિંદ મહાસાગરમાં સુનામી વોર્નિંગ સિસ્ટમ ઈન્સોટલ કરવામાં આવી છે.

સુનામી આવવાની આગાહી કમ્પ્યુટર મોડેલ (Computer model) કરી શકે છે. નિરિક્ષણ દ્વારા ખબર પડી છે કે કમ્પ્યુટર દ્વારા સુનામી ઉત્પન્ન થાય છે તેની ગણતરીની મિનિટોમાં જ કમ્પ્યુટર સુનામીની ચેતવણી જાહેર કરે છે. બોટમ પ્રેશર સેન્સર્સને દરિયાના તળે ચાલી રહેલી ભુસ્તરીય પ્રવૃતિઓની મળેલી માહીતી અને રિડિંગને આધારે સેન્સર્સ માહીતી પ્રસારીત કરે છે. આ ઉપરાંત સીફ્લોર(બાથમેથી (bathymetry)) અને દરિયાકાંઠાની જમીન(ટોપોગ્રાફી (topography)) પણ મહત્વના પરિબળ છે. આના દ્વારા આવી રહેલા સુનામીના મોજાની વિશાળતા અને તેની ઉંચાઈનો અંદાજ લગાવી શકાય છે. પેસિફિક મહાસાગર સાથે સંકળાયેલા દરેક દેશો સુનામી ચેતવણી સિસ્ટમ સાથે સંકળાયેલા છે. અને આ દેશો સુનામીની અસરથી બચાવવા માટે લોકોને દરિયાકાંઠો ખાલી કરાવવાની અન્ય તાલીમ સમયસર આપતા રહે છે. જાપાનમાં આ પ્રકારની તાલિમ, કેન્દ્ર સરકાર, સ્થાનીક સત્તામંડળો, કટોકટીની સર્વિસ અને સામાન્ય જનતા માટે ફરજિયાત છે.

[[ચિત્ર:Tsunami Evacuation Route signage south of Aberdeen Washington.jpgવોશિંગ્ટન (Washington)માં |right|thumb|સુનામી ઇવૅક્યુએશન રૂટ સંજ્ઞા યુ એસ. રૂટ 101 (U.S. Route 101)ની સાથે.]] કેટલાક પ્રાણીશાસ્ત્રીઓ માની રહ્યા છે કે પ્રાણીઓ આ પ્રકારની સંજ્ઞા જલ્દી સમજી જાય છે. તેઓ ભૂકંપને રેલેગ મોજા (Rayleigh waves) કે સુનામીની ને સમય પહેલા જ સમજી લે છે. કેટલાક પ્રાણીઓને કુદરતી આપત્તિઓ સમજવાની શક્તિ હોય છે. જો તેઓને સતત નિરિક્ષણમાં રાખવામાં આવે તો તેઓ ભૂકંપ, સુનામી સહીતની વિપત્તિઓની વહેલી ચેતવણી આપી શકે છે. જો કે, પુરાવા વિવાદાસ્પદ છે અને વિજ્ઞાનની રીતે પુરવાર થયા નથી.કેટલાક બિન ચકાસાયેલા દાવા મુજબ લિસ્બન ભૂકંપ પહેલા પ્રાણીઓ વ્યાકુળ બન્યા હતા અને નીચેથી ઉંચી જગ્યાએ જતા રહ્યા હતા.તેમજ આજ વિસ્તારના કેટલાક પ્રાણીઓ ઉંચેથી નીચે આવ્યા હતા.આ પ્રકારની વાત 2004ના હિંદ મહાસાગરના ભૂકંપ (2004 Indian Ocean earthquake)વખતે શ્રીલંકા (Sri Lanka)ના મિડીયા દ્વારા નોંધવામાં આવી છે. [][]એ શક્ય છે કે કેટલાક ચોક્કસ પ્રાણીઓ(દા.ત. હાથી) જેઓ દરિયાકાંઠે ફરતા હોય તેઓએ સુનામીનો અવાજ સાંભળ્યો હોઈ શકે છે. હાથીઓ અંગે પ્રતિક્રિયા આપતા અવાજ આવતો હોય ત્યાંથી દુર જતા રહે છે. તો બીજી બાજુ કેટલાક માણસો આ ઘટનાની તપાસ કરવા માટે દરિયામાં ઉતરે છે અને અંતે મોતને ભેટે છે.

સુનામીને રોકવું અશક્ય છે.જો કે, સુનામી જ્યા વારંવાર આવે છે તેવા દેશોમાં ભૂકંપ એન્જિનિયરિંગ (earthquake engineering) દ્વારા દરિયાકાંઠે સુનામીની અસર ઓછી કરવાના પ્રયાસો કરાયા છે. વધુ વસ્તી ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં જાપાને 4.5 મીટર(13.5 ફુટ) ઉંચી સુનામી દિવાલ (tsunami wall)બનાવવાની યોજના શરૂ કરી દીધી છે. તો કેટલાક વિસ્તારોમાં ફ્લડગેટ અને ચેનલ બનાવવામાં આવી છે જે દ્વારા સુનામીના પાણીને અન્યત્ર વાળી શકાય.જો કે, તેની અસરકારકતા અંગે પ્રશ્ન ઉભા જ છે. કારણ કે સુનામીના મોજા આ અવરોધકો કરતા ક્યાંય ઉંચા હોય છે. દાખલા તરીકે. 12 જુલાઈ 1993માં થયેલા ભૂકંપની બેથી પાંચ મીનીટમાં જ ઓકુશીરી હોકાઈડો સુનામી (Okushiri, Hokkaidō tsunami) હોકાઈડો (Hokkaidō) ઓકુશીરી ટાપુ (Okushiri Island)પર સુનામીના મોજા ત્રાટક્યા હતા. આ મોજાની ઉંચાઈ 30 મીટર(100 ફુટ) મપાઈ હતી. ઉંચાઈ મુજબ મોજા 10 માળની ઈમારત જેટલા ઉંચા હતા. દરિયાકાંઠાનું શહેર એઓને (Aonae) સુનામી દિવાલ દ્વારા ઘેરાયેલું છે, પરંતુ મોજાઓએ આ દિવાલને વટાવીને અંદરના વિસ્તારમાં ઘુસી આવ્યા હતા અને લાકડાની દરેક વસ્તુનો નાશ કરી દીધો હતો. દિવાલ કદાચ મોજાની તીવ્રતા તેમજ તેની ઉંચાઈ ઘટાડી શકે પરંતુ મોટું નુકશાન અને લોકોના જીવ બચાવી શકે નહીં. []

સુનામીની અસરોને કુદરતી ઉપાયો જેવા કે વૃક્ષો કે દરિયાઈ પટ્ટી દ્વારા ઘટાડી શકાય છે. 2004ના હિંદ મહાસાગર સુનામીના રસ્તામાં આવતા કેટલાક વિસ્તારો બચી ગયા હતા. કારણ કે સુનામીની ઉર્જા આ વિસ્તારોમાં આવેલા નાળિયેર (coconut palm) કે મેંગ્રોવ (mangrove)ના વૃક્ષોએ ખેંચી લીધી હતી. એક અસરકારક ઉદાહરણમાંસ ભારતમાં આવેલા તામિલનાડુ (Tamil Nadu)ના નેલુવેદાપાથી (Naluvedapathy)ગામમાં ઘણું ઓછું નુકશાન થયું હતું અને માત્ર થોડાક લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ માટે કારણ એ હતું કે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of Records)માં સ્થાન મેળવવા માટે આ વિસ્તારમાં 80,244 જેટલા વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા જેથી મોજાઓની શક્તિ તુટી ગઈ હતી અને જાનહાની ઓછી થઈ હતી. [૧૦]આથી પર્યાવરણવાદીઓ સુનામીના જોખમનો સામનો કરી રહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાની સલાહ આપી રહ્યા છે. ઉપયોગમાં આવી શકે તેવા વિકસિત વૃક્ષો થવામાં કેટલોક સમય લાગી શકે છે, પરંતુ વૃક્ષોની વાવણી ઘણી સસ્તી થાય છે અને લાંબાગાળાની હોય છે. જે કુત્રિમ અવરોધો દ્વારા સુનામીના નુકશાનને ઘટાડવાના પ્રયાસ છે તેના કરતા વધુ સારી છે.

સુનામીનો ઇતિહાસ

[ફેરફાર કરો]

ઐતિહાસિક પરિમાણમાં જોઈએ તો સુનામીની ઘટના બહુ અસામાન્ય નથી. ગત સદી દરમિયાન કુલ 25 જેટલી સુનામી ઘટનાઓ નોંધાઈ છે. જેમાંની ઘણી ઘટનાઓ એશિયા-પેસિફિક વિસ્તાર અને ખાસ કરીને જાપાનમાં નોંધાઈ છે.2004માં બોક્સિંગ ડે સુનામી (Boxing Day Tsunami)ને કારણે 350,000 લોકોના મોત થયા હતા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઈસ.પુર્વે 426 પહેલા (As early as 426 B.C.) ગ્રીક (Greek)ઇતિહાસવિદ્ થુસાયડીડેશે (Thucydides) પોતાના પુસ્તક પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ (History of the Peloponnesian War) પુસ્તકમાં સુનામીના કારણોની તપાસ કરી છે. અને ચોક્કસ દલીલ કરી છે કે આનું કારણ દરિયાઈ ભૂકંપ જ છે. []જેથી તેઓ કુદરતી વિજ્ઞાન (natural science)ના ઇતિહાસમાં પહેલા વ્યકિત બન્યા જેઓ ભૂકંપ અને મોજાને કારણ અને અસરના સંદર્ભમાં એકબીજા સાથે સાંકળ્યા. []

મારા મતે આનું કારણ ભૂકંપમાં શોધવું જોઈએ.દરિયામાં પહેલા પાણી શોષાઈ જાય છે અને ત્યાર બાદ તે બેગણી શક્તિથી પાછું ફરે છે અને વિસ્તારમાં પાણીની રેલમછેલ કરી દે છે. હું માનું છું કે આ ઘટના ભૂકંપ વગર શક્ય બની ન શકે. [૧૧]

એલેકઝાન્ટ્રીયા (Alexandria)ને તબાહ કરી દેનાર 365માં આવેલા સુનામી (365 A.D. tsunami)બાદ રોમન (Roman)ઇતિહાસકાર એમેનુસ મારસેલ્યુઅસ (Ammianus Marcellinus) (રેસ ગેસ્ટે 26.10.15-19)એ સુનામીની નમુનારૂપ ઘટનાક્રમ વર્ણવ્યો છે. જેમાં પ્રારંભનો ભૂકંપ, અને દરિયાની પ્રતિક્રિયા અને વિશાળ કદના મોજાનું ચોક્કસ વર્ણન આપવામાં આવ્યું છે. [૧૨][૧૩]

વધુ જુઓ

[ફેરફાર કરો]

પાદનોંધ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ થુસાયડીડેશ (Thucydides)" પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ", 3.89.1-4
  2. ૨.૦ ૨.૧ સ્મીટ ટી.સી.: "'ગ્રીક સાહિત્યમાં સુનામી ", ગ્રીસ અને રોમ , બીજો સર્વે, વોલ. 17, નં. 1 (એપ્રિ., 1970), પેજ. 100–104 (103f.)
  3. "ભરતીઓટ"ધ અમેરિકન હેરીટેજ, સ્ટેડમેન્સ મેડિકલ ડીક્શનેરીહોગટન મિફિન કંપની11 નવેમ્બર 2008, <Dictionary.com http://dictionary.reference.com/browse/tidal>.
  4. -al. (n.d.).Dictionary.com અનબ્રીજ (વો 1.1).Dictionary.com માંથી લેવામાં આવ્યું. 11 નવેમ્બર , 2008http://dictionary.reference.com/browse/-al
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  6. http://www.jtic.org/en/jtic/images/dlPDF/Lipi_CBDP/reports/SMGChapter3.pdf
  7. Lambourne, Helen (2005-03-27). "Tsunami: Anatomy of a disaster". BBC.
  8. Kenneally, Christine (2004-12-30). "Surviving the Tsunami: What Sri Lanka's animals knew that humans didn't". Slate Magazine.
  9. "1993年7月12日 北海道南西沖地震" (Japaneseમાં). મૂળ માંથી 2006-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.CS1 maint: unrecognized language (link)
  10. Raman, Sunil (2005-03-27). "Tsunami villagers give thanks to trees". BBC.
  11. થુસાયડીડેશ (Thucydides) "પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ", 3.89.5
  12. કેલી, ગાવીન(2004)" અમાઈનસ અને સુનામી" ધ જર્નલ ઓફ રોમન સ્ટડીઝવોલ.94, પીપી.141–167 (141)
  13. સ્ટેઈન્લે, જેન-ડેનિયલ એન્ડ જોર્સ્તાદ, થોમસ એફ. (2005)" 365માં સુનામીએ એલેક્ઝાન્ડ્રીયાનો નાશ કર્યો, ઈજીપ્તનું ધોવાણ, સ્ટાર્ટાનો દેખાવ બગાડવો અને એલોથોનોનસ વસ્તુનો ઉપયોગ કરવો. " સંગ્રહિત ૨૦૧૭-૦૫-૨૫ ના રોજ વેબેક મશિન

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

લેખો અને વેબસાઈટ

[ફેરફાર કરો]

તસ્વીરો અને વિડીયો

[ફેરફાર કરો]

વધુ જુઓઃ તસ્વીરો અને વિડોય, 2004 હિંદ મહાસાગરનો ભૂકંપ (Images and video, 2004 Indian Ocean earthquake)