થોર
Cacti | |
---|---|
Ferocactus pilosus (Mexican lime cactus) growing south of Saltillo, Coahuila, northeast Mexico | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Core eudicots |
Order: | Caryophyllales |
Family: | Cactaceae Juss. |
Subfamilies | |
See also taxonomy of the Cactaceae |
કેક્ટસ (થોર) (બહુવચન: કેક્ટી , કેક્ટસીસ કે કેક્ટસ ) એ કેક્ટીસાઇસ - છોડના પરિવારનું સભ્ય છે. તેનાં દેખાવની લાક્ષણિકતા સુકા અને/અથવા ગરમ વાતાવરણમાં પાણીને સાચવી રાખવાની તેની ક્ષમતાના પરિણામે છે.[૧][૨][૩] મોટા ભાગની જાતોમાં તેનું થડ એ રીતે વિકસિત થયું હોય છે કે તે ફોટોસિન્થેટિક (કાર્બન ડાયૉક્સાઇડ અને પાણીમાંથી સૂર્યપ્રકાશની શક્તિની મદદથી વિવિધ મિશ્ર પદાર્થો બનાવવાની પ્રક્રિયા) તેમજ જાડા અને માવાવાળા પાંદડા ધરાવે છે જ્યારે તેનાં પાન કાંટેદાર વિકસિત થયા હોય છે. તેમાની ઘણી બધી જાતનો ઉપયોગ સજાવટ માટે કરવામાં આવે છે, અને કેટલીકને ઢોરના ચારા માટે, ઘાસ તરીકે, ફળ તરીકે, કોચિનીલ (કિરમજ) અને અન્ય ઉપયોગ માટે ઉગાડવામાં આવે છે.
કેક્ટસ અલગ-અલગ આકાર અને કદમાં મળી આવે છે. તેમાં સૌથી મોટું પેકીસારેસ પ્રિંગ્લી છે, જેની સૌથી વધુ ઊંચાઈ 19.2 મીટર,[૪] નોંધવામાં આવી છે, અને સૌથી નાનું બ્લોસફેલ્ડીઆ લિલિપુતીયના છે, જે પુખ્ત વયે પણ માત્ર 1 સે.મી.નો વ્યાસ ધરાવે છે.[૫] કેક્ટસના ફૂલ મોટા હોય છે અને કાંટેદાર પાનની જેમ જ આગવા લક્ષણ ધરાવે છે જેને શિરાંતરાલ કહેવામાં આવે છે.
ફેલાવો
[ફેરફાર કરો]કેક્ટસ પરિવારનું મૂળ વતન અમેરિકા છે, જ્યાં તેમની શ્રેણીનું વિસ્તરણ પેટાગોનિયાથી લઈને કેનેડા-અમેરિકાની સીમા સુધી થયેલું જોવા મળે છે, પરંતુ તેની સૌથી વધુ સઘનતા અને વિવિધતા ઉત્તરી મેક્સિકો અને આર્જેન્ટિના અને બોલિવિયાના દક્ષિણી વિષુવવૃત્તીય ક્ષેત્રમાં છે. રિપ્સાલીસ બેક્કીફેરા તેમાં એક અપવાદરૂપ છે; તે અમેરિકા અને જૂની દુનિયા એમ બંનેમાં પોતાનું વતન ધરાવે છે, જ્યાં તે વિષુવવૃત્તીય આફ્રિકા, મેડાગાસ્કર અને શ્રીલંકામાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે જૂની દુનિયામાં તે છેલ્લાં કેટલાંક હજારો વર્ષોથી પોતાની વસાહત ઉભી કરી શક્યા છે અને તે પણ સંભવત યાયાવર પક્ષીઓ દ્વારા તેના બીજને એક પાચક તત્વ તરીકે સાથે લઈને આવ્યા હોવાની શક્યતા છે. અન્ય કેટલીક જાતોનો પણ કુદરતી રીતે અમેરિકાની બહાર, ખાસ કરીને ઑસ્ટ્રેલિયા, હવાઈ અને ભૂ-મધ્ય ક્ષેત્રમાં લોકો દ્વારા પરિચય કરાવવામાં આવ્યો. કેક્ટસ દરિયા કિનારાથી ઊંચા પર્વતીય વિસ્તારો, અને ઉપ- વિષુવવૃત્તીય વિસ્તારોથી રણ પ્રદેશો સુધી વિવિધ વિસ્તારોમાં પોતાની હાજરી ધરાવે છે.
સૂકા વાતાવરણમાં અનુકૂળ થવાની ક્રિયા
[ફેરફાર કરો]કેટલાંક અપવાદ ને બાદ કરતાં, કેક્ટસના છોડવા રસદાર અને માવાવાળા પાન ધરાવતી વનસ્પતિ છે અને આ પ્રકારની અન્ય વનસ્પતિની જેમ જ તે પણ અનુકૂલન સાધવાની ક્રિયા કરી શકવાની સમર્થતા ધરાવે છે જે તેને ગરમ અને સૂકા વાતાવરણમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે.
કેક્ટસના છોડની મોટા ભાગની જાતોમાં તેના પાનના કાંટા એ રીતે વિકસિત થયા હોય છે કે જે તેને માત્ર શાકાહારીથી જ નથી બચાવતા પરંતુ છોડને એ રીતે છાંયો પ્રદાન કરે છે કે જેના કારણે છોડમાં રહેલા પાણીને વરાળ બનતું અટકાવી શકાય છે. આ કાંટાદાર પાન એક વિશેષ માળખામાં વિકસિત થાય છે જેને શિરાંતરાલ કહેવાય છે, જે અન્ય છોડવાઓ પર મળી આવતી ગાંઠને મળતી આવે છે. આ પરિવારના ખૂબ જ ઓછાં સભ્યો પાન ધરાવે છે, અને જ્યારે તે હાજર હોય છે ત્યારે મોટા ભાગે તો તે અવિકસિત હોય છે અને બહુ જલ્દીથી ખરી જાય છે; લાક્ષણિક રીતે તે આરી જેવો આકાર ધરાવે છે અને માત્ર 1-3 મી.મી લાંબા હોય છે. બે સમાન જાતિ પેરેસ્કિઆ અને પેરેસ્કિઓપ્સિસ , મોટા અને બિન-કાંટાદાર પાન ધરાવે છે, જે 5-25 સે.મી લાંબા હોય છે, અને તેના થડ પર પણ કાંટા નથી હોતા. હવે પેરેસ્કિઆ ને વનસ્પતિઓની પ્રજાતિનો સમાવેશ કરતો વિજ્ઞાનનો એવો વિભાગ માનવામાં આવી રહ્યો છે કે જેમાંથી બીજા બધાં જ કેક્ટસનો ઉદભવ થયો હશે.[૬] વિસ્તારિત થડ ફોટોસિન્થેસિસ (કાર્બન ડાયૉક્સાઇડ અને પાણીમાંથી સૂર્ય-પ્રકાશની શક્તિની મદદથી વિવિધ મિશ્ર પદાર્થ બનાવવાની પ્રક્રિયા) અને પાણીનો સંગ્રહ કરે છે. અન્ય કાંટાદાર વનસ્પતિઓની વિપરીત અહીં થડ એ ઘણા બધા કેક્ટસમાં એવો એકમાત્ર ભાગ છે જ્યાં આ પ્રકારની ક્રિયા સ્થાન પામે છે. કેક્ટસ પોતાના થડ પર અનેકવાર મીણ જેવા પદાર્થનું એક આવરણ ધરાવે છે જે તેનામાં પાણીના ઘટાડાને રોકી રાખવામાં મદદરૂપ થાય છે અને સંભવતઃ પાણીને તેના થડમાંથી પાછું ધકેલે છે. છોડની ઉચ્ચ જળ-મલાવરોધ ક્ષમતાને કારણે, તેનાથી છુટા પડી ગયેલા ભાગ લાંબા સમય સુધી ટકી રહે છે અને ત્યારબાદ જ્યારે વરસાદ આવે ત્યારે તેમાં ગમે ત્યાંથી મૂળ ફૂટી નીકળે છે.
ઉત્ક્રાંતિ પ્રક્રિયા દરમિયાન અનેક કેક્ટી તેમના શરીરને જાડું અને તેમની પાણી સાચવી રાખતી પેશીઓને ગોળ અને નળઆકાર જેવો શ્રેષ્ઠ આકાર આપ્યો છે (જેમાં શક્ય તેટલું વધારે ઘનત્વ અને ઓછામાં ઓછી સપાટી વિસ્તારનું જોડાણ હોય છે). તેના ઘન સપાટી વિસ્તારને ઘટાડી નાખવાથી, અતિશય સૂર્ય પ્રકાશથી છોડનું રક્ષણ થઈ શકે છે. છોડ પોતાની મેળે પણ ભેજને શોષવા માટે સક્ષમ હોય છે (તેની બહારની ત્વચા અને કાંટાઓના માધ્યમથી), જે ખાસ કરીને એવા છોડ માટે જરૂરી હોય છે જે મોટા ભાગનો ભેજ ઝાકળના સ્વરૂપમાં મેળવતા હોય છે.
મોટાભાગના કેક્ટસ બહુ ટૂંકી વિકસિત થવાની મૌસમ અને લાંબી પ્રસુપ્તિ ધરાવતાં હોય છે. ઉદાહરણ તરીકે, એક પૂર્ણ વિકસિત સગુઆરો (કાર્નેગી ગાય્ગેંટી ) દસ દિવસના ગાળામાં લગભગ 3000 લિટર જેટલું પાણી શોષી લે છે. તેનાથી નવા મૂળિયાંને ઝડપથી ઉગવાની ક્ષમતામાં વધારો થતો જોવા મળે છે. લાંબા સમયના પાણીના અભાવ બાદના વરસાદના માત્ર બે કલાક પછી ભેજની પ્રતિક્રિયા રૂપે મૂળ બનવાની શરૂઆત થવા લાગે છે. થોડાં અપવાદને બાદ કરતાં, વ્યાપકપણે પ્રશાખાવાળા મૂળિયા તંત્ર બને છે, જે સપાટીની ઉપર પણ ફેલાવા લાગે છે. મૂળિયામાં ક્ષારનું પ્રમાણ પણ ઊંચું હોય છે,[૭] એટલે જ્યારે ભેજ વધે છે ત્યારે તે જલદી શોષવવા લાગે છે.
મોટા ભાગે કેક્ટસના મૂળિયા છીછરા હોય છે જે જમીનની નજીક જ ઉગેલાં હોય છે જેનાથી તેને અનિયમિત વરસાદી પાણીને એકત્રિત કરવામાં સુલભતા રહે છે. કોઈ એક કિસ્સામાં, માત્ર 12 સે.મી. ઊંચાઈ ધરાવતાં એક નાના સગુઆરોના મૂળિયાનું માળખું 2 મીટરના વિસ્તારમાં ફેલાયેલું હોય છે, પરંતુ એકપણ મૂળિયાની ઊંડાઈ 10 સે.મી.થી વધારે નથી.[૮] મોટાં સ્તંભીય કેક્ટસ પણ પ્રાથમિક રીતે સ્થિર થવા માટે તેમજ ઊંડા પાણીને ખેંચવા અને ખનીજ મેળવવા માટે ખીલા મૂળ વિકસિત કરે છે.[૮]
શિરાંતરાલ કેક્ટસનું વિશિષ્ટ લક્ષણ છે. શિરાંતરાલ 15 મી.મી સુધીનો વ્યાસ ધરાવતી ગાદી આકારની દેખાય છે, અને તે પાનના કોણમાં બે વિરુદ્ધ અંકુરથી બનેલો હોય છે[સંદર્ભ આપો]. ઉપરનું અંકુર ઝાડ પર બેઠેલાં ફૂલ કે બાજુમાં નીકળેલાં ફણગામાં વિકસિત થાય છે, જ્યારે નાનું અંકુર કાંટામાં વિકસે છે. શિરાંતરાલના બે અંકુરો એકબીજાથી ખૂબ નજીક પણ હોઈ શકે છે અને કેટલાંક સેન્ટિમીટરથી જુદાં પણ હોઈ શકે છે.
અન્ય કાંટાદાર છોડની જેમ જ, કેક્ટસ તેનામાં થતા પાણીના ઘટાડાને ક્રૉસ્સ્યુલેશિયન એસિડની ચયાપચયની ક્રિયા વડે ત્વચાના વરાળમાંથી તેને બહાર કાઢીને સમતુલિત કરે છે.[૮] અહીં, આ ક્રિયા દિવસ દરમ્યાન જ્યારે ફૉટોસિન્થેસિસની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે નથી થતી, પરંતુ રાતના સમયે થતી હોય છે. છોડ, રાત સુધી રાસાયણિક રીતે મૅલિક એસિડની સાથે, કાર્બન ડાયૉક્સાઈડ એકત્રિત કરે છે. કેમ કે, ત્વચાના રંધ્રોમાંથી નીકળવાની ક્રિયા ઠંડક ધરાવતાં, રાતના ભેજવાળા વાતાવરણમાં જ શક્ય બને છે, જેથી આ પ્રક્રિયાના સમયે પાણીનો ઘટાડો નિયંત્રણમાં રહે છે.
પ્રજનનક્ષમ પરિસ્થિતિ વિજ્ઞાન
[ફેરફાર કરો]કેક્ટસના કેટલાંક ફૂલો એક લાંબી નળી (30 સે.મી. સુધી) બનાવતા હોય છે જેથી માત્ર કેટલીક ચોક્કસ પ્રજાતિના પતંગિયા જ તેનાં પરાગ સુધી પહોંચી શકે, અને તેનાથી પરાગકણ દ્વારા ફૂલનું પુનરુત્પાદન થઈ શકે. તેમાં ચામાચીડિયા, હમ્મીંગબર્ડ અને મધમાખીઓ માટેની પણ કેટલીક વિશેષતાઓ રહેલી છે. ફૂલ ખીલવાનો સમયગાળો પણ સતત બદલાતો રહે છે. કેટલાંક ફૂલો, જેમ કે સેલેનીસેરિયસ ગ્રેંડીફેરસ (રાતરાણી ), માત્ર રાત્રે બે કલાક માટે ખીલેલા રહે છે, જ્યારે અન્ય પ્રજાતિઓ આખું સપ્તાહ ફૂલ આપતાં રહે છે. મોટા ભાગનાં કેક્ટસ સ્વત: અસંગત હોય છે, અને એટલે તેમને પરાગના ઉત્પાદનની જરૂર રહે છે. મોટાભાગના કેક્ટસ સ્વયં-અક્ષમ હોય છે, અને આથી પરાગરજની જરૂર હોય છે. કેટલાંક ઑટોગેમસ હોય છે અને પોતાની રીતે પરાગ ઉત્પન્ન કરી લેતાં હોય છે. ફ્રૈલિઆ નામની પ્રજાતિ કેટલાંક અપવાદરૂપ પરિસ્થિતિઓમાં તેના ફૂલોને સંપૂર્ણ ખોલે છે; તે પોતાની મેળે જ પરાગ ઉત્પન્ન કરી લે છે કે અન્યોને પોતાના ફૂલો બંદ રાખીને (“ક્લિસ્ટોગામી”) પરાગ ઉત્પન્ન કરાવે છે. ફૂલ જાતે પણ વિકસિત થવાની પ્રક્રિયામાં જોડાય છે: અંડ કોષ એ કાંટાઓ, રેસાંઓ અને છારીથી સ્વત: જ રક્ષિત રહે છે. બીજની રચના ખૂબ જ ઉત્પાદક હોય છે, અને ફળો મોટા ભાગે દળદાર, સ્વાદિષ્ટ અને રંગીન હોય છે. બકરીઓ, પક્ષીઓ, કીડીઓ, ઉંદર અને ચામાચીડિયા બીજના વિસ્તરણમાં પોતાનો ફાળો આપે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]એઝટેક સભ્યતાના અવશેષોમાં, પ્રાપ્ત થતાં ઘણા ચિત્રો, મૂર્તિઓ તેમજ રેખાંકનોમાં કેક્ટસ જેવાં છોડ જોવા મળે છે જેમાં એકિનોકેક્ટસ ગ્રુસોની ને મળતાં આવતાં ઘણા બધા ઉલ્લેખો જોવા મળે છે. ટેર્નોક્ટીત્લન(મેક્સિકો સિટીનું જૂનું નામ) અર્થાત્ “પવિત્ર કેક્ટસની જગ્યા”. આજના સમયમાં પણ કોટ ઓફ આર્મસ ઓફ મેક્સિકો એક સમડીને કેક્ટસ પર બેસેલી દર્શાવે છે, જેનાં મોં માં એક સાપ પકડેલો છે, આ એક એવી છબી છે જે એઝ્ટેકની માન્યતાઓમાં કેન્દ્ર સ્થાને છે.[૯]
ક્રિસ્ટોફર કોલંબસ સૌ પ્રથમ કેક્ટસ – મૅલોકેક્ટસ યુરોપ લઈ આવ્યો હતો.
ઉપયોગો
[ફેરફાર કરો]કેક્ટસ, દુનિયાભરમાં લોકો દ્વારા ઉગાડવામાં આવે છે, અને સામાન્યપણે એક ઘર-છોડ, કે પછી મોટાં બગીચાઓમાં ઉષ્ણ વાતાવરણમાં સજાવટ તરીકે જોવા મળે છે. શુષ્ક વિસ્તારો અથવા પથરાળ પ્રદેશોમાં તે જેરીફાયટીક (સૂકા) બગીચાઓનો ભાગ બનાવે છે. કેટલાંક દેશો, જેમ કે ઑસ્ટ્રેલિયાના ઘણાં શહેરો પાણીની અછત ધરાવે છે, અને એટલે પાણીના અભાવમાં ઉગી શકતાં છોડ-ફૂલની લોકપ્રિયતા વધતી જાય છે. સંખ્યાબંધ પ્રજાતિઓને ઉગાડવામાં આવી રહી છે, જેમાં અન્ય ઘણી જાતિઓની સાથે એકિનોપ્સિસ , મામિલ્લારિયા અને સેરિયસ નો પણ સમાવેશ થાય છે.
જે વિસ્તારોમાં કુદરતી સાધન સામગ્રીની કે સ્થાયી વાડ બનાવવા માટે નાણાકીય સાધનોની અછત હોય ત્યાં કેક્ટસનો ઉપયોગ વાડ બનાવવાની સામગ્રી તરીકે કરવામાં આવે છે. આવું મોટ ભાગે સૂકા અને ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે, જેમ કે કેન્યામાં મસાઈ મારા વિસ્તાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આને કેક્ટસની વાડ તરીકે ઓળખવામાં આવે છે. કેક્ટસની વાડનો ઉપયોગ મુખ્યત્વે ઘર-માલિક અને લેંડસ્કેપિંગ કરતાં આર્કિટેક્ટ્સ દ્વારા ઘરની સુરક્ષા માટે કરવામાં આવે છે. કેક્ટસના તીક્ષ્ણ કાંટાઓ અવાંછિત લોકોને ખાનગી મિલકતમાં પ્રવેશતા અટકાવે છે, અને જો બારીઓ પાસે કે ગટરની પાઈપો પાસે લગાવવામાં આવે તો ચોરને અંદર પેસતાં પણ રોકી શકે છે.
કેક્ટસની ઘણી પ્રજાતિઓના વ્યાવસાયિક ઉપયોગ પણ છે; કેટલાંક કેક્ટસ ખાદ્ય ફળ પણ ધરાવે છે, જેમ કે પ્રિક્લી પિઅર અને હાઈલોસેરિયસ , જે ડ્રેગન ફ્રુટ કે પિતાયાનું ઉત્પાદન કરે છે. ખાવા લાયક કેક્ટસ, કે નોપલ, મેક્સિકોમાં દર વર્ષે 150 મિલિયન ડોલરનો ઉદ્યોગ ધરાવે છે અને લગભગ 10,000 ખેડૂતો તેનું વાવેતર કરે છે.[૧૦] ઑપુંશિઆ નો પણ ઉપયોગ મધ્ય અમેરિકામાં એક જાતનાં સુકાયેલાં કોચિનેલ (કિરમજ) બનાવવામાં થાય છે. ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં સુકાયેલાં કે મૃત પિલ્લર કેક્ટસના લાકડાનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવે છે. કેટલાંક કેક્ટસ દવા ઉદ્યોગ માટે પણ મહત્વના છે.
પેયોટ, લોફોફોરા વિલિયમ્સી , એક જાણીતું સાઈકોએક્ટીવ એજન્ટ છે જેનો ઉપયોગ દક્ષિણ-પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા અમેરિકાના મૂળ નિવાસીઓ કરે છે. એકિનોપ્સિસ ની કેટલીક પ્રજાતિઓ પણ સાઈકોએક્ટિવ ગુણ-ધર્મ ધરાવે છે. ઉદાહરણ તરીકે, સાનપેડ્રો કેક્ટસ, એક સામાન્ય નમૂનો કે જે ઘણા બાગયતી કેન્દ્રોમાં મળે છે, પોતાની મેસ્કેલાઈન ધારણશક્તિ માટે જાણીતો છે.
કેટલીક પ્રજાતિઓ હવે જોખમમાં આવી ગઈ છે કેમ કે સજાવટના છોડ તરીકે વેચાણ માટે તેને બહુ મોટા પ્રમાણમાં કાપવામાં આવે છે. બધાં જ પ્રકારના છોડને કન્વેન્શન ઑન ઇન્ટરનેશનલ ટ્રેડ ઈન એંડેંજર્ડ સ્પીસીઝ ઑફ વાઈલ્ડ ફૌના એન્ડ ફ્લોરા દ્વારા આવરી લેવામાં આવ્યાં છે, જેમાં પરિષિષ્ઠ 1 માં તેનો સમાવેશ કરીને તેને સંપૂર્ણ રીતે સુરક્ષા હેઠળ મૂકવામાં આવ્યાં છે.
નામની વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]કેક્ટસ શબ્દ ગ્રીક ભાષાના શબ્દ κάκτος કાક્ટોસ લેટિનના મધ્યમથી ઉદભવ્યો છે, જે કાર્દૂન(સાઈનારા કાર્ડુનક્યુલસ ) સંદર્ભ સૂચવે છે. લિન્નિયસ દ્વારા 1753માં – ગેનુસ- આ નામ માટે સૂચન કરવામાં આવ્યું હતું જેને તે કેક્ટસ કહેતો હતો, જેને બાદમાં એક પ્રજાતિ પરિવાર તરીકે , કૈક્ટેસી , પુનર્સંસ્થાપિત કરવામાં આવ્યો અને પછી તેના વધારે માત્રામાં ગેનેરા તરીકે પેટા વિભાજન કરવામાં આવ્યાં.[૧૧] કેકટસ , જેનું લેટિન ભાષામાં બહુવચન કેક્ટી , ગ્રીકમાં બહુવચન કેક્ટોઈ અને તે અરૂપાંતરિત રીતે અંગ્રેજી ભાષામાં બહુવચનમાં કેક્ટસ તરીકે ઉપયોગમં લેવાય છે.[૧૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- પાંદડાવાળા છોડના રોગની સૂચિ (કૈક્ટેસી)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ પી.એસ.નૉબેલ. 1988. એનવાયર્ન્મેંટલ બાયોલોજી ઑફ ઍગેવ્સ એન્ડ કૈક્ટી. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, ન્યૂયોર્ક.
- ↑ પી.એસ.નૉબેલ. 1994. રીમાર્કેબલ ઍગેવ્સ્ એન્ડ કૈક્ટી. ઑક્ષફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, ન્યૂયોર્ક.166 પીપી. સ્પેનિશ ટ્રાંસલેશન બાય ઈ.ગાર્શિયા મોયા. 1998. લૉસ ઇનકમ્પેરેબલ્સ ઍગેવ્સ વાય કેક્ટોસ એડીટોરિઅલ ટ્રીલ્લાસ, મેક્સિકો સિટી.
- ↑ પી.એસ.નૉબેલ. 2010. ડેઝર્ટ વિઝડમ/ઍગેવ્સ એન્ડ કૈક્ટી: CO2, વૉટર, ક્લાઈમેટ ચેન્જ. આઈયુનિવર્સ, બ્લુમિંગટન, આઈએન.
- ↑ સલાક, એમ. (2000). ઈન સર્ચ ઑફ ધ ટૉલેસ્ટ કેક્ટસ. કેક્ટસ એન્ડ સક્યુલેન્ટ જર્નલ 72 (3).
- ↑ "મૌસેઠ કેક્ટસ રિસર્ચ : બ્લોસ્સ્ફેલ્ડિઆ લિલિપુટિઆના". મૂળ માંથી 2012-01-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-23.
- ↑ કૈક્ટી કેવી રીતે વિકસિત થાય છે?
- ↑ [આર્થર સી. ગિબ્સન, પાર્ક એસ.નૉબેલ. 1990. ધ કેક્ટસ પ્રાઈમર. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ "Dડેલહાઉઝી યુનિવર્સિટી: બાયોલોજી ઑફ કૈક્ટી". મૂળ માંથી 2012-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-23.
- ↑ "The Awesome Aztecs for Kids - Place of the Prickly Pear Cactus". Aztecs.mrdonn.org. મેળવેલ 2010-05-22.
- ↑ Frank Jack Daniel (2007-02-19). "Cactus-eating moth threatens favorite Mexican food". Reuters. મેળવેલ 2010-05-22.
- ↑ ઑક્ષફોર્ડ ઈંગ્લિશ ડિક્ષનરી , એસ.વી. "કેક્ટસ", http://dictionary.oed.com/cgi/entry/50030958.
- ↑ મેરિયમ-વેબ્સ્ટર્સ ઑનલાઈન ડિક્ષનરી , એસ.વી. "કેક્ટસ", http://www.merriam-webster.com/dictionary/cactus.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]DMOZ પર થોર