દયારામ પટેલ

વિકિપીડિયામાંથી
દયારામ પટેલ
જન્મની વિગતજુલાઈ ૧૨, ૧૯૧૭
વણેસા, બારડોલી,ગુજરાત, ભારત
મૃત્યુની વિગતમાર્ચ ૧૧ ૧૯૮૩
બારડોલી,ગુજરાત, ભારત
રહેઠાણબારડોલી
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામદયારામકાકા
નાગરીકતાભારતીય
અભ્યાસપી.એચ.ડી.(વિસ્કોન્સિન) યુ.એસ.એ.;
વ્યવસાયએમ.ડી. – બા.સુ.ફે. (૧૯૫૫-૮૩)
સક્રિય વર્ષ૨૮
વતનબારાસડી
ધર્મહિન્દુ
જીવનસાથીડો. કલાબેન પટેલ.
સંતાનડો. અપૂર્વ પટેલ, ડો. ઉર્વી પટેલ.


ડો. દયારામ કે પટેલ (અંગ્રેજી : Dr. Dayaram K. Patel) ને ભારતના ખાંડ ઉદ્યોગના પ્રણેતા અને ભીષ્મપિતામહ અને દક્ષિણ ગુજરાતમાં હરિયાળી ક્રાંતિના સર્જક તરીકે યાદ કરાય છે.

જન્મ અને શૈક્ષણિક લાયકાત[ફેરફાર કરો]

દયારામ કુંવરજીભાઈ પટેલ નો જન્મ ૧૨ જુલાઈ ૧૯૧૭ ના રોજ બારડોલીથી ૫ કિમી દુર આવેલા વણેસા ગામે માધ્યમવર્ગીય પટેલ ખેડૂત ત્યાં થયો હતો. તેઓએ મુંબઈ યુનીવર્સીટી માંથી બી.એસ.સી. અને એમ.એસ.સી.ની ઉપાધીઓ ઉચ્ચ ગુણવત્તા સાથે મેળવી. અભ્યાસકાળ દરિમયાન આર્થિક સ્થિતિ વિષમ હોવાથી સ્વપરીશ્રમથી મેળવેલી શિષ્યવૃત્તિમાંથી નક્કી કરેલ રકમ નિયત સમયે અચૂક ઘરે મોકલતા. આ પછી અમેરિકાની વિસ્કોન્સિત યુનીવર્સીટીમાંથી પી.એચ.ડી.ના વિષયોમાં વિશેષ તજજ્ઞતા પ્રાપ્ત કરી ઉપાધી મેળવી. ત્યારબાદ તેઓ નવી દિલ્હીની આઈ.એ.આર.આઈ નું અને અમેરિકાની સિગ્મા ઈલેવનનું મોઘેરું સભ્યપદ મેળવવામાં સહભાગી બન્યા હતા.

સરકારી નોકરી[ફેરફાર કરો]

ડો.દયારામભાઈ ઈ.સ. ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી વડોદરામાં સહાયક એગ્રીકલ્ચર કેમિસ્ટ તરીકે ફરજ નિભાવી, ત્યારબાદ ઈ.સ. ૧૯૪૭ થી ૧૯૫૧ દરમ્યાન વડોદરા રાજ્યના અધિકારી તરીકે એમને અમેરિકા ખાતે વધુ અભ્યાસ કરવા મોકલવામાં આવ્યા. ઈ.સ. ૧૯૫૧ થી ૧૯૫૫ દરિમયાન જુના મુંબઈ રાજ્યના પાડેગાંવની સુગર કેઈન રીસર્ચ સ્ટેશન સંસ્થામાં જમીનના ભૌતિક ગુણોના નિષ્ણાત (Soil Physicist) તરીકે અને પછી સુગર કેઈન વિશેષજ્ઞ તરીકે સેવાઓ આપી.

બારડોલી સુગર ફેકટરીમાં યોગદાન[ફેરફાર કરો]

મુખ્ય લેખ : બારડોલી સુગર ફેકટરી.

બારડોલી પ્રદેશના અગ્રણીઓ ગોપાળદાદા અને નારણજીભાઈ લાલભાઈ પટેલની આગેવાની હેઠળ બારડોલીના સહકારી અને સામાજિક કાર્યકરોએ અને જાગૃત ખેડૂતોએ સહકારી ધોરણે ખાંડ બનવાનું કારખાનું શરૂ કરવાની કાર્યવાહી ૧૯૫૪માં મક્કમ નિર્ધાર સાથે કરી. આથી ઈ.સ. ૧૯૫૫માં મુંબઈ રાજ્ય સરકારે ડો. દયારામભાઈ પટેલને શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.; બાબેન-બારડોલીના મેનેજીંગ ડાયરેકટર તરીકે લોન સર્વિસ પર આપેલ અને ખાંડ કારખાનાનો પરવાનો પણ આપ્યો. ૧૯૫૫માં મંડળી રજીસ્ટર કરી પશ્ચિમ જર્મની ની Buckau Wolf કંપની સાથે કરાર કરી રૂ. ૪૭ લાખમાં દૈનિક ૮૦૦ ટન શેરડી પીલી ખાંડ બનાવે એવી મશીનરીનો ઓર્ડર આપ્યો.

ઈ.સ. ૧૯૫૭ કારખાનાની શરૂઆત બાદ ડો. દયારામભાઈએ પોતની આગવી કુનેહ, વહીવટી ચતુરાઈ, દીર્ઘદ્રષ્ટી સાથે બધા સભાસદો અને ખેડૂતોનો વિશ્વાસ અને સહકાર મેળવી ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે ૨૮ વર્ષના ગાળામાં બ.સુ.ફે.ને વિકાસની હરણફાળ ભરતું કરી દેશનું મોટામાં મોટું દૈનિક ૭૦૦૦ ટન શેરડી પીલવાની ક્ષમતા ધરાવતા ખાંડના કારખાનામાં ૯૦૦૦ થી ૯૫૦૦ ટન શેરડી પીલવાની ક્ષમતા ધરાવનારી કરી.

ગુજરાત ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે યોગદાન[ફેરફાર કરો]

ગુજરાત રાજ્યમાં સંખ્યાબંધ ખાંડના કારખાનાઓની સ્થાપનાઓમાં એમનો સિહફાળો છે. બારડોલી ખાંડના કારખાનાના વિકાસ સાથે તેની શાખાઓ તરીકે મઢી અને ચલથાણ સુગર ફેકટરી ઊભી કરી, ગણદેવીનું જુનું ગોળનું કારખાનું નવા ખાંડના કારખાનામાં પલટાવ્યું. ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં પંદર ખાંડના કારખાના ઉભા કર્યા. મઢી, ચલથાણ અને મરોલી સુગર ફેક્ટરીના આધસ્થાપક, પ્રવર્તક અને શરૂઆતના વર્ષોમાં માનદ મેનેજીંગ ડાયરેક્ટર તરકે સેવા આપી અને મરોલી સુગર ફેકટરીના તેઓ ૧૯૮૩ સુધી માનદ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે રહ્યા. આ સમયે તેમણે ગુજરાતના જિલ્લા મુજબ ૨૬ ખાંડ કારખાનાઓ શરુ કરી શકવાની શક્યાતાઓ દર્શાવેલી. તેમણે સહકારી ધોરણે ગુજરાતભરમાં સંખ્યાબંધ ખાંડ કારખાનાઓ સ્થાપવામાં અગ્રેસર રહીને ૧૯૬૧માં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ સ્થાપી તેના માનદ મેનેજીંગ ડાયરેક્ટર તરીકે જીવનપર્યંત સુધી રહી સંઘનો વહીવટ કરકસરયુક્ત રીતે કર્યો હતો. પોતાની અણીશુદ્ધ પ્રમાણિકતા, નિષ્ઠા અને હકારત્મક અભિગમ તથા કુશળ વહીવટી આવડતને કારણે ભારતભરના ૪૧ જેટલા ખાંડના કારખાના સ્થાપવામાં અગ્રેસર રહી મોટી જવાબદારીઓ અદા કરી.

વિવિધ ક્ષેત્રે યોગદાન[ફેરફાર કરો]

ડો.દયારામભાઈ ૧૯૫૫થી બારડોલી સુગર ફેક્ટરીના મેનેજીંગ ડાયરેક્ટર તરીકેની મોટી જવાબદારી સાથેસાથે વિવિધ ક્ષેત્રે પોતાનું કાર્યક્ષેત્ર વધાર્યું. નેશનલ ફેડરેશન ઓફ કો.ઓ. સુગર ફેક્ટરીઝ લી., નવી દિલ્હીના વર્ષોસુધી વાઈસ પ્રેસિડેન્ટ અને ઇન્ડિયન સુગર ઇન્ડસ્ટ્રી એક્ષ્પોર્ટ કોર્પોરેશન લી. નવી દિલ્હીના સભ્ય રહ્યા હતા. એ જ રીતે દિલ્હીની એન.સી.યુ.આઈ. ના ડેલીગેટ, ઇન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સભ્ય વગેરે અનેકવિધ હોદ્દાઓ તેમણે ખુબજ જવાબદારીથી સાંભળીયા હતા, કેળવણી ક્ષેત્રની ૧૦ સંસ્થાઓ, સહકારી ક્ષેત્રે ૧૩ સંસ્થાઓ અને અન્ય ક્ષેત્રોની ૨૧ જેટલી સંસ્થાઓમાં ફરજો અને જવાબદારીઓ અદા કરી સેવા આપી.

ખાંડના ઉદ્યોગના વિકાસ ઉપરાંત અન્ય ક્ષેત્રો જેવાકે અમેરિકાની એસીડીક જમીનને આલ્કાલાઈન બનાવવાની શોધ, મીઠાપુરના મીઠા પાણીના પ્રશ્નનું નિરાકરણ તથા વાન્સીબોરસી જેવા કુદરતી બંદરને સહકારી ધોરણે વિકસાવી દેશને હુંડીયામણ રળી આપવાની યોજના, શેરડીની આંખમાંથી પીલા ઉગાડી ધરૂ બનાવી શેરડી વાવેતરમાં ટનબંધી શેરડી બનવાની યુક્તિ વિગેરે એમની અનોખી બુદ્ધિમતાના ઉદાહરણો છે. સુગર તકનીક માટે આંતરાષ્ટ્રીય સેમીનારમાં ભાગ લેવા અમેરિકા, મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકા, દક્ષિણ અમેરિકા ના પેરૂ-લીમા, આર્જેન્ટીના, વેનીઝુએલા તથા મરેશિયેશ, ક્યુબા હવાઈ ટાપુઓ વગેરે દેશોમાં અનેકવાર મુસાફરી કરી તથા યુરોપના વિવિધ દેશો ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટલી, સ્વીઝરલેન્ડ વગેરે દેશો વારંવાર પહોચેલા.

જન્મભૂમી સાથે લગાવ[ફેરફાર કરો]

એમના હૈયે રાષ્ટ્રીય અને જન્મભૂમિના ઋણને અદા કરવાની લાગણીમાં તેમણે તેમને મળેલ પ્રલોભનો જેવાકે તેમના પ્રિય પ્રોફેસર ટુઓંગે અમેરિકામાં સ્થાયી થયી પ્લાન્ટ ન્યુટ્રેશન પર શોધખોળ કરી આંતરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરવાની દ્રષ્ટી આપેલી પણ તેઓએ ટાળેલી. મુંબઈ રાજ્યમાં જોઈન્ટ રજીસ્ટ્રાર બનાવી આઈ.એ.એસ. અધિકારી બનવાનું તેડું પણ તેઓએ ટાળેલું. ભારતના જાહેરક્ષેત્ર નું ખોટમાં જતું ભિલાઈનું લોખંડનું મોટું કારખાનું ચલાવવા ત્યારના રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલીમહમદે હજારો રૂપિયાના પગાર અને અનેક સુવિધા સહિતની નોકરી માટે નિમંત્રણ આપેલું પણ તેનો સપ્રેમ અસ્વીકાર કરેલો. ભારત દેશના પ્રધાનમંત્રી માં.શ્રી.મોરારજી દેસાઈએ રાજ્યસભામાં ખેતી, સહકાર કે ઉદ્યોગના એક પ્રધાનની જવાબદારી લેવા કહ્યું ત્યારે તેમને પણ નન્નો ભર્યો હતો.

જીવનશૈલી[ફેરફાર કરો]

ડો. દયારામભાઈએ પાશ્ચત્ય શિક્ષણ મેળવ્યું હોવા છતાં એમણે અત્યંત સાદું અને સાત્વિક જીવન સ્વીકાર્યું હતું. તેમના જીવનના મુખ્ય સુત્રો નીચે મુજબના હતા.

  1. ઓ ભગવાન, તું મારો માર્ગદર્શક બન,
  2. એકલો જાને રે.
  3. કાર્ય સાધયામી, દેહ પાતયામી.
  4. ઉતિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વશનૂ નિબોધત
  5. સત્ય બોલો, અસત્યનો સામનો કરો અને અન્યાય ને પડકારો.
  6. પાઈ પાઈ નો હિસાબ રાખો, દેશની મિલકતને વેડફવાનો કે નાશ કરવાનો કોઈને અધિકાર નથી.
  7. કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા બે પ્રશ્ન પૂછો. (૧) તે જરૂરી છે ? (૨) તેના વગર ચલાવી શકાય ખરૂ ? અને બીજા પ્રશ્નનો જવાબ હા હોયતો સંતોષ સાથે અપરિગ્રહનું આચરણ થશે.

સામાજિક ક્ષેત્રે યોગદાન[ફેરફાર કરો]

સમાજ સેવા અને સહકારી પ્રવૃતિની શરૂઆત ડો. દયારામભાઈએ તેમના કોલેજકાળ દરિમયાન ઈ.સ. ૧૯૪૨માં પોતાના વતન વણેસા ગામે ભારતનું સર્વપ્રથમ સહકારી દવાખાનું અને સહકારી ખરીદ વેચાણ સંઘ શરૂ કરેલા.

બારડોલી પ્રદેશની આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજો, કન્યા વિદ્યાલય-અસ્તાન તથા સરદાર સ્મારક હોસ્પિટલની સ્થાપના અને સંચાલનમાં તેમણે અમુલ્ય સિહફાળો આપ્યો હતો. ઈ.સ. ૧૯૭૪માં ગુજરાતમાં ચાલેલા નવનિર્માણ આંદોલનમાં લોક સંઘર્ષ સમિતિના સભ્યપદે રહી એમણે લોકશાહીને રૂધનાર પરિબળનો સજાગપણે સામનો કર્યો. ત્યારની અન્યાયી ગુજરાત સરકારના ફરજીયાત ડાંગર લેવી કાયદો તથા લાઘુતમ વેતન ધારા સામે અડીખમ માથું ઉચકી મજબૂત સંગઠન જમાવી, ગુજરાતની તમામ જેલો પોટલા સ્ત્યગ્રાહી ભાઈઓ અને બહેનોથી ભરી બતાવી. આ અજોડ ચળવળથી સરકારે અકળાઈને ડો. દયારામભાઈ પટેલને તા. ૦૨ જાન્યુઆરી ૧૯૭૪ના દિને જેલમાં ધકેલી દીધા હતા. ઈ.સ. ૧૯૭૨ થી ૧૯૮૨ સુધી તેઓ ખેડૂત સંગઠનના મુખપત્ર “ખેડૂતવાણી” ના તંત્રીપદે રહીને તેનું સફળ સંચાલન કર્યું.

ડો. દયારામભાઈના કાર્યોને બિરદાવવા અને તેમનું સમ્માન કરવા બારડોલીની પ્રજા અનેક વખતે આતુર હતી પણ તેમની સાદગી અને તેઓના આવા કાર્યક્રમો પ્રત્યેના રોષને જોતા તે વિચાર અમલમાં મુકાતો નહિ. છતાં તેમને સમ્માનવાનો કાર્યક્રમ તા. ૧૪ જુન ૧૯૮૨ ના રોજ રાખવાનો નિર્ણય તેમની સંમતી વિના કરાયો જેમાં દેશના નામી મહાનુભાવો, ઋષિઓ અને લોકમેદની વચ્ચે તેમેને સત્કારી સન્માન કર્યું. તેમને રૂ. ૧૧૦૦૦૦૦/- ની સન્માન થેલી આપવવામાં આવી જેમાં તેમને રૂ. ૧૧૧૧૧/- ઉમેરી રાષ્ટ્રના ચરિત્ય નિર્માણમાં અર્પણ કર્યા.

લગ્નજીવન અને બાળકો[ફેરફાર કરો]

ડો. દયારામભાઈ પટેલ ના લગ્ન ડો. કલાબેન પટેલ જોડે થયા તે થકી તેમને બે બાળકો ડો. અપૂર્વ પટેલ અને ડો. શ્રીમતી ઉર્વી દેસાઈ છે. તેમન પુત્ર રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક વિજેતા છે અને અણુવિજ્ઞાનના નિષ્ણાત છે અને પુત્રી ડો. ઉર્વી દેસાઈ બારડોલીમાં જનતા હોસ્પિટલ ચલાવી સમાજ સેવી કાર્યો કરી રહેલ છે.

દેહાંત અને શ્રદ્ધાંજલિ[ફેરફાર કરો]

ભવિષ્યની કોઈ ચિંતાએ એમને સતાવ્યા નહિ અને ભૂતકાળને સંભારી દુખી પણ થયા નહિ. જીવનના છેલ્લા ત્રણ દિવસોમાં નિરંતર ભગવાન શ્રીરામને યાદ કરતા રહી તા. ૧૧ માર્ચ ૧૯૮૩એ પોતાની શાશ્વત કર્મનિષ્ઠ સેવા-સુવાસ છોડી કાલગર્ભમાં વિલીન થઇ ગયા.

મા. માજી વડાપ્રધાન શ્રી. મોરારજીભાઈ દેસાઈએ એમને શ્રદ્ધાંજલિ આપતા જણાવેલ કે,

દુનિયામાં ઘણા થોડા માણસો પોતાના ટુંકા એવા જીવનકાળમાં અનેક ક્ષેત્રોમાં ઘણુબધું કામ આદર્શ રીતે પુરૂ કરી શકે એવી થોડી વ્યક્તિઓમાંના ડો. દયારામભાઈ પટેલ એક હતા. એમણે ઊભી કરેલી સંસ્થાઓ સ્વતંત્ર ભારતના અદભૂત સ્મારકો છે. એમની ગેરહાજરીમાં એમના કાર્યો જેવા અન્ય નવા કુશળ કાર્યો લોકો ઉભા ના કરી શકે તેનો વાંધો નથી. પરંતુ કેવળ એમને સ્થાપેલી અનેક સંસ્થાઓ એમના માર્ગે આદર્શ રીતે ચોખ્ખો કરકસરયુક્ત, કાર્યક્ષમ વહીવટ પૂરો પાડી ચાલુ રહી શકે તો એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.