દાઢી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દાઢીધારી સાધુમહારાજ હરદ્વાર ખાતે


પુરુષના મુખ પર ગાલ પ્રદેશ તથા ડોક પર ઉગતા વાળના સમુહને દાઢી તરીકે ઓળખવામાં આવે છે. દાઢી પુરુષોના ચહેરાની પ્રતિભા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. દાઢીના અભ્યાસ ને અંગ્રેજીમાં પોગ્નોલોજી (pogonology) કહે છે, જેના પ્રમાણે વાળના રંગ, લંબાઇ, ઘાટીલાપણું તેમ જ વિસ્તારના આધારે અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલ છે. જગતના બધા જ વિસ્તારોમાં રહેતા લોકોમાં દેખાવની બાબતે દાઢી મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં પણ પૌરાણિક કાળથી દાઢી ધરાવતા મુનિઓ અને રાજવીઓનાં વર્ણન તેમ જ ચિત્રો જોવા મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]