દાતરડું
Appearance
દાતરડું (અંગ્રેજી:sickle) એ હાથ વડે પકડીને પાક અને ઘાસ વગેરે કાપવામાં કામ આવતું એક કૃષિ સાધન છે .
બનાવટ
[ફેરફાર કરો]દાતરડાંનું પાનું વક્રાકાર (curved) હોય છે. આ વક્રાકાર પાનાના આંતરિક ભાગ પર તીક્ષ્ણ ધાર હોય છે, જેના વડે પાકના આધારની વિરુદ્ધ દિશામાં ખેંચી/ચલાવી પાક કાપી શકાય છે. કાપવાના પાકને એક હાથમાં મુઠ્ઠી વડે પકડીને અન્ય હાથ વડે એવી રીતે ખેંચવામાં આવે છે, કે જેના કારણે પકડેલી વસ્તુ તેના આધારમાંથી કપાય જાય છે.