મેકણ દાદા

વિકિપીડિયામાંથી
(દાદા મેકરણ થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
મેકણ દાદા
જન્મ૧૬૬૬
ખોભંડી, કચ્છ જિલ્લો
મૃત્યુ૧૭૨૯
ધ્રંગ, કચ્છ જિલ્લો
વ્યવસાયહિંદુ સંત, ધાર્મિક ગુરૂ
માતા-પિતાહરગોપાલજી, પંતાબાઈ

મેકણ દાદા અથવા મેકરણ દાદા (સને. ૧૬૬૬-૧૭૨૯ - વિક્રમ સંવત ૧૭૨૦-૧૭૮૬) એ કચ્છના કબીર તરીકે ઓળખાતા એક કાપડી સંત થઈ ગયાં. સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓની રચના કરી છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ કચ્છ જિલ્લાના ખોભંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હરગોપાલજી તથા માતાનું નામ પંતાબાઈ હતું. ૧૨ વર્ષની ઉંમરે જ તેમણે સાધુ તરીકે દીક્ષા લીધી હતી . તેમનું બાળપણનું નામ મોકાયજી હતું, દીક્ષા લીધા બાદ તે મેંકણ કે મેંકરણ કરાયું હતું. તેઓ પ્રાયઃ પોતાના ખભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યાં તરસ્યા લોકોને ભોજન તથા જળ પીવડાવતાં તેમની સાથે પ્રાયઃ એક 'લાલીયો' નામક ગધેડો અને 'મોતિયો' નામક કૂતરો રહેતાં. તેમણે તેમના ૧૧ શિષ્યો સાથે તેમના ગામ ધ્રંગમાં સમાધિ લીધી હતી.

મેકણ દાદાનો મેળો[ફેરફાર કરો]

ધ્રંગમાં મહાશિવરાત્રીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે.[૧][૨][૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Tridiv Vaidya (૨૫ ફેબ્રુઆરી ૨૦૦૬). "All roads leads in remembrance of Mekan Dada". The Times of India. Retrieved ૨૫ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (help)
  2. "Kutch Tourism". Retrieved ૨૫ જૂૂન ૨૦૧૬. Check date values in: |accessdate= (help)
  3. "Festival". Retrieved ૨૫ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate= (help)
  4. "State Events: Guajarat: Dharang Fair". Zee News. Retrieved ૨૫ જૂન ૨૦૧૬. Check date values in: |accessdate= (help)
વિકિસ્રોત
વિકિસ્રોતમાં મેકણ દાદાને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.