લખાણ પર જાઓ

મેકણ દાદા

વિકિપીડિયામાંથી
મેકણ દાદા
જન્મની વિગત૧૬૬૬
ખોભંડી, કચ્છ
મૃત્યુ૧૭૨૯
વ્યવસાયહિંદુ સંત, ધાર્મિક ગુરૂ
માતા-પિતાહળદોરજી, ફાયાબાઈ

મેકણ દાદા અથવા મેકરણ દાદા (વિક્રમ સંવત ૧૭૨૦-૧૭૮૬ - ઇસ. ૧૬૬૬-૧૭૨૯) એ કચ્છના કબીર તરીકે ઓળખાતા એક કાપડી સંત હતા. સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓની રચના કરી છે.

તેમનો જન્મ કચ્છ જિલ્લાના ખોભંડી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હળદોરજી અને માતાનું નામ ફાયાબાઈ હતું, તેમનું બાળપણનું નામ મેકોજી હતું જે તેમની માતાએ પાડ્યું હતું[]. ૧૨ વર્ષની ઉંમરે જ તેમણે સાધુ તરીકે દીક્ષા લીધી હતી, દીક્ષા લીધા બાદ તે મેકણ કે મેકરણ કરાયું હતું. તેઓ હંમેશા પોતાના ખભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યાંતરસ્યાં લોકોને પૂરું પાડતા. તેમની સાથે મોટે ભાગે એક 'લાલીયો' નામનો ગધેડો અને 'મોતિયો' નામનો કૂતરો રહેતા. તેમણે તેમના ૧૧ શિષ્યો સાથે ધ્રંગ ગામમાં સમાધિ લીધી હતી.

મેકણ દાદાનો મેળો

[ફેરફાર કરો]

ધ્રાંગમાં મહાશિવરાત્રીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે.[][][][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. પ્રા.સૂર્યકાંત ભટ્ટ. "કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૦૮ માર્ચ ૨૦૨૩. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. Tridiv Vaidya (૨૫ ફેબ્રુઆરી ૨૦૦૬). "All roads leads in remembrance of Mekan Dada". The Times of India. મૂળ માંથી 2012-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૬.
  3. "Kutch Tourism". મેળવેલ ૨૫ જૂૂન ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  4. "Festival". મૂળ માંથી 2010-04-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૬.
  5. "State Events: Guajarat: Dharang Fair". Zee News. મૂળ માંથી 2016-08-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૬.