દિવેલ
Appearance
એરંડીયું અથવા દિવેલ (Castor oil) એક વનસ્પતિ તેલ છે, જે દિવેલીના બીયાંમાંથી તેને પીલીને કાઢવામાં આવે છે. આ તેલ રંગે રંગહીનથી લઇને હલ્કા પીળા રંગનું પ્રવાહી હોય છે. આ તેલ ગંધવિહીન અને સ્વાદવિહીન હોય છે. દિવેલનો ઉપયોગ ભારતીય ઉપખંડના પરંપરાગત આરોગ્યના શાસ્ત્ર આયુર્વેદમાં ઔષધ તરીકે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ માથાના વાળ માટે પણ કરવામાં આવે છે.