લખાણ પર જાઓ

દુધીનો હલવો

વિકિપીડિયામાંથી
દૂધીનો હલવો

દૂધીનો હલવો એ એક હળવા પૌષ્ટિક મિષ્ટાન્નની શ્રેણીમાં આવતી એક મીઠાઈ છે. દૂધી, દૂધ, ખાંડ કે સાકર અને ઘી વાપરીને આ મિઠાઇને તૈયાર કરવામાં આવે છે.

કૃતિ[ફેરફાર કરો]

ઘી સહિત[ફેરફાર કરો]

 • એક કડાઈમાં ઘી લો.
 • ઘી ગરમ કરો
 • દૂધીને સીધી ઘીમાં ખમણો.
 • દૂધીનું પાણી ઉડી જાય ત્યાં સુધી તેને સાંતળો.
 • દૂધી સંતળાઇ જાય એટલે તેમાં દૂધ ઉમેરો.
 • હવે દૂધમાં દૂધીને રાંધો. સાકર ઉમેરો.
 • દૂધી રંધાઈ જાય તો બાકી વધેલું દૂધ ઉડાવી દો.
 • હલવો થાળી કે બાઉલમાં કાઢી, ગમે તો ગોળ પાપડીની જેમ દાબી દો. અને તેના પર બદામની કાતરી ઉમેરો.

ઘી રહિત[ફેરફાર કરો]

જે લોકો તબિયતના કારણે ઘી ન ખાય કે કેલેરી પ્રત્યે સજાગ હોય તેવા લોકો માટૅ ઘી વિના પણ આ હલવો બનાવી શકાય છે.

 • એક કડાઈમાં દૂધ લઈ ગરમ કરવા મૂકો.
 • દૂધીને સીધી તેમાં ખમણો.
 • દૂધીને રંધાવા દો.
 • રંધાઈ રહે તો તેમાં સાકર, ભાવતું એસેંસ ઉમેરો.
 • દૂધી રંધાઈ જાય તો બાકી વધેલું દૂધ ઉડાવી દો.
 • હલવો થાળી કે બાઉલમાં કાઢી, ગમે તો ગોળ પાપડીની જેમ દાબી દો. અને તેના પર બદામની કાતરી ઉમેરો.

નોંધ[ફેરફાર કરો]

 • દૂધી પહેલેથી ખમણી ન રાખવી કેમ કે તેમ કરતાં તે કાળી પડી જશે અને હલવો પણ દેખાવમાં સારો નહીં લાગે.

આ પણ જુઓ[ફેરફાર કરો]