દેવ ડુંગરપુરી
કવિ દેવ ડુંગરપુરી રાજસ્થાનના દલિત [૧] નાથ સંપ્રદાયના [૨] ભક્ત કવિ હતા.
જીવન
[ફેરફાર કરો]તેઓ ૧૮૫૦ની આસપાસમાં થઈ ગયા. અમુક સ્રોત ૧૯૦૦ દર્શાવે છે. જેઓ મારવાડ, રાજસ્થાનના સંત કવિ હોવાનું સ્વીકારાયું છે. તેમના ગુરૂનું નામ ભાવપૂરી હતું.[૨] રાજસ્થાનના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે. આ આશ્રમ તેમના અવસાન પછી તેમના શિષ્યોએ સ્થાપ્યો છે. પૂર્વાશ્રમમાં તેઓ જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હતા એવો પણ એક મત છે.[૩]
એક મત એવો પણ છે કે તેઓ દેવ ડુંગરપુરી એ ગોપ ગોપાલક ભરવાડ હતા આ તેમના પિતાનું નામ માવજી ભાઈ અને માતાનું નામ રૂડીબહેન હતું.[૪] દેવની નાની વયે જ તેમના પિતા અવસાન પામ્યા. દેત્રોજ નજીક અવેલો ગેબી ટિંબો તેમનું સાધના સ્થળ હતું. ડુંગરપુરી એ આખા ભારતની યાત્રા કરી હતી. તેમણે બે વખત કાવડ ભરી ગંગોત્રીના જળ વડે રામેશ્વરનો અભિષેક કર્યો હતો. એક સમયે હરીદ્વારથી પાછા ફરતા તેમની તબિયત બગડી અને તેમનો અંત સમ્ય નજીક લાગતા તેમણે પાલનપુરના અમીરગઢ ખાતે જીવતી સમાધિ લીધી હતી. આ સ્થળ નજીક ઊભી થયેલી વસાહત ડુંગરપુરા તરીકે ઓળખાય છે.[૨]
રચનાઓ
[ફેરફાર કરો]આ કવિનાં પદોમાં સદ્ગુરુમહિમા અને આધ્યાત્મિક અનુભવોનું યોગમાર્ગી પરિભાષામાં તથા રોચક શૈલીએ નિરૂપણ થયેલું છે. ઉપદેશાત્મક અને રહસ્યમયી વાણી તેમની રચનાઓનો પ્રમુખ વિષય છે. તેમની વાણીમા સચોટતા ઉભરાઈ આવે છે.[૫][૬]
આ કવિ ના અપદો હિન્દી-રાજસ્થાની ભાષામાં અને કેટલાક મિશ્ર ભાષામાં મળે છે. તેમની રચનાઓમાં ગુજરાતી પદો પાછળથી દાખલ થયા હોવાનો મત છે.[૩]
અભમાલા; નકાદોહન, પરમાંદપ્રકાશ, પ્રકાસુધા: ૧ યોગ વેદાન્ત ભજન ભંડાર (પ્રકાશક પ્રેમવંશ ગોવિંદજી ભાઈ પુરુષોત્ત્મ દાસ,(૧૯૭૬) તેમની કૃતિઓ છે તથા હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી (૧૯૭૦)માં તેમની રચનાઓ મળી આવે છે.[૫][૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Jadeja, Gopika. "The Bhajan and Orality in Gujarati Dalit Poetry". SummerHill: IIAS Review (અંગ્રેજીમાં).
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ http://www.raijmr.com/ijrsml/wp-content/uploads/2017/11/IJRSML_2017_vol05_issue_01_03.pdf
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ કોઠારી, જયંત (1989). ગુજરાતી સાહિત્ય કોષ. ગુજરાતી સાહિત્ય પરિષદ.
- ↑ "Dev Dungarpuri". ajabshahar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-24.
- ↑ ૫.૦ ૫.૧ ચંદાવરકર, પુષ્કર (1983). રાજસ્થાની લોક સાહિત્ય.
- ↑ https://shareinindia.in/dungarpuri-maharaj/