દોમાહી
દોમાહી અથવા દોમાસી અને દામિ પશ્ચિમ આસામના કામરૂપ અને પૂર્વીય ગોલપરા ક્ષેત્રોનો લોકપ્રિય લણણી સંબંધી તહેવાર છે. [૧] [૨] આ તહેવાર લણણીની મોસમની શરૂઆત અને અંત સાથે કામરૂપી અને ગોલપરીયા નવા વર્ષોની શરૂઆત અંત પણ ચિહ્નિત કરે છે.
વ્યુત્પત્તિશાસ્ત્ર
[ફેરફાર કરો]આ તહેવારના નામમાં બે શબ્દો છે "દો" જેનો અર્થ બે અને "માહ" અથવા "માસ" થાય છે. આમ 'દોમાહી' શબ્દનો અર્થ બે મહિનાનો સમૂહ એવો થાય છે. [૩]
પ્રકારો
[ફેરફાર કરો]આ તહેવારને "માગર દોમાહી" (જાન્યુઆરીની મધ્યમાં), "બૈહાગર અથવા બૈશાખ દોમાહી" (મધ્ય એપ્રિલ) અને "કાતિર અથવા કાર્તિક દોમહી" (મધ્ય ઑક્ટોબર) માં વિભાજિત કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટએ બૈહાગર (વૈશાખની) દોમાહી વાસંતિક વિષુવકાળ સંકળાયેલ છે. સાથે કાર્તિક દોમાહી શરદ વિષુવકાળ અને મહા દોમાહિ શિયાળુ અયનદિન સાથે સંકળાયેલ છે. વસંત ઉત્સવના તહેવાર કરતા શિયાળાના તહેવાર સાથે વધુ મહત્ત્વ આપવામાં આવે છે. પાનખરમાં યોજાયેલ ત્રીજો તહેવારને દોમાહની જેમ માનવામાં આવતા નથી.
માગર દોમાહી
[ફેરફાર કરો]માગર દોમહી અથવા દોમાસી એ લણણીની મોસમ અને વર્ષ પૂરા થયા પછી આવતો તહેવાર છે. તે જાન્યુઆરીની મધ્યમાં ઉજવવામાં આવે છે. આ તહેવારની પૂર્વસંધ્યાએ "લોગ ભાટ" તરીકે ઓળખાતા સમૂહ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે.
બૈહાગર દોમહી
[ફેરફાર કરો]બૈહાગર અથવા બૈશાખ દોમાહી એ વસંત સમયનો ખાસ પર્વ છે. સામાન્ય રીતે બૈહગના પહેલા અઠવાડિયામાં અથવા એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં એક મેળો ભરાય છે. તે ઉત્તરીય કામરૂપમાં "ભથેલી", દક્ષિણ કામરૂપમાં "સોરી" અથવા "સુનરી" તરીકે ઓળખાય છે. કામરૂપના દક્ષિણ ભાગમાં આ તહેવાર સોરી તરીકે ઓળખાય છે, ત્યાં ઊંચા વાંસના વાવેતર જોવા મળતા નથી, પરંતુ વાંસની નાના ખાંભીઓ હોય છે, જેની ટોચ પર ગુચ્છેદાર કલગી હોય છે. લોકો ઉત્તરી કામરૂપમાં વાંસની આગળ નમન કરે છે અને તેઓ તેમને આદર આપી સ્પર્શે છે.
ભાટેલી
[ફેરફાર કરો]ઉત્તર કામરુપ (નલબારી, રાંગીયા વગેરે) ક્ષેત્રમાં ભાટેલી વૈશાખ મહિનામાં યોજાયેલી છે. દરેક ક્ષેત્ર ધ્વજ અને વાવટાઅ લગાડી લાંબા વાંસને શણગારવામાં આવે છે. જેણે શ્રેષ્ઠ સજવટ કેરી હોય તેને વરરાજા કહેવામાં આવે છે. બીજાઓને વધુ કહેવામાં આવે છે, તેઓને વરરાજાની તેની આસપાસ વર્તુળ ઉભી કરવામાં આવે છે, અને એક નકલી લગ્ન સમારોહ કરવામાં આવે છે. [૪] આ ઉત્સવની એક મુખ્ય ક્રિયા બે લીલા વાંસનું વાવેતર હોય છે. સવારે યુવકો શુદ્ધ સ્નાન કરે છે. તેઓ બે વાંસ કાપી અને તેને રંગીન કાપડ અને ચમરીથી શણગારે છે અને સંગીત સાથે ઉત્સવની ઉજવણી કરે છે. એક મોટો મેળો ભરવામાં આવે છે.
દક્ષિણ કામરૂપમાં જ્યાં તેને "સોરી" અથવા "સુનરી" તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં થોડીક ભિન્નતા સાથે આજ વિધિ અનુસરવામાં આવે છે. ઉત્તરના કામરૂપ વિસ્તારમાં વાંસને એક વડના ઝાડની સામે રાખવામાં આવે છે જેને કૃષ્ણનું નામ "મદન મોહન ગોસાઇં" કહે છે.
બાનીકાંતા કાકાટીએ ભાટેલી અને પ્રાચીન ઇન્દ્રધ્વજ ઉત્સવની સમાનતા તરફ ધ્યાન દોર્યું હતું. [૫] કાલિકા પુરાણમાં ઇન્દ્રધ્વાજા ઉત્સવને "સક્રોત્થન" તરીકે વર્ણવવામાં આવે છે, અને તે ધ્વજ સાથે સ્તંભની આસપાસ થયો ઉજવાયો હતો. કાલિકા પુરાણમાં વર્ણવ્યા અનુસાર તહેવાર માટેની પ્રક્રિયાઓ હાલના દિવસોમાં ભાટેલીની ઉજવણી માટે કરવામાં આવતી તૈયારીને મળે છે. કેટલીક તહેવારોની વિગતો સિવાય બંને તહેવારો એક સરખા હોય એમ જણાય છે. [૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Bīrendranātha Datta, Nabīnacandra Śarmā, Prabin Chandra Das (1994), A Handbook of Folklore Material of North-East India, P 158
- ↑ Śarmā Nabīnacandra (1988), Essays on the Folklore of North-eastern India, P 64
- ↑ Datta, Birendrnath (1995), Folk Culture of the Goalpara Region, p.98
- ↑ B.C. Allen (1905), Kamrup District Gazetteer,p.111
- ↑ Banikanta Kakati, Visnuite Myths and Legends, pp.64-65
- ↑ D. Sarma (1968), Religious Fairs and Festivals of Assam, Journal of Assam research Society, Vol XVIII