ધુંઆધાર ધોધ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ધુંઆધાર ધોધ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આવેલો એક ધોધ છે.[૧]

ધુંઆધાર ધોધ ભેડાઘાટ પાસે નર્મદા નદી પર આવેલો છે. અહીં નર્મદા નદી વિશ્વ પ્રસિદ્ધ આરસના કોતરોમાંથી માર્ગ કરતી આગળ વધે છે. આગળ જતાં તેનો પટ સાંકડો થાય છે અને ભેડાઘાટ પાસે તે ધોધ સ્વરૂપે પડે છે. પાણીના પડવાથી ધુમ્મસ જેવી રચના થાય છે. આની ગર્જના ઘણે દૂરથી સાંભળી શકાય છે.

વરસાદની ઋતુમાં ધુંઆધાર ધોધનું બાજુએથી દેખાતું દ્રશ્ય.

વ્યુત્પતિ[ફેરફાર કરો]

ધુંઆધાર શબ્દ બે હિંદી શબ્દો પરથી ઉતરી આવ્યો છે - ધુંઆ -(ધુમાડો) +ધાર (ધારક). અર્થાત્ ધોધ કે જે ધુમાડો ધરનાર છે. (આ ધુમાડો પથ્થર પરથી પડાતા ધોધના ઝીણા ઝીણા જળ બિંદુની વાછટથી બને છે).

સ્થાન[ફેરફાર કરો]

આ ધોધ ભારતના મધ્ય પ્રદેશના ભેડાઘાટમાં આવેલો છે.

થોડા અંતરેથી દેખાતો ધુંઆધાર ધોધ.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

ચિત્રમાલા[ફેરફાર કરો]