લખાણ પર જાઓ

નક્કશ દેવી - ગોમતી ધામ, હિન્ડોન

વિકિપીડિયામાંથી

નક્કશ દેવી - ગોમતી ધામ (અંગ્રેજી:Nakkash Ki Devi - Gomti Dham) ભારત દેશમાં રાજસ્થાન રાજ્યના કરૌલી જિલ્લામાં આવેલ પ્રખ્યાત શહેર હિન્ડોન સ્થિત એક પ્રસિદ્ધ મંદિર છે. આ ધામને હિન્ડોન શહેરનું હૃદય કહેવામાં આવે છે. તે હિન્ડોન શહેરની મધ્યમાં સ્થિત છે. તે દુર્ગા દેવીનું એક સ્વરૂપ એવા નક્કશ દેવીનું મંદિર છે. એવું કહેવાય છે કે જ્યારે સંત શ્રી ગોમતીદાસજી મહારાજ અહીં આવ્યા હતા, તો તેમને રાત્રે કૈલા માતાએ સ્વપ્નમાં પોતે એક પીપળાના વૃક્ષ નીચે દબાયેલા હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ત્યાં ખોદકામ કરતાં માતાની બે ચમત્કારિક મૂર્તિઓ મળી જેની ત્યાં જ સ્થાપના કરી માતાનું મંદિર બાંધ્યું હતું. મંદિરની પાછળની બાજુ તરફ પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી શ્રી ૧૦૦૮ ગોમતીદાસજી મહારાજનું વિશાળ મંદિર, તેમના શિષ્યો દ્વારા બનાવવામાં આવેલ છે. જેમાં તેમની સમાધિ પણ આવેલી છે. અહીં ચમત્કારિક શિવ પરિવાર, પંચમુખી હનુમાનની પ્રતિમા, રામ મંદિર, યમરાજજી વગેરેનાં મંદિર પણ આવેલ છે. અહીં એક બગીચો આવેલ છે. તે ગોમતી ધામના નામે ઓળખાય છે. તેની એક બાજુ, જલસેન તળાવ આવેલ છે.