લખાણ પર જાઓ

હિન્ડોન, રાજસ્થાન

વિકિપીડિયામાંથી
હિન્ડોન શહેર
લાલ પથ્થરનું નગર
—  શહેર  —
મહાવીરજી મંદિર, હિન્ડોન
મહાવીરજી મંદિર, હિન્ડોન
હિન્ડોન શહેરનું
રાજસ્થાન અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 26°43′48″N 77°01′59″E / 26.73°N 77.033°E / 26.73; 77.033
દેશ ભારત
રાજ્ય રાજસ્થાન
જિલ્લો કરૌલી જિલ્લો
મેયર અરવિંદ જૈન
(ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)
વસ્તી

• ગીચતા

૧,૩૫,૬૯૦ (૨૦૧૫)

• 2,769/km2 (7,172/sq mi)

લિંગ પ્રમાણ સમીકરણ ક્ષતિ: અજ્ઞાત શબ્દ "auto". /
સાક્ષરતા ૭૦.૯૮% 
અધિકૃત ભાષા(ઓ) હિન્દી, રાજસ્થાની
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 49 square kilometres (19 sq mi)
આબોહવા

તાપમાન
• ઉનાળો
• શિયાળો


     25 °C (77 °F)
     50.7 °C (123.3 °F)
     2 °C (36 °F)

અંતર
કોડ
  • • પીન કોડ • 322230
    • ફોન કોડ • +07469
    વાહન • RJ-34

હિન્ડોન શહેર રાજસ્થાન રાજ્યનું ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ પૌરાણિક શહેર છે. આ શહેર અરવલ્લી પહાડીઓ નજીક આવેલ છે.

પ્રાચીનકાળમાં હિન્ડોન શહેર મત્સ્ય શાસન અંતર્ગત આવતું. મત્સ્ય શાસન દરમિયાન બનાવવામાં આવેલ પ્રાચીન ઇમારતો આજે પણ અહીં અસ્તિત્વ ધરાવે છે. ભાગવતપુરાણ અનુસાર હિન્ડોન, ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કર્મ ભૂમિ રહી છે. મહાભારતકાળની રાક્ષસી હિડિમ્બા પણ આજ શહેરમાં રહેતી હતી. આ શહેરને ઐતિહાસિક મંદિરો અને ઇમારતોનો ગઢ ગણવામાં આવે છે, જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. તે એક મુખ્ય ઔદ્યોગિક શહેર પણ છે. આ શહેર રાજસ્થાનમાં પૂર્વ ભાગમાં હિન્ડોન ઉપખંડમાં વસેલ છે. રાજ્યની રાજધાની જયપુર થી ૧૫૬ કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. તે શહેર દેશભરમાં લાલ પત્થરોના નગર તરીકે પણ ઓળખાય છે. ઐતિહાસિક અને પૌરાણિક માન્યતાઓવાળાં ઘણાં મંદિર અહીં આવેલ છે. આ શહેર રાજસ્થાનના કરોલી-ધોલપુર લોકસભા મતવિસ્તારમાં આવે છે અને આ શહેરનો હિન્ડોન વિધાનસભા મતવિસ્તાર (રાજસ્થાન) છે. અહીં નક્ક્શ દેવી-ગોમતીધામ મંદિર અને મહાવીરજી મંદિર સમગ્ર રાજસ્થાનમાં પ્રખ્યાત છે. આ શહેર અરવલ્લી પર્વત શ્રેણીની ગોદમાં વસેલ છે. અહીંની વસ્તી લગભગ ૧.૩૫ લાખ છે. અમૃત યોજનામાં ૧૫૧ કરોડ રાજસ્થાન સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "अमृत योजना में हिंडौन को मिले 151.64 करोड़". दैनिक भास्कर. મેળવેલ ૨૮ મે ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)