નથુરામ શર્મા
Appearance
નથુરામ શર્મા | |
---|---|
જન્મ | ૧૦ ઓક્ટોબર ૧૮૫૮ મોજીદડ (તા. ચુડા) |
મૃત્યુ | ૧૬ ઓક્ટોબર ૧૯૪૧ બિલખા |
નથુરામ શર્મા ગુજરાતના યોગી હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામમાં થયો હતો. તેમણે અનુક્રમે ચુડા, લીમડી અને રાજકોટ મુકામે કર્યો હતો. અભ્યાસ પછી એમણે જાફરાબાદ અને રાજકોટમાં શિક્ષક તરીકે નોકરી કરેલી. તેઓ અષ્ટાંગ યોગના જાણકાર હતા. તેમને લખેલા યોગ કર્મશુ કૌશલમ્ તેમજ સ્વાભાવિક ધર્મ જેવા પુસ્તકો અત્યંત જાણીતા છે. તેમની પ્રેરણા અને આશીર્વાદ તેમના શિષ્ય નાનાભાઈ ભટ્ટે શ્રી દક્ષિણામૂર્તિ જેવી શિક્ષણ સંસ્થાનની સ્થાપના કરી હતી. તેમને સ્થાપેલા આનંદાશ્રમો ગુજરાતના વિવિધ શહેરો[૧] તેમજ પાકિસ્તાનના કરાચીમાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Encyclopaedia of Tourism Resources in India, Volume 2. Gyan Publishing House. ૨૦૦૧. પૃષ્ઠ ૧૦૭.