નવજોત સિધ્ધુ
Jump to navigation
Jump to search
નવજોત સિધ્ધુ' ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેમણે ભારત દેશની ક્રિકેટ ટીમ વતી ૫૧ (એકાવન) ટેસ્ટ અને ૧૩૬ (એકસો છત્રીસ) એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમનો જમણેરી બેટધર તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. ક્રિકેટર તરીકે તેઓ ૧૯૮૩ થી ૧૯૯૯ સુધી સક્રિય રહ્યા.
હાલમાં તેઓ લોકસભાના સાંસદ તરીકે કાર્યભાર સંભાળે છે. તેઓ ટેલીવિઝનના પડદા પર પણ હાસ્ય કલાકારોના કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પોતાનું યોગદાન કરતા પણ જોવા મળે છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |