લખાણ પર જાઓ

મલાગીર કસ્તુરો

વિકિપીડિયામાંથી
(નારંગી કસ્તુરો થી અહીં વાળેલું)

મલાગીર કસ્તુરો
દક્ષિણભારતીય ઉપજાતિની માદા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Turdidae
Genus: 'Zoothera'
Species: ''Z. citrina''
દ્વિનામી નામ
Zoothera citrina

કદ અને દેખાવ

[ફેરફાર કરો]
પાંખની નીચેનો દેખાવ
Geokichla citrina

કેસરિયા માથાવાળો કસ્તુરો (કે થ્રશ) ૨૦૫ થી ૨૩૫ (૮.૧ ઈંચ થી ૯.૨૫ઈંચ) લંબાઈ અને ૪૭ થી ૬૦ ગ્રામ (૧.૯થી૨.૧ ઔંસ) વજન ધરાવે છે. આ પ્રજાતિના પુખ્ત નરને સંપૂર્ણ કેસરી માથું અને નીચેનો ભાગૢ એકસમ રાખોડી નેચેનો ભાગ અને પાંખો તથા પાંખનીચે સફેદ પીંછા હોય છે. તેને સ્લેટ રંગની ચાચ હોય છે. પાગ અને પાની આગળથી લાકડા રંગની તથા પાછળથી ગુલાબી પડતાં પીળાં રંગના હોય છે. માદા પક્ષી પન આમ તો નર સમાનજ દેખાય છે પણ તેનુ6 નીચેનુ શરીર વધુ ઘેરા કથ્થઈ તથા હૂંફાળા કથ્થઈ રંગની પાંખો હોય છે. અમુક મોટી ઉંમરની માદા પક્ષી નર સમાન જ દેખાય છે. નવજાત બચ્ચાં ફીક્કાં બદામી રંગના સહેદ ચટ્ટાં સહીત હોય છે તેમના ચહેરા અને માથાને rufous tone હોય છે. તેમની પાંખો રાખોડી હોય છે. તેમની ચાંચ ઘેરી બદામી અને પગ અને પંજો બદામી રંગના હોય છે. આ પ્રજાતિનો કેસરીયો અને રાખોડી રંગ ભિન્ન જ હોય છે આને લીધે અન્ય પક્ષી સાથે તેને ઓળખવામાં ભૂલ થતી નથી. તેની ઉપજાતિઓ માં ફરક તેની માથાની Z. c. cyanotusની રચનાથી જણાઈ આવે છે. પણ રંગોની ઘટ્ટતા ન આધારેૢ કે પાંખની નીચે આવેલ સફેદ પીંછાની ગોઠવણ (કે જે દરેક પ્રજાતિમં ભિન્ન હોય છે) ને આધારે કરવું ખૂબ મુશ્કેલ છે.

વિસ્તાર

[ફેરફાર કરો]

આ પક્ષી ગીચ જંગલોમાં ભારત ચીન તથા અગ્ની એશિયામાં મળી આવે છે. મોટે ભાગે તેઓ સ્થાયી આવાસી છે. તેઓને છાંયડેદાર અને ભેજવાળી જગ્યા પસંદ આવે છે. અને ધણાં ઝૂથેરાની Zoothera જેમ તેઓ ગુપ્ત સંતાઈને જીવન ગાળે છે.


આ પક્ષી મિશ્રાહારી છે. તે ઘણી જાતિન કીટકૢ અળસિયા અને ફળો ખાય છેૢ તે ઝાડપર માળો બાંધે છે અને જૂથમાં નથી રહેતાં.


તે ઝાડપર માળો બાંધે છે

મલાગીર કસ્તુરો (કેસરીયા થ્રશ) નો અવાજ હળવા ચકચક જેવો આવે છેૢ તેની ચીસ ટીર્-ટીર્-ટીર અને ઊડતી વખતે પાતળી ત્સી કે ઝેફ જેવી ચીસ સંભળાવે છે. સામાન્ય રીતે ખાસ કરીને શિયાળામાં આ પક્ષી શાંત હોય છે. ખુલ્લાં આકાશમાં તેનું મીઠું ગીતૢ કોઅયલને મળતુ આવતુ સાંભલી શકાય છે. તે બુલબુલૢ બેબ્લર અને પૂંછાળા પક્ષીના ચાળા પણ પાડે છે. તે વહેલી સવારે કે મોડી સાંજે પર્ણાચ્છાદીત વૃક્ષ પર બેસી ગીત ગાય છે.

મલાગીર કસ્તુરાનું ગાયન
ચલચિત્ર

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]