નિખત ઝરીન

વિકિપીડિયામાંથી
નિખત ઝરીન
વ્યક્તિગત માહિતી
Nickname(s)નિક્કી
Nationalityભારતીય
જન્મ૧૪ જૂન ૧૯૯૬
નિઝામાબાદ, તેલંગણા
વજન51 kg (112 lb; 8 st 0 lb)
Sport
રમતબૉક્સિંગ
Weight classફ્લાયવેઇટ

નિખત ઝરીન (જન્મ 14 જૂન 1996 નિઝામાબાદ, તેલંગણા) એક ભારતીય ઍમેચ્યોર મહિલા બૉક્સર છે. નિખતે 2011માં અંતાલ્યા ખાતે એઆઇબીએ વિમેન્સ યૂથ ઍન્ડ જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. [1] વર્ષ 2019માં ઝરીને બેંગકૉક ખાતે યોજાયેલી 2019 થાઇલૅન્ડ ઓપન ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. [2] 2015માં આસામમાં યોજાયેલી 16મી સિનિયર વિમેન્સ નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. [4] 2020માં તેલંગણાના રમત પ્રધાન વી. શ્રીનિવાસ ગૌડ અને સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ તેલંગણા દ્વારા ઝરીનનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં તેમને ઇલેક્ટ્રિક સ્કૂટર અને 10,000 રૂપિયાના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવી હતી. [3]

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

નિખત ઝરીનનો જન્મ 14 જૂન 1996નાં રોજ ભારતનાં તેલંગણાનાં નિઝામાબાદમાં મો. જમીલ અહમદ અને પરવીન સુલ્તાનાને ત્યાં થયો હતો.[5] તેમણે 13 વર્ષની વયે બૉક્સિંગની શરૂઆત કરી કરી હતી. [7] 2015માં જ્યારે તેઓ હૈદરાબાદની એ. વી. કૉલેજમાં બી.એ.નો અભ્યાસ કરતાં હતાં ત્યારે તેમણે જલંધર ખાતે ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. [6] બૉક્સર મેરી કોમને ઝરીન પોતાનાં આદર્શ માને છે. [7]

2009માં નિખતને વિશાખાપટ્ટનમમાં સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં પ્રવેશ મળ્યો હતોં જ્યાં તેમણે દ્રોણાચાર્ય ઍવૉર્ડ વિજેતા કોચ આઈ.વી. રાવના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી. તેમને 2010માં ઇરોડ નેશનલ ખાતે 'ગોલ્ડન બૅસ્ટ બૉક્સર' જાહેર કરવામાં આવ્યાં હતાં. [8]

કારકિર્દી[ફેરફાર કરો]

ઝરીને 2010માં નેશનલ સબ-જુનિયર મીટમાં પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ત્યારબાદ તુર્કીમાં 2011 વિમેન્સ જુનિયર અને યૂથ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે ફ્લાયવેઇટ કૅટેગરીમાં પોતાનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. એ વખતે ઝરીનનો મુકાબલો તુર્કીનાં બૉકસર ઉલ્કુ ડામિર સામે થયો હતો જયાં ત્રણ રાઉન્ડના અંતે તેનો 27:16થી વિજય થયો હતો.[1]

2013માં બુલ્ગેરિયા ખાતેની વિમેન્સ જુનિયર ઍન્ડ યૂથ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. [8] આગામી વર્ષે તેઓ સર્બિયાનાં નોવી સેડ ખાતે યોજાયેલી ત્રીજી નેશન્સ કપ ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં. ઝરીને 51 કિલોવર્ગમાં રશિયાનાં પલત્સેવા એકટેરીનાને હરાવ્યાં હતાં. [12]

વર્ષ 2015માં ઝરીને આસામમાં 16મી સિનિયર વિમેન્સ નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. [4] થોડા વર્ષના અંતર બાદ 2019માં તેમણે બેંગકૉક ખાતે યોજાયેલી થાઇલૅન્ડ ઓપન ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. [2]

બુલ્ગેરિયાનાં સોફિયામાં યોજાયેલી 2019 સ્ટ્રાન્ડજા મેમોરિયલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ઝરીને ફિલિપિન્સનાં આઇરિશ મેંગ્નોને હરાવીને 51 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. [9] આ જ વર્ષે ઝરીને જુનિયર નેશનલ્સમાં ગોલ્ડ જીત્યો અને તેને ‘બૅસ્ટ બૉક્સર’ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ વખતે તેમણે વિવાદ સર્જ્યો હતો. ટ્રાયલ્સ બંધ રખાયા ત્યારે તેમણે વર્લ્ડ ચૅમ્પિયન મેરી કોમ સાથે મુકાબલો કરવાનો પડકાર ફેંક્યો હતો. મેરી કોમને ટોક્યો ઑલિમ્પિક્સ માટે તક આપવામાં આવી હતી. એ મુકાબલામાં ઝરીનનો પરાજય થયો હતો. [7]

વેલસ્પન ગ્રુપ ઝરીનને સમર્થન કરી રહ્યું છે. તેઓ હાલમાં સ્પૉર્ટ્સ ઑથોરીટી ઑફ ઇન્ડિયાની ઑલિમ્પિક પોડિયમ ફિનિશ સ્કીમમાં પણ સામેલ છે. [10] ઝરીનને તેમનાં વતન નિઝામાબાદ, તેલંગણાનાં સત્તાવાર ઍમ્બેસેડર તરીકે નીમવામાં આવ્યાં છે. [11]

આંતરરાષ્ટ્રીય પદકો
વર્ષ વજન મેડલ સ્પર્ધા સ્થળ
2011 ફ્લાયવેઇટ ગોલ્ડ AIBA Women's Youth & Junior World Championships

એઆઇબીએ વોમેન્સ યૂથ & જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ

અંતાલ્યા
2013 સિલ્વર AIBA Women's Youth & Junior World Championships

એઆઇબીએ વોમેન્સ યૂથ & જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ

અલબેના
2014 51 કિલોગ્રામ ગોલ્ડ Nations Cup International Boxing Tournament

નેશન્સ કપ ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેંટ

નોવિ સાડ
2019 51 કિલોગ્રામ બ્રોંજ Asian Amateur Boxing Championships

આસિયાન આમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયનશિપ

બેંકોક
2019 51 કિલોગ્રામ સિલ્વર Thailand Open International Boxing Tournament

થાઈલેન્ડ ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ

બેંકોક
2019 51 કિલોગ્રામ ગોલ્ડ Strandja Memorial Boxing Tournament

સ્ટ્રેંડજા મેમોરિયલ બોક્સીંગ ટૂર્નામેન્ટ

સોફિયા

સંદર્ભો[ફેરફાર કરો]

https://timesofindia.indiatimes.com/sports/boxing/4-Indians-win-gold-in-AIBA-Womens-Youth-Junior-World-Championship/articleshow/8128801.cms?from=mdr+%5B1%5D

https://timesofindia.indiatimes.com/entertainment/events/hyderabad/this-silver-medal-at-thailand-open-is-a-huge-confidence-boost-for-me-ahead-of-the-world-championships-nikhat-zareen/articleshow/70410265.cms?from=mdr [2]

https://timesofindia.indiatimes.com/sports/more-sports/athletics/athletes-deepthi-maheswari-nandini-presented-scooters/articleshow/78384648.cms?from=mdr [3]

https://indtoday.com/boxer-nikhat-zareen-won-gold-medal-16th-senior-woman-national-boxing-championship-at-assam-indtoday-com/ સંગ્રહિત ૨૦૧૮-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન [4]

http://www.indiaboxing.in/boxerdetails.php?regno=8861 [5]

https://www.thehindu.com/news/cities/Hyderabad/nikhat-zareen-packs-a-punch/article6935340.ece [6]

https://sportstar.thehindu.com/boxing/womens-day-special-boxer-nikhat-zareen-mary-kom-olympic-qualifiers-trials/article31014865.ece [7]

https://web.archive.org/web/20130929140417/http://www.firstpost.com/sports/indias-nikhat-zareen-wins-silver-at-youth-world-boxing-1140849.html [8]

https://www.firstpost.com/sports/strandja-memorial-boxing-tournament-2019-nikhat-zareen-meena-kumari-devi-strike-gold-manju-rani-settles-for-silver-6114381.html [9]

https://www.newindianexpress.com/sport/other/2020/aug/22/ive-decided-to-look-ahead-boxer-nikhat-zareen-starts-fresh-for-upcoming-asian-games-cwg-2186963.html [10]

https://www.thehindu.com/news/national/telangana/nikhat-zareen-is-brand-ambassador-of-nizamabad/article6686616.ece [11]

https://www.jagranjosh.com/current-affairs/nikhat-zareen-won-gold-medal-at-the-third-nations-cup-international-boxing-tournament-1389616914-1 [12]