નિર્મિશ ઠાકર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નિર્મિશ ઠાકર એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ ૧૮મી માર્ચ, ૧૯૬૦ના દિવસે, ઉત્તર ગુજરાતમાં અમદાવાદથી નજીક આવેલા કલોલ ખાતે થયો હતો. એમના માતાનું નામ ભાનુમતીબહેન અને પિતાનું નામ નંદુભાઈ છે. તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૮૭નાં વર્ષમાં થયા હતાં. તેમના પત્નીનું નામ દીપ્તિ અને પુત્રનું નામ નીરવ છે. ગણપત હુરતીનું કાલ્પનિક પાત્ર તેમના લખાણમાં ખાસ પ્રચલિત બન્યું છે.

જીવનઝરમર[ફેરફાર કરો]

  • સોળ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા.
  • શરૂઆતમાં ભારે સંઘર્ષ. નાની-મોટી નોકરી, સુરતનાં “ગુજરાત કેસરી”માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ
  • ઓએનજીસીમાં સામાન્ય પાયરીએ નોકરી મેળવી ઠેઠ ક્લાસ વન ઓફિસર સુધી પહોંચ્યા.
  • વ્યંગચિત્રકાર તરીકે નામના. તેમનાં કાર્ટૂન્સની પ્રશંસા આર. કે. લક્ષ્મણ દ્વારા પણ!
  • પુત્ર નીરવ નાની ઉંમરથી જ પિતાને પગલે. નીરવનાં કાર્ટૂન્સ અગ્રગણ્ય વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.
  • જાણીતી ગુજરાતી ગઝલો પરથી હાસ્ય સભર તઝમીનો બનાવેલી છે !
  • પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘આપઘાત કે ખૂન’ - આ રહસ્યકથા બાલસાપ્તાહિક ઝગમગમાં પ્રકાશિત થઈ. તે વખતે નિર્મિશભાઈની ઉંમર માંડ તેરેક વર્ષની હતી.

શોખ[ફેરફાર કરો]

  • તબલાવાદન

રચનાઓ[ફેરફાર કરો]

  • હાસ્યલેખ સંગ્રહ - ટંકાર, લાઘવ ક્યાંય નથી ને કવનમાં, ત્રિશૂળ લીધું હાથમાં રે!
  • કવિતા - એ જ લિખિતંગ (પ્રતિકાવ્ય સહિત )