લખાણ પર જાઓ

નિહારિકા

વિકિપીડિયામાંથી
ટ્રાયેન્ગ્યુલમ ઈમીશન નેબ્યુલા NGC ૬૦૪ ગેલેક્સી M33ના સ્પાયરલ ભાગ આવેલી પૃથ્વીથી ૨.૭ મીલીયન પ્રકાશવર્ષ ના અંતરે આવેલી છે. આ ભાગમા નવા તારાઓ રચાઇ રહ્યા છે.

નિહારિકા અથવા નેબ્યુલા(અંગ્રેજીમાં Nebula) એ અંતરીક્ષમાં વાયુઓ તથા ધુળકણો નું વાદળ કે ધુમ્મસ પ્રકારે ફેલાયેલ હોય છે. નેબ્યુલા ક્યારેક આકાશમા આવેલા અન્ય ઝાંખા પદાર્થો ને દર્શાવવા પણ વપરાય છે. જેમકે ક્યારેક એન્ડ્રોમીડા આકાશગંગાને એન્ડ્રોમીડા નેબ્યુલા પણ કહેવાય છે. વાસ્તવમાં આવી ગેલેક્સીઓ આપણી આકાશગંગાની બહાર અત્યંત દુર આવેલી હોવાથી તેને નેબ્યુલા તરીકે ભુલથી ઓળખાવવામાં આવેલી.

નેબ્યુલાના પ્રકારો નીચે મુજબ છે:

HII પ્રદેશો તારાઓ નું ઊદ્ગમસ્થાન છે. જ્યારે ડીફ્યુઝ આણ્વીક વાદળ તેના ગુરૂત્વાકર્ષણને કારણે (મોટાભાગે નજીકના સુપર નોવાની અસરથી) સંકોચાય છે, ત્યારે આવા HII પ્રદેશો સર્જાય છે. આવા આણ્વીક વાદળો જ્યારે ભીંસાઈ ને ટુકડાઓ મા પરીણમે છે ત્યારે તેમાથી અસંખ્ય તારાઓ નો જન્મ થાય છે. આવા નવા જન્મેલા તારાઓ ને કારણે આયનાયઝેશન થવાથી આસપાસના વાયુઓ ઝળહળે છે. આમ ઈમીશન નેબ્યુલા રચાય છે.

ક્યારેક તારાઓ ના અંત ને કારણે નેબ્યુલા રચાય છે. જ્યારે કોઇ તારો શ્વેત તારામા પરીણમે છે અને જ્યારે તેના બાહરના પડ ઊડી જવાને કારણે આ બહારના વાયુઓનુ વાદળ પ્લેનેટરી નેબ્યુલા રચે છે. નોવા અને સુપર નોવા પણ નેબ્યુલા રચે છે. આવી નેબ્યુલા ને નોવા અવશેષીત કે સુપર નોવા અવશેષીત નેબ્યુલા કહેવાય છે.