લખાણ પર જાઓ

નુહ

વિકિપીડિયામાંથી

બાઇબલ નો જે જુનો કરાર વિભાગ છે.ઇસ્લામ અને યહુદી માન્યતા અનુસાર તે ખુદા (પરમાત્મા) નો પયગંબર હતા તેના સમય મા મહાન પુર આવ્યુ હતુ.(હિન્દુ માન્યતા અનુસાર તેને મનુ કેહ્વામા આવે છે. તેના પહેલા પ્રકરણ ઉત્પતિ ના ૬ થી ૯ મા પ્રકરણની અંદર તેનુ પાત્ર આવે છે. નુહ ને ઇશ્વર પર અપાર શ્રધ્ધા હતી, તે ખુબજ સાફ દીલ નો નેક માણસ હતો કે જેણે તેના કુંટુંબ અને સમગ્ર પશુ-પક્ષી ઓની જાતને મહાન પુર માંથી બાચાવ્યા હતા.જ્યારે તે ૫૦૦ વર્ષનો થયો ત્યારે તેને ત્રણ છોકરા થયા જેમના નામ સેમ, હામ અને જેપ્થ હતુ.નુહ જ્યારે ૬૦૦ વર્ષનો હતો ત્યારે,ભગવાને જોયુ તો દુનીયામાં માનવતા મરી પરવારી હતી, અને દુનીયામાં પાપ વધી ગયા હતા. તેમણે વીચાર્યુ એક વિનાશક પુર મોકલીને સમગ્ર માનવજાતને - દુનીયાને તબાહ કરી નાંખે પરંતુ તેમણે જોયુ કે નુહ નેક અને સાફ માણસ હતો , તેથી તેમણે નુહને આદેશ આપ્યો કે એક વિશાળ વહાણ તૈયાર કર અને તેમાં પોતાનો અને તેના કુટુંબ તથા સમગ્ર પશુ-પક્ષીઓ ના નર-માદા ની જોડી ને તેમાં સુરક્ષીત રીતે રાખી મુકે. પછી ભગવાને તે પુર મોકલીને સમગ્ર માનવજાતને તથા દુનીયાને ખતમ કરી નાંખી.
વિનાશક પુર બાદ તે પ્રથમ હતો જેણે જમીનને સ્પશ કર્યો.નુહ મહાન પુરના લગભગ ૩૫૦ વર્ષ પછી મુત્યુ પામ્યો , મુત્યુ સમયે તેની ઉંમર લગભગ ૯૫૦ વર્ષ હતી.તેણે માનવજીવન નું સૌથી લાંબુ આયુષ્ય વિતાવ્યુ હતુ.