નેશનલ બુક ટ્રસ્ટ, ભારત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નેશનલ બુક ટ્રસ્ટ (નેશનલ બુક ટ્રસ્ટ) ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વહીવટ હેઠળ કાર્યરત એક સ્વાયત્ત સંસ્થા (પબ્લિશિંગ ગ્રુપ) છે. તેની સ્થાપના ૧૯૫૭ના વર્ષમાં થઈ હતી. આ સંસ્થાનાં કાર્યો છે -

(1) પ્રકાશન

(२) પુસ્તક-વાંચનને પ્રોત્સાહન

(3) વિદેશમાં ભારતીય પુસ્તકોને પ્રોત્સાહન

(4) લેખકો અને પ્રકાશકો માટે મદદ કરવા માટે

(5) બાળ-સાહિત્ય માટે પ્રોત્સાહન

તે વિવિધ શ્રેણીઓ અંતર્ગત હિન્દી, ગુજરાતી અને અન્ય મુખ્ય ભારતીય ભાષાઓ તથા બ્રેઇલ લિપિમાં પુસ્તકો પ્રકાશિત કરે છે. આ સંસ્થા તરફથી દરેક બીજા વર્ષ દરમ્યાન નવી દિલ્હી ખાતે 'વિશ્વ પુસ્તક મેળો'નું આયોજન કરવામાં આવે છે, જે એશિયા અને આફ્રિકાનો સૌથી મોટો પુસ્તક મેળો હોય છે. તે વાર્ષિક ધોરણે ૧૪ થી ૨૦ નવેમ્બર દરમ્યાન 'રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ'ની પણ ઉજવણી કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]