નો ફર્સ્ટ યૂઝ
Appearance
નો ફર્સ્ટ યૂઝ (NFU- પ્રારંભિક ઉપયોગ નહીં) એ એક પરમાણુ રાષ્ટ્ર માટેની એક પ્રતિજ્ઞા અથવા એક નીતિને દર્શાવે છે. આ સિદ્ધાંત ભારતની એનએફયુ નીતિના કિસ્સામાં રાસાયણિક અને જૈવિક યુદ્ધને પણ લાગુ પડે છે. [૧] [૨]
ચીને ૧૯૬૪માં આ નીતિને સ્વીકારી હતી અને ત્યારબાદ તેને કાયમ રાખી છે. ભારતે ૧૯૯૮માં આ નીતિ સ્વીકારી હતી અને તેને કાયમ રાખી છે.
નાટો દેશો આ નીતિનો વિરોધ કરે છે અને દલીલ કરે છે પ્રારંભિક અણુ હુમલો એક પાયાનો વિકલ્પ હોઈ શકે, જેથી પારંપરિક રીતેના યુદ્ધમાં થયેલા નુકશાનની ભરપાઈ થઈ શકે.[૩] ૧૯૯૩માં રશિયાએ આ પ્રતિજ્ઞા તોડી હતી; જે ૧૯૮૨માં લિયોનીડ બ્રેઝનેવ દ્વારા લેવામાં આવી હતી.[૪] ઇસવીસન ૨૦૦૦માં રશિયાના મિલિટરી ડોક્ટ્રીને કહ્યું હતું કે, "મોટા પાયાના પારંપરિક આક્રમણમાં થયેલા નુક્સાનના જવાબ" માટે રશિયા તેનો ઉપયોગ કરવાનો હક સુરક્ષિત રાખે છે.[૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "India's Response to CBW attack | Manohar Parrikar Institute for Defence Studies and Analyses".
- ↑ Sundaram, Kumar; Ramana, M. V. (2018). "India and the Policy of No First Use of Nuclear Weapons". Journal for Peace and Nuclear Disarmament. 1: 152–168. doi:10.1080/25751654.2018.1438737.
- ↑ "NATO's Nuclear Weapons: The Rationale for 'No First Use' | Arms Control Association". www.armscontrol.org. મેળવેલ 2021-07-15.
- ↑ Schmemann, Serge (1993-11-04). "Russia Drops Pledge of No First Use of Atom Arms". The New York Times (અંગ્રેજીમાં). ISSN 0362-4331. મેળવેલ 2021-07-15.
- ↑ "No First Use of Nuclear Weapons meeting: paper by Yuri Fedorov, 'Russia's Doctrine on the Use of Nuclear Weapons'". web.archive.org. 2008-12-04. મૂળમાંથી અહીં સંગ્રહિત 2008-12-04. મેળવેલ 2021-07-15.CS1 maint: bot: original URL status unknown (link)