લખાણ પર જાઓ

ન્યુટ્રિનો

વિકિપીડિયામાંથી

ન્યુટ્રિનો એક મૂળભૂત કણ છે. વિદ્યુતભારવિહીન અને નહિવત્ દળ ધરાવતો આ કણ માત્ર નિર્બળ આંતરક્રિયામાં જ ભાગ લે છે. સૌપ્રથમ વુલ્ફગૅંગ પાઉલી દ્વારા આ કણના અસ્તિત્વ વિશે પૂર્વઅનુમાન કરવામાં આવ્યું હતું.[૧]

શોધ[ફેરફાર કરો]

૧૯૩૧માં ઓસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી વુલ્ફગૅંગ પાઉલીએ જણાવ્યુ કે બીટા-ક્ષય દરમિયાન થાય છે. આ પ્રક્રિયામાં ન્યુક્લિયસમાંનો ન્યુટ્રોન કણ પ્રોટોનમાં રૂપાંતરણ પામે છે અને તેની સાથે ઈલેક્ટ્રોન અને ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. એનરિકો ફર્મીએ આ નવા કણને 'ન્યુટ્રિનો' નામ આપ્યું હતું.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ શાહ, સુરેશ ર. (૧૯૮૯). મૂળભૂત કણો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ. પૃષ્ઠ ૧૯–૨૦.