લખાણ પર જાઓ

વિદ્યુતભાર

વિકિપીડિયામાંથી
ધન અને ઋણ બિંદુઓ વચ્ચેનો વિદ્યુત ક્ષેત્ર

વિદ્યુતભાર અથવા વીજભાર (સંજ્ઞા: Q) એ પદાર્થનો એવો ગુણધર્મ છે, જે વિદ્યુતક્ષેત્ર દ્વારા (બે કે તેથી વધુ પદાર્થો) એકબીજા ઉપર બળ દાખવે છે. આ બળ આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું હોય છે. વિદ્યુતભાર દ્રવ્ય સાથે બદ્ધ હોય છે. તેનો એકમ કુલંબ (C) છે. વિદ્યુતભારિત પદાર્થો તેમના વિદ્યુતક્ષેત્ર દ્વારા દૂર દૂર સુધી આંતરક્રિયા કરે છે. બે વિદ્યુતભારો વચ્ચેની આંતરક્રિયા કુલંબના નિયમથી વ્યક્ત કરી શકાય છે. વિદ્યુતભારો જ્યારે ગતિ કરે છે ત્યારે વિદ્યુતપ્રવાહનું નિર્માણ થાય છે.[૧]

વ્યાખ્યા અને પ્રકારો

[ફેરફાર કરો]

એક ઍમ્પિયર (A)નો સ્થિર વિદ્યુતપ્રવાહ એક સેકન્ડ (S) માટે વહે ત્યારે ૧ કુલંબ વિદ્યુતભારનું વહન થાય છે.[૧]

વિદ્યુતભાર બે પ્રકારના હોય છે; ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર. ઋણ વિદ્યુતભાર વિદ્યુતક્ષેત્રનું નિમજ્જન-ક્ષાલનપાત્ર (?) છે. ઈલેક્ટ્રોન અને ઋણ આયનો એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે. ધન વિદ્યુતભાર વિદ્યુતક્ષેત્રનું ઉદગમ છે. પ્રોટોન, ધન આયનો અને પોઝિટ્રોન વગેરે ધન વિદ્યુતભાર ધરાવે છે. સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય છે અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે.[૧]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ પટેલ, પ્રહલાદ છ. (માર્ચ ૨૦૦૫). "વિદ્યુત". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૦ (વિ - વૈં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૩૧–૨૩૨. OCLC 162213097.