પદ્મનાભસ્વામી મંદિર
પદ્મનાભસ્વામી મંદિર એ ભારતના કેરળ રાજ્યના તિરુવનંતપુરમ્ શહેરમાં આવેલ પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુનું હિંદુ મંદિર છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
પદ્મનાભસ્વામી મંદિર નુ નિર્માણ રાજા માર્તંડ વડે કરાયુ હતુ. આ મંદિર ના નિર્માણમાં દ્રવિડ અને કેરળ શૈલીનું મિશ્રણ જોઇ શકાય છે. આ મંદિરનો જિર્ણોધ્ધાર અઢારમી સદીમાં થયો હતો.
નાયરો માટે શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું વિશેષ મહત્વ છે. કારણકે તેને અનંતનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને નાયરોનો દાવો છે કે આ મંદિરમાં વિશેષ શક્તિઓ છે.
મંદિર અને રાજવી પરિવાર[ફેરફાર કરો]
૧૭૩૧ શ્રી પદ્મનાભ સ્વામી મંદિરનું નિર્માણ ૧૮મી સદીમાં થઈ ગયેલા ત્રાવણકોરના રાજા માર્તંડ વર્મા (૧૭૨૯-૧૭૫૮) એ ૧૭૩૧માં કરાવ્યું હતું.
૧૭૫૦માં તેમણે સમગ્ર રાજ્ય ભગવાન પદ્મનાભ સ્વામીને અર્પણ કરી દીધું અને પદ્મનાભદાસ અર્થાત ભગવાન વિષ્ણુના સેવક તરીકેનું બિરુદ મેળવ્યું. ૧૯૭૧માં રાજવી પરિવારોની સત્તા સરકારે પાછી ખેંચી લીધી પછી રાજવી પરિવારે ટ્રસ્ટનું નિર્માણ કર્યું જે આજે તેનો વહીવટ સંભાળે છે. રાજવી પરિવારના હાલના વડા ઉત્તરદોમ થિરુનલ માર્તંડ વર્મા આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે.
વિશ્વનુ સૌથી અમિર મંદિર[ફેરફાર કરો]
કેરલની રાજધાની થિરુઅનંતપુરમના પદ્મનાભસ્વામી મંદિરમાં અરબો રૂપિયાનો ખજાનો મળ્યો છે. એક અનુમાન પ્રમાણે આ મંદિર પાસે એક લાખ કરોડ રૂપિયાના હીરા-ઝવેરાત આભૂષણ, સોનાના સિક્કા મળી આવ્યાં છે.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કોમન્સ પર પદ્મનાભસ્વામી મંદિર સંબંધિત માધ્યમો છે. |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |