પર્સી બૅશી શેલી
Appearance
પર્સી બૅશી શેલી (૪ ઓગસ્ટ ૧૭૯૨ – ૮ જુલાઈ ૧૮૨૨) એક અંગ્રેજી રૉમેન્ટિક કવિ, નાટ્યકાર અને વિવેચક હતા.
જીવન
[ફેરફાર કરો]પર્સી બૅશી શેલીનો જન્મ ૪ ઓગસ્ટ ૧૭૯૨ના રોજ ફિલ્ડ પ્લેસ, સસેક્સ, ઇંગ્લેન્ડ ખાતે થયો હતો. તેઓ તેમના પિતા ટિમોથી શેલીના સૌથી મોટા સંતાન હતા. ટિમોથી શેલી વ્હિગ પક્ષના સભ્ય હતા અને તેઓ ઈચ્છતા હતા કે પોતાનો પુત્ર પર્સી પાર્લામેન્ટમાં રાજકીય નેતૃત્વ પ્રાપ્ત કરે. શેલીએ સાયૉન હાઉસ એકૅડેમી અને ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લીધું.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ત્રિવેદી, વિ. પ્ર. (૨૦૦૬). "શેલી, પર્સી બૅશી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (વૉ - ષ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૩૨–૬૩૪. OCLC 162213102.