લખાણ પર જાઓ

રાજધાની

વિકિપીડિયામાંથી
(પાટનગર થી અહીં વાળેલું)

રાજકીય વહીવટી એકમના મુખ્ય મથક ને રાજધાની કે પાટનગર કહે છે. માનવ ઇતિહાસ માં જ્યારથી રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે ત્યારથી કોઇ ને કોઇ સ્વરૂપમાં રાજધાની અસ્તિત્વમાં રહી છે. રાજાશાહી ના સમયમાં, રાજા જે નગર માંથી પોતાના રાજ્યનું સંચાલન કરતો હોય, તેને રાજધાની નો દરજ્જો આપવામાં આવે છે.

સ્વાભાવીક રીતે આ વહીવટી હોદ્દાના એકલાના કારણેજ રાજધાની નું ખાસ મહત્વ રહે છે. આજ કારણસર ઘણી વાર રાજધાની અન્ય ક્ષેત્રોમાં પણ મુખ્ય સ્થાન પ્રાપ્ત કરે છે, જેમકે સૌથી સમૃદ્ધ શહેર, સાંસ્કૃતિક કેન્દ્ર, સૌથી વધુ વસ્તી વાળું મહાનગર, વગેરે.

ભારતના ઇતિહાસ માં ઘણા શહેરો રાજધાની તરીકે આગળ આવ્યાં છે. પૌરાણીક કાળ માં હસ્તિનાપુરભરતરાજા ના સામ્રાજ્યની રાજધાની હતું. નંદ તથા ગુપ્ત વંશ દર્મ્યાન મગધ રાજ્યની રાજધાની પાટલિપુત્ર(આજનું પટના) ભારતનું એક અત્યંત મહત્વનું શહેર હતું. ત્યાર પછી મુસલમાન અને મુઘલ રાજ્ય દર્મ્યાન હસ્તિનાપુર ના સ્થાનેજ બનેલું નવું નગર દિલ્હી આગળ આવ્યું, કે જે આજે ભારતની રાજધાની છે.

Delhi in Map of India

દિલ્હી ભારતની રાજધાની છે.દિલ્હીમા વસ્તિ ૧.૮૯ કરોડ લોકોની છે.તેનો કૂલ વિસ્તાર એરિયા પ્રમાણે ૧૪૮૪ ચોરસ કિલોમીટર છે.ભારતમા દિલ્હી બિજા નમ્બરનુ સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. ભારતમાં મુંબઇ બાદ દિલ્હી બીજા ક્રમના સૌથી ધનાઢ્ય શહેર છે, જેમાં કુલ ૪૫૦ અબજ ડોલરની સંપત્તિ છે અને ૧૮ અબજોપતિઓ અને ૨૩,૦૦૦ કરોડપતિઓનું ઘર છે.

શબ્દ કેપિટલ લેટિન કૅપુટ પરથી આવ્યો છે, જેનો અર્થ "હેડ" છે. કેટલાક ઇંગ્લીશ બોલતા રાજ્યોમાં, નીચલા ઉપવિભાગોમાં કાઉન્ટી કાઉન્ટી, કાઉન્ટી સીટ અને બરો સીટનો ઉપયોગ પણ થાય છે. એકીકૃત રાજ્યોમાં, પેટાત્મક રાજધાનીઓને સામાન્ય રીતે "વહીવટી કેન્દ્રો" તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક શબ્દ હેડટાઉન છે. રાજધાની ઘણીવાર તેના ઘટકનું સૌથી મોટું શહેર છે.