પાપનાશન કુંડ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલ અનસૂયાથી એકાદ માઈલ ઉપર પાપનાશન નામનો કુંડ તથા મહાદેવજીનું મંદિર આવેલાં છે. ચારે બાજુ પથ્થરથી બાંધેલા આ કુંડ માટે કહેવાય છે કે કણ્વ ઋષિએ કોઈ પારધિના ઉદ્ધાર માટેની વિનંતિ પરથી ત્યાં સ્નાન કરવા જણાવેલું જેથી એનાં બધાં પાપ નાશ પામ્યાં. ત્યારથી આ કુંડ ‘પાપનાશણા’ તરીકે પ્રસિદ્ધ થયો.