પાર્વતી નદી (હિમાચલ પ્રદેશ)
પાર્વતી નદી (અંગ્રેજી: Parbati River)ભારત દેશના ઉત્તર ભાગમાં વહેતી એક નદી છે, જે હિમાચલ પ્રદેશ રાજ્યમાં પાર્વતી ખીણમાં વહે છે. આ નદી ઉત્તર ભારતની મુખ્ય નદીઓ પૈકીની એક એવી બિયાસ નદીને ભૂંટર (કુલુની દક્ષિણમાં આશરે ૧૦ કિલોમીટરના અંતરે) પાસે મળી જતી એક ઉપનદી છે. આ નદી માનતલાઈ હિમખંડ (ગ્લેસિયર) કે જે પીન પાર્વતી ઘાટના તળ-ભાગમાં આવેલ છે, ત્યાંથી નીકળે છે અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ થી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ ધીમે ધીમે વળાંક લેતી શીખોના મહત્વપૂર્ણ મંદિર નગર એવા મણીકર્ણ પાસેથી પસાર થાય છે.[૧]
આ નદીની ખીણમાંથી અન્ય જગ્યાએ જવા માટે વિવિધ સ્થાનો: લાહૌલ જવા માટે સારા ઉમ્ગા લા ઘાટ, સ્પિતિ જવા માટે પ્રખ્યાત પિન પાર્વતી ઘાટ અને તાજેતરમાં જ શોધાયેલ (૧૯૯૫) દેબ્સા ઘાટ. પાર્વતી નદીની ખીણની આસપાસ ઉપરવાસમાં ઝડપથી વિકસતાં જંગલો આવેલાં છે, જ્યાં તેમાંથી મોટા જથ્થામાં જળ-વિદ્યુતનું ઉત્પાદન સંભવિત છે. અહીં નદીના તટ પર ભૂગર્ભમાંથી મણીકર્ણ અને ખીરગંગા ખાતે ગરમ પાણીના ઝરા નીકળે છે.
ગેલેરી
[ફેરફાર કરો]-
કસોલ નજીક વહેતી પાર્વતી નદી
-
પાર્વતી નદી
-
પાર્વતી નદી, કસોલ
-
પાર્વતી નદી - કુલુ ખાતે જિયા પુલ પરથી દૃશ્ય
-
બિયાસ નદી અને પાર્વતી નદીનો સંગમ
31°53′33″N 77°11′00″E / 31.89250°N 77.18333°E
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Negi, Sharad Singh (૧ જાન્યુઆરી ૧૯૯૧). Himalayan Rivers, Lakes, and Glaciers. Indus Publishing. ISBN 9788185182612.