દેબ્સા ઘાટ

વિકિપીડિયામાંથી

દેબ્સા ઘાટ (અંગ્રેજી: Debsa Pass) એ એક દરિયાઈ સપાટીથી 5,360 metres (17,590 ft) જેટલી ઊંચાઈથી પસાર થતો પર્વત આરોહણ માર્ગ છે, જે હિમાલય પર્વતમાં ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ્લુ અને સ્પિતિ જિલ્લાઓ વચ્ચે આવેલ છે.

જોયદીપ સરકારની આગેવાની હેઠળની ટુકડી દ્વારા આ બર્ફિલી ધારવાળો માર્ગ શોધવામાં આવ્યો હતો, તે સમયે તેઓ કુલુ ખાતેથી પાર્વતી નદીની ખીણમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ઈ. સ. ૧૯૯૨ના વર્ષમાં એક નિષ્ફળ પ્રયાસ પછી ઈ. સ. ૧૯૯૩ના વર્ષમાં આ દુર્ગમ ઘાટ પર પહોંચવામાં સફળ થયા હતા, પરંતુ આ ટુકડી પાસે સ્પિતિ ખીણમાં પહોંચવાની જરૂરી પરવાનગી ન હોવાને કારણે તેઓ આ ઘાટ પસાર કરી સ્પિતિ ખીણ તરફ ઉતરવાને બદલે પાર્વતી ખીણમાં પરત ફર્યા હતા. બે વર્ષ બાદ ૧૯૯૫ના વર્ષમાં આ ટુકડીએ સ્પિતિ ખીણ તરફથી પહોંચવાનું આયોજન કર્યું, જ્યાં ઘણી ઓછી ઊંચાઈ સર કરવી પડે છે, પરંતુ બિયાસ નદીના ઉપરવાસમાં જબરદસ્ત પાનખરના પૂરને કારણે અને હિમાચલ પ્રદેશના અન્ય વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા બાદની તેમને પાર્વતી ખીણ તરફથી જવાની ફરજ પડી હતી. આ સમયે તેઓ દેબ્સા ઘાટ સફળતાપૂર્વક ઓળંગી ગયા હતા. આ ઘાટ તેમણે ૨૧મી સપ્ટેમ્બરના રોજ પસાર કર્યો હતો અને અને મણીકર્ણ થી કાઝાનો આરોહણ માર્ગ પૂર્ણ કર્યો હતો.

લીઓમેન્નનો ૧:૨૦૦,૦૦૦ હિમાચલ પ્રદેશનો નકશો (ત્રીજી આવૃત્તિ, ૨૦૦૫) ત્રૂટક રેખાથી આ ઘાટનો માર્ગ બતાવે છે. શરૂઆતના બિંદુ પર કાછ (Kach) અને બારા દ્વારી થાચ પડાવ અને કુલ્લુ-સ્પિતિ જળવિભાજન રેખા (વોટરશેડ વિભાજન રેખા) પસાર કરી પશ્ચિમ દેબ્સા હિમખંડ થઈને દેબ્સાના થાંગો (Thidim) તરફના પ્રવાહો કે જે પારાહીઓ (Parahio) ખીણમાં તરફ જાય છે. આ ૧૯૯૫ના વર્ષના માર્ગની એકદમ સચોટ રજૂઆત છે, પરંતુ એમાં ઘાટનું રેખાંકન નથી.

સંદર્ભો[ફેરફાર કરો]