લખાણ પર જાઓ

પિછોલા ઝીલ, ઉદયપુર

વિકિપીડિયામાંથી

પિછોલા ઝીલ એટલે કે પિછોલા તળાવ ભારત દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના મુખ્ય મથક તથા ઐતિહાસિક નગર ઉદયપુર ખાતે આવેલું છે. ઉદયપુરના મહારાણા ઉદયસિંહ બીજા (દ્વિતિય)એ આ શહેર માટેના સ્થળની ખોજ કર્યા પછી આ તળાવનો વિકાસ કર્યો હતો. આ તળાવમાં બે દ્વીપ આવેલા છે અને આ બંને ટાપુઓ પર મહેલ બનાવવામાં આવેલા છે. એમાંથી એક છે જગ નિવાસ, કે જે સ્થળ હાલના સમયમાં લેક પેલેસ હોટલ તરીકે પ્રસિધ્ધ થઇ ચુક્યું છે. આ ઉપરાંત બીજું સ્થળ છે જગ મંદિર. આ બંને મહેલો રાજસ્થાની શિલ્પકલાના ઉત્કૃષ્ઠ નમૂનાઓ છે. આ બંને સ્થળો નિહાળવા માટે હોડી દ્વારા જવું પડે છે, જેની પુરતી સવલત અહીં ઉપલબ્ધ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]