લખાણ પર જાઓ

પિત્તાશય

વિકિપીડિયામાંથી
પિત્તાશય
પેટની આંતર રચનાનું ચિત્ર
પેટના પાચક તંત્રના આંતરિક અવયવો
Latin Vesica biliaris, vesica fellea
Gray's subject #250 1197
System Digestive system (GI Tract)
Artery Cystic artery
Vein Cystic vein
Nerve Celiac ganglia, vagus[૧]
Precursor Foregut


પ્રષ્ઠવંશી પ્રાણીઓમાં પિત્તાશય એ એક આંતરિક અંગ છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે. આને અંગેજીમાં "ગૉલ બ્લેડર" (gallbladder) કહે છે. ચરબીના પાચન સાથે સાથે પિત્તાશય યકૃત દ્વારા નિર્મિત "પિત્ત"ના સાંદ્ર સ્વરૂપે સંગ્રહે છે. માનવ શરીરમાંના પિત્તાશય સિવાય પણ માણસ સરળતાથી જીવતો રહી શકે છે. પિત્તાશય કઢાવવાની શસ્ત્રક્રિયાને કોલીસ્ટેક્ટોમી કહે છે.

માનવ શરીર રચના

[ફેરફાર કરો]

પિત્તાશય એક પોકળ અંગ છે જે યકૃત ની નીચે આવેલું હોય છે. વયસ્કોં મેં પૂર્ણ ખેંચાયેલી સ્થિતીમાં તે લગભગ ૮ સે.મી. અને વ્યાસમાં ૪ સે.મી. જેટલો મોટો હોય છે. [૨] આના ત્રણ ભાગ હોય છે - બુધ્ન, કાયા વ કંઠ. કંઠ પતળો થઈ પિત્તાશય વાહિની મારફતે પિત્તીય વૃક્ષ સાથે જોડાય છે અને ફરી સામાન્ય યકૃત વાહિની સાથે જોડાઈને સામાન્ય પિત્તીય વાહિની બની જાય છે. તેના કંઠ આગળ એક વળ હોય છે જેને હાર્ટમેન્સ પાઉચ કહે છે. તેમાં પ્રાય પિત્તાશય કંકર કે ગૉલસ્ટોન ફસાઈ જાય છે.

સૂક્ષ્મદર્શી સંરચના

[ફેરફાર કરો]

પિત્તાશયની વિભિન્ન પડો આ પ્રકારે છે::[૩]

  • પિત્તાશયમાં સરળ સ્તંભીય ત્વચા ત્વચા કવચીય અસ્તર હોય છે જેમનામાં "ખાંચા" હોય છે, આ ખાંચા એસ્ચોફ઼ ના ખાંચા કતરીકે ઓળખાય છે, આ ખાંચા અસ્તર ની અંદર ખીચ્ચા જેમ હોય છે.
  • ત્વચા કવચના પડની ઉપર સંયોજી પેશીજાળ (લામિના પ્રોપ્રિયા) હોય છે.
  • સંયોજી પેશીઓની ઉપર લીસી પેશીઓ (મસ્કુલારિસ એક્સ્ટર્ના) ની એક દીવાલ હોય છે જે પિત્તાશય દ્વારા ઝરતા પેપ્ટાઇડ હોર્મોન, કોલેસિસ્ટોકાઇનિન ની પ્રતિક્રિયા ને કારણે સંકોચાયેલી હોય છે.
  • મૂળ આમાં સંયોજી પેશીઓ ને સેરોસા અને એડ્વેંટીશિયા થી જુદા પાડતો કોઈ સબમ્યૂકોસા નથી હોતા, પણ સંક્રમણ થી બચાવ માટે માંસપેશીઓનું એક પાતળું અસ્તર હોય છે.

પિત્તાશયના કાર્યો

[ફેરફાર કરો]

જ્યારે ચરબી યુક્ત ભોજન પાચન માર્ગ પ્રવેશ કરે છે ત્યારે કોલીસિસ્ટોકાઇનિન (CCK)નામનિ સ્ત્રાવ ઝરે છે. આ સ્ત્રાવ પિત્તાશયને સક્રીય કરે છે. વયસ્ક માણસ ના પિત્તાશયમાં લગભગ ૫૦ મિ.લી. પિત્ત હોય છે. આ પિત્તને ખોરાક સાથે નાના આંતરડાના પ્રાથમિક ભાગ - ડ્યુઓડિનમમાં ખોરાક સાથે મુક્ત કરી દેવામાં આવે છે.

ખોરાક શરૂઆતમાં યકૃતમાંથી પસાર થાય છે ત્યારે તેમાં નિર્મિત પિત્ત અર્ધ પચેલા ચરબી ધરાવનારા ખોરાકને સરળ કે તરલ બનાવે છે. યકૃતમાંથી સ્ત્રવિત થય્લું પિત્ત કે જે પિત્તાશયમાં સંગ્રહાય છે તે ઝાડું હોય છે અને વધુ તીવ્રતા ધરાવે છે. આ તીવ્રતા ચરબી યુક્ત ખોરાકને સંપૂર્ણ પણે પચાવવામાં મદદ કરે છે.

૨૦૦૯માં એવું જણાવાયું હતું કે પિત્તાશય અમુક સ્વાદુપિંડીય સ્ત્રાવ જેમ કે ઈન્સ્યૂલિન આદિ ઉત્પનન કરી શકે છે.[૪]

અન્ય પ્રાણીઓમાં

[ફેરફાર કરો]

મોટેભાગે પૃષ્ઠવંશી પ્રાણીઓ પિત્તાશય ધરાવે છે , અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ પિત્તાશય ધરાવતા નથી. વિવિધ પ્રજાતિઓ માં પિત્તાસનું સ્થાન આકાર આદિ ઘણી ભિન્ન હોય છે. દા.ત. ઘણી પ્રજાતિમાં માનવ શરીરમાંથી કોથલીથી વિપરીત તે આંતરડાની દિવાલ પર નળીઓ સ્વરૂપે હોય છે અમુક પ્રાણીઓ (ઘોડો, હરણ અને ઉંદર) [૫]) અને અમુક પક્ષીઓ પણ પિત્તશય ધરાવતાં નથી .[૬]

Gallbladder


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Ginsburg, Ph.D., J.N. (2005-08-22). "Control of Gastrointestinal Function". માં Thomas M. Nosek, Ph.D. (સંપાદક). Gastrointestinal Physiology. Essentials of Human Physiology. Augusta, Georgia, United State: Medical College of Georgia. પૃષ્ઠ p. 30. મૂળ માંથી 2008-04-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-29. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  2. જૉન ડબ્લ્યૂ. મએઇલ્સ્ટ્રુપ (૧૯૯૪). આમ પિત્તાશય અને તેના ભિન્ન રૂપોં નું છાયાચિત્ર નો નકશો. બોકા રેટોન: સીઆરસી મુદ્રણાલય. પૃષ્ઠ ૪. ISBN ૦-૮૪૯૩-૪૭૮૮-૨ Check |isbn= value: invalid character (મદદ).
  3. "સ્લાઇડ ૫: પિત્તાશય". જેડૉક હિસ્ટોવેબ. કાંસાસ વિશ્વવિદ્યાલય. મૂળ માંથી 2010-02-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૬-૨૯.
  4. Sahu S, Joglekar MV, Dumbre R, Phadnis SM, Tosh D, Hardikar AA. (2009) Islet-like cell clusters occur naturally in human gallbladder and are retained in diabetic conditions. J Cell Mol Med[હંમેશ માટે મૃત કડી]. 2009 May;13(5):999-1000
  5. C. Michael Hogan. 2008. Guanaco: Lama guanicoe, GlobalTwitcher.com, ed. N. Strömberg સંગ્રહિત ૨૦૧૧-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
  6. Romer, Alfred Sherwood; Parsons, Thomas S. (1977). The Vertebrate Body. Philadelphia, PA: Holt-Saunders International. પૃષ્ઠ 355. ISBN 0-03-910284-X.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]