પેટ્રા
![]() | |
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
અધિકૃત નામ | Petra ![]() |
સ્થળ | માંન ગવર્નોરેટ, જૉર્ડન |
અક્ષાંસ-રેખાંશ | 30°19′44″N 35°26′25″E / 30.3289°N 35.4403°E |
વિસ્તાર | 26,171 ha (2.8170×109 sq ft) |
માપદંડ | સાંસ્કૃતિક: World Heritage selection criterion (i), World Heritage selection criterion (iii), World Heritage selection criterion (iv) ![]() |
સંદર્ભ | 326 |
સમાવેશ | ૧૯૮૫, ૧૯૮૫ (અજાણ્યું સત્ર) |
વેબસાઇટ | www |
પેટ્રા (ગ્રીક: "πέτρα", શાબ્દિક અર્થ: ખડક; અરેબિક: البتراء, Al-Batrāʾ) એ જોર્ડનનાં મા'આન પ્રાંતમાં આવેલા 'અરબાહ' સ્થિત એક પુરાતત્ત્વ સ્થળ છે, જે હોર પર્વત[૨]નાં ઢોળાવ પર આવેલું છે. હોર પર્વત, મૃત સમુદ્રથી અકબાની ખાડીની વચ્ચે પથરાયેલા વિશાળ ખીણ પ્રદેશમાં આવેલી પર્વતમાળાઓનો એક ભાગ છે, જે અરબાહ (વાદી અરબા)નો પૂર્વ ભાગ છે. આ સ્થળ તેના ખડકો કોતરીને બનાવેલા સ્થાપત્યો માટે જાણીતું છે. પેટ્રા વિશ્વની સાત નવી અજાયબીઓ પૈકીનું એક છે. નાબાતીન નામની પ્રજાએ આશરે ઇ.પૂ. ૧૦૦ની આસપાસના ગાળામાં તેનું પોતાની રાજધાની તરિકે નિર્માણ કર્યું હતું.[૩]
પાશ્ચાત્ય જગતને આ સ્થળની જાણ સૌ પ્રથમ ઇ.સ. ૧૮૧૨માં સ્વિસ મુસાફર જોહ્ન લુડ્વીગ બર્ખાર્ટે કરાવી. જ્હોન વિલિયમ બર્ગોને પોતાના ન્યુડિગેટ પુરસ્કાર વિજેતા સોનેટ (ચૌદ લીટીનાં કાવ્યનો એક પ્રકાર)માં તેને 'સમય કરતાં અડધી જ પુરાણી લાલ-ગુલાબી નગરી' ("a rose-red city half as old as time") તરિકે વર્ણવ્યું ત્યારથી તેની તે જ ઓળખ ખુબ પ્રખ્યાત થઈ ગઈ. યુનેસ્કોએ તેને "માનવીનાં સાંસ્કૃતિક વારસાની અતિ કિંમતી સાંસ્કૃતિક ચીજોમાંની એક" કહીને વર્ણવી છે.[૪] ઇ.સ. ૧૯૮૫માં પેટ્રાને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવ્યું.
- પેટ્રા
-
-
-
-
-
-
-
-
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ મીશ, ફ્રેડરિક સી., Editor in Chief. “પેટ્રા.” વેબસ્ટરની ૯મી નવી કોલેજ ડિક્શનરી (Webster’s Ninth New Collegiate Dictionary). ૯મી આવૃત્તિ. સ્પ્રિંગફિલ્ડ, MA: મેરિઅમ-વેબ્સ્ટર ઇન્ક., ૧૯૮૫. ISBN 0-87779-508-8, ISBN 0-87779-509-6 (indexed), and ISBN 0-87779-510-X (deluxe).
- ↑ "નાબાતીન". મૂળ માંથી 2009-12-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-26.
- ↑ યુનેસ્કો સલાહ મંડળનું મૂલ્યાંકન