પૈરી નદી

વિકિપીડિયામાંથી

પેરી નદી મહા નદીની સહાયક નદી છે. આ નદીનો ઉદ્‌ગમ ગરિયાબંદ તાલુકાના વૃન્દાનકગઢ જમીનદારીમાં સ્થિત અત્રરીગઢ પહાડીઓમાંથી થાય છે. પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ આશરે ૯૬ કિલોમીટર સુધી વહે છે અને રાજિમ વિસ્તારમાં મહા નદીમાં મળી જાય છે. પેરી નદી ધમતરી અને રાજિમને વિભાજીત કરે છે. પેરી નદીના તટ પર રાજીવ લોચન મંદિર આવેલ છે. રાજિમ ખાતે મહા નદી અને સોંઢુર નદીઓનો ત્રિવેણી સંગમ પણ છે. આ નદીની લંબાઈ ૯૬ કિ. મી. અને સ્ત્રાવ વિસ્તાર ૩,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલો છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "छत्तीसगढ़ में नदियाँ". छत्तीसगढ़ कल्चर. મૂળ (एचटीएमएल) માંથી 2009-11-14 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-12.