લખાણ પર જાઓ

મહા નદી

વિકિપીડિયામાંથી
મહા નદી કટક

મહાનદી છત્તીસગઢ તેમ જ ઓરિસ્સા રાજ્યોની જીવન રેખા તરીકે ગણાતી એક મહત્વની નદી છે.

મહા નદી રાયપુરના સિહાવા પર્વત પરથી ૪૨ મીટરની ઊંચાઈએથી નિકળી દક્ષિણ - પૂર્વ દિશા તરફ જાય છે. છત્તીસગઢ રાજ્યમાંથી ઓરિસ્સા રાજ્યમાં થઇને બંગાળની ખાડીમાં સમાય જાય છે. છત્તીસગઢ રાજ્યમાં આ નદીની લંબાઈ ૨૮૬ કિલોમીટર જેટલી છે. મહાનદીની કુલ લંબાઈ ૮૫૮ કિલોમીટર જેટલી છે. આ નદી પર દુધાવા, માઢમસિલ્લી, ગંગરેલ, સિકાસેર, સોંદુર બંધ બનાવવામાં આવેલા છે. ઓરિસ્સામાં વિશાળ હીરાકુડ બંધ પણ આ નદી પર બનાવવામાં આવેલો છે.