પ્યારેલાલ નાયર
પ્યારેલાલ નાયર (૧૮૯૯-૧૯૮૨) મહાત્મા ગાંધીના અંગત સચિવ હતા. તેમની બહેન સુશીલા નાયર મહાત્મા ગાંધીના અંગત ચિકિત્સક હતા.
તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી હતી અને ૧૯૨૦ની અસહકારની ચળવળ દરમિયાન એમ.એ.નો અભ્યાસ છોડી દીધો હતો.
સ્વતંત્રતા સંગ્રામ
[ફેરફાર કરો]પ્યારેલાલ આઝાદીની લડતમાં ગાંધીજીના પગલે સક્રિય હતા. તેમણે ૧૯૩૦ માં દાંડીકૂચમાં ભાગ લીધો હતો.[૧]
રિચર્ડ એટનબરો ફિલ્મ ગાંધી (૧૯૮૨)માં પ્યારેલાલનું પાત્ર પંકજ કપૂરે ભજવ્યું હતું. પ્યારેલાલના તે સમયના અંગત સચિવ દીવાન વાસદેવ ખન્ના (૧૯૨૩-૨૦૧૦)એ રિચર્ડ એટનબરો સાથે મળીને "ગાંધી" ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ગાંધી પછી
નાયરે તેમના છેલ્લા દિવસો સુધી ગાંધીજી પરનું તેમનું સાહિત્યિક સર્જન ચાલુ રાખ્યું હતું. તેમની પાસે ગાંધીજી સાથે સંબંધિત દસ્તાવેજોનો મોટો જથ્થો હતો જેને ૨૦૦૭માં સાર્વજનિક કરવામાં આવ્યો હતો.
લેખન
[ફેરફાર કરો]પ્યારેલાલે મહાત્મા ગાંધીના જીવનચરિત્રના પુસ્તકો પર કામ કર્યું હતું. આ સર્જનકાર્યમાં દિવાન વાસદેવ ખન્ના (૧૯૨૩-૨૦૧૦) દ્વારા સહાયતા મળી હતી. દીવાન વાસદેવ ખન્નાએ ૧૯૮૦ સુધી પ્યારેલાલના મદદનીશ તરીકે સેવા આપી હતી ત્યારબાદ તેઓ [[ ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|અમેરિકા]] ચાલ્યા ગયા હતા.
પ્યારેલાલની સર્જન સૂચિ નીચે મુજબ છે:
- ધ અર્લી ફેઝ, (ખંડ-૧)
- મહાત્મા ગાંધી : ધ ડિસ્કવરી ઑફ સત્યાગ્રહ – ઓન ધ થ્રેશોલ્ડ, (ખંડ-૨)
- મહાત્મા ગાંધી : ધ બર્થ ઓફ સત્યાગ્રહ (ખંડ-૩)
- મહાત્મા ગાંધી : સત્યાગ્રહ એટ વર્ક, (ખંડ-૪)
- મહાત્મા ગાંધી : ઇન્ડિયા અવેક્ડ, (ખંડ-૫)
- મહાત્મા ગાંધી : સોલ્ટ સત્યાગ્રહ – ધ વોટરશેડ (ખંડ-૬)
- મહાત્મા ગાંધી : પ્રીપેરિંગ ફોર સ્વરાજ, (ખંડ-૭)
- મહાત્મા ગાંધી : ફાઈનલ ફાઈટ ફોર્ ફ્રીડમ (ખંડ-૮)
- મહાત્મા ગાંધી : ધ લાસ્ટ ફેઝ, (ખંડ-૯)
- મહાત્મા ગાંધી : ધ લાસ્ટ ફેઝ, (ખંડ-૧૦)
નોંધ: ખંડ ૪ થી ૭ નું કામ સુશીલા નાયરે પૂર્ણ કર્યું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The List of Original Marchers". Mahatma Gandhi Foundation. મૂળ માંથી 9 February 2011 પર સંગ્રહિત.