પ્રકટીકરણનું પુસ્તક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રભુ ઇસુના અનુયાયીઓ પૈકી એક યોહાન પણ હતો. ઇસુનાં વધ બાદ તેણે ઇશ્વરનો ઘણો પ્રચાર કર્યો હતો જેનાં ફળસ્વરૂપે તેને પાત્મસ નામના બેટ પર બંદીવાન તરીકે રાખવામાં આવ્યો હતો. તે બંદીવાસ દરમ્યાન પણ પ્રભુ ભક્તિ કરતોજ રહ્યો. ત્યાં તેને સ્વર્ગમાંથી પ્રભુ ઇસુનાં દર્શન થયા અને તેમણે ભવિષ્યમાં આકાશ તથા પૃથ્વી પર કઇ કઇ બાબતો બનવાની છે તે જણાવી, યોહાને તેને પુસ્તક રૂપે લખી, જે પ્રકટીકરણના પુસ્તક તરીકે ઓળખાયું.

બાઇબલનું આ છેલ્લું પુસ્તક છે જેમાં, આ સમગ્ર સંસારના વિનાષની આગાહીઓ કરવામાં આવી છે, જેને ઇસ્લામમાં 'કયામત' અને ખ્રિસ્તી ધર્મમાં 'જજમેન્ટ ડે' તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શૈતાન અને તેના સાથીદારો તથા યહોવાહ અને તેના સ્વર્ગના દુતો વચ્ચેની લડાઇનુ વર્ણન છે.