પ્રતિહાર કલા શૈલી
Appearance
પ્રતિહાર કલા શૈલી મધ્યકાલીન શિલ્પ શૈલી છે. આ શૈલીની મૂર્તિઓમાં ગુપ્ત કાળના ઘણા લક્ષણો સામેલ છે. પ્રતિહાર કલા શૈલીની મૂર્તિઓ મધ્યકાલીન શૈલીની અન્ય કલા-શૈલીઓની તુલનામાં સૌથી વધુ પ્રભાવશાળી અને સુંદર છે. આ શૈલીની મૂર્તિઓના મુખ પર પ્રસન્નતાનો ભાવ અભિવ્યક્ત થાય છે. આ મૂર્તિઓના શરીરની સુડોળતા પર વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે અને અલંકરણોનો ઓછો ઉપયોગ કરવામાં આવેલ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના ઝાંસી જિલ્લા ખાતે બરુઆ સાગરનું વિશાળ મંદિર પ્રતિહાર કલા શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મંદિરના પ્રવેશદ્વાર પર ઘણી સુંદર મૂર્તિઓ કોતરવામાં આવેલ છે. આ મંદિરની કલાકૃતિઓ જોવાથી સ્પષ્ટ થાય છે કે તે સમયેના કલાકારો મૂર્તિઓના અંગ-પ્રત્યંગની સુડોળતા તરફ અત્યંત સજાગ હતા અને તેના નિર્માણ-કાર્યમાં કુશળ હતા.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ डॉ॰ एस०डी० त्रिवेदी, बुन्देलखण्ड की मूर्ति सम्पदा, "उत्तर-प्रदेश" पत्रिका, सूचना एवं जन सम्पर्क विभाग, उत्तर-प्रदेश, लखनऊ, संस्करण 1981, पृष्ठ-107