લખાણ પર જાઓ

પ્રભા ખેતાન

વિકિપીડિયામાંથી

પ્રભા ખેતાન (૧ નવેમ્બર ૧૯૪૨ – ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૮) એ ભારતીય નવલકથાકાર, કવિ, ઉદ્યોગ સાહસિક અને નારીવાદી હતા. તેઓ પ્રભા ખેતાન ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ હતા અને નારીવાદી વિષયોના સક્રિય કાર્યકર હતા. પ્રભા ખેતાને ૧૯૯૬ માં મહિલા આરોગ્ય સંભાળ કંપની,[૧] ફિગારેટની સ્થાપના કરી હતી. ૧૯૭૬ માં તેમણે ચામડાની નિકાસ કંપની શરૂ કરી હતી.[૨] તેઓ કલકત્તા ચેમ્બર ઑફ કોમર્સના એક માત્ર મહિલા પ્રમુખ હતા.

જીવન પરિચય[ફેરફાર કરો]

કોલકાતા યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવનાર પ્રભાએ "જ્યૉ પોલ સાર્ત્રનો અસ્તિત્વવાદ" વિષય પર પીએચડી કર્યું હતું. તેમણે ૧૨ વર્ષની ઉંમરથી પોતાની સાહિત્યિક યાત્રા શરૂ કરી હતી અને જ્યારે તેઓ સાતમા ધોરણની વિદ્યાર્થીની હતા ત્યારે તેમની પ્રથમ કૃતિ (કવિતા) સુપ્રભાતમાં પ્રકાશિત થઈ હતી. તેમના છ કવિતા સંગ્રહો - અપરિચિત ઉજાલે (૧૯૮૧), સીઢિયા ચઢતી હુઈ મેં (૧૯૮૨), એક ઔર આકાશકી ખોજ મેં (૧૯૮૫), કૃષ્ણધર્મ ઔર મેં (૧૯૮૬), હુસ્નબાનો ઔર અન્ય કવિતાએ (૧૯૮૭), અહિલ્યા (૧૯૮૮) અને આઠ નવલકથાઓ - આઓ પેપે ઘર ચલે, તાલાબંધી (૧૯૯૧), અગ્નિસંભવા (૧૯૯૨), એડસ, છિન્નમસ્તા (૧૯૯૩), અપને અપને ચહેરે (૧૯૯૪), પીલી આંધી (૧૯૯૬) અને સ્ત્રી પક્ષ (૧૯૯૯) ઉપરાંત બે લઘુનવલ શબ્દોકા મસીહા સાર્ત્ર, બાજાર કે બીચ, બાજાર કે ખિલાફ સાહિત્યિક ક્ષેત્રમાં પ્રશંસાપાત્ર રહ્યા હતા. ફ્રેન્ચ લેખક સિમોન ડી બોઉવાના પુસ્તક 'ધ સેકન્ડ સેક્સ'ના અનુવાદ સ્ત્રી: ઉપેક્ષિતાને સાહિત્યજગતમાં ખૂબ જ સારો આવકાર મળ્યો હતો. તદુપરાંત, તેમના ઘણા પુસ્તકોએ, જેમ કે બાજાર કે બીચ, બાજાર કે ખિલાફ તેમની નારીવાદી છબી સ્થાપિત કરી. પોતાના જીવનના વણશોધાયેલા પાસાંઓને ઉજાગર કરતી આત્મકથા અન્યા સે અનન્યા લખીને સૌમ્ય અને શાલિન પ્રભા ખેતાને સાહિત્ય જગતને ચોંકાવી દીધું હતું.

ડૉ. પ્રભા ખેતાનના સાહિત્યમાં 'સ્ત્રી યંત્રણા' સરળતાથી જોઈ શકાય છે. બંગાળી મહિલાઓના બહાને તેમણે મહિલાઓના જીવનને ખૂબ નજીકથી જોવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેમણે ઘણા લેખો પણ લખ્યા હતા. ડો. પ્રભા ખેતાનને નારીવાદી વિચારક બનવાની સાથે સ્ત્રી ચેતનાના કાર્યમાં પણ સક્રિય પણે ભાગ લીધો હતો. તેમને 'ટેલેન્ટેડ વિમેન્સ એવોર્ડ' અને 'ટોપ પર્સનાલિટી એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને કેન્દ્રિય હિન્દી સંસ્થાનો 'મહાપંડિત રાહુલ સંક્રાયન એવોર્ડ' પોતાના હસ્તે એનાયત કર્યો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "A destiny of her own – Deccan Herald". Archive.deccanherald.com. 2 January 2004. મૂળ માંથી 3 November 2013 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2013.
  2. ૨.૦ ૨.૧ "Books:A Life Apart - Lived by Prabha Khaitan". Telegraphindia.com. 18 February 2013. મેળવેલ 16 September 2013.